મનોરંજન

બોલીવુડના આ પ્રખ્યાત અભિનેતાઓ પાસે નથી ભારતીય નાગરિકતા, ચૂંટણીમાં મત પણ નથી આપી શકતા, જાણો કોણ કોણ છે એ કલાકારો

ભારતીય ફિલ્મ જગતના સિતારાઓને પડદા ઉપર જોવા દરેકને ગમે, તેમના જીવન વિશે જાણવું પણ તેમના ચાહકોને પસંદ હોય છે. ભારતના મોટાભાગના લોકો માટે આ અભિનેતાઓ આદર્શ હોય છે તેમના કપડાથી લઈને માથાના વાળ સુધીની તમામ ફેશનને અનુસરતા હોય છે.

Image Source

ફિલ્મ અભિનેતાઓના અંગત જીવન વિશે પણ જાણવામાં આપણને રસ હોય છે. તો આજે અમે તમને એવી જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યાં છે. ભારતીય સિનેમા જગતમાં ઘણા ખ્યાતનામ અભિનેતાઓ એવા છે જેમની પાસે ભારતની સદસ્યતા નથી વળી તેઓ ચૂંટણી સમયે પોતાનો મત પણ આપી શકતા નથી. આ અભિનેતાઓ ઘણીવાર આ બાબતને લઈને ચર્ચામાં પણ રહે છે. તો ચાલો જાણીએ કયા કયા અભિનેતાઓ પડદા ઉપર અને કરોડો ભારતીય દિલમાં તો રાજ કરે છે પરંતુ તેઓ ભારતીય નાગરિક નથી.

Image Source
 1. કેટીરીના કૈફ:
  કેટરીના કૈફને પડદા ઉપર જોવી સૌને ગમે છે. ભારતમાં તેના ઘણા ચાહકો પણ છે, પરંતુ કેટરીના પાસે ભારતીય નાગરિકતા નથી. કેટરીનાનો જન્મ હોંગકોંગમાં થયો હતો અને તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે. કેટરિનાના પિતા ભારતીય છે અને માતા અમેરિકન પરંતુ કેટરીના અત્યાર સુધી દુનિયાના ઘણા બધા દેશોમાં વસવાટ કરી ચુકી છે. હોંગકોંગમાં જન્મ બાદ તેનો પરિવાર ચીનમાં વસવાટ કર્યો અને ત્યારબાદ જાપાન. કેટરીના જયારે 8 વર્ષની થઇ ત્યારે તે ફ્રાન્સમાં ગઈ અને ત્યાર બાદ સ્વિઝર્લેન્ડમાં થોડા મહિના, પોલેન્ડ, બેલ્ઝિયમ અને યુરોપના પણ ઘણા દેશોમાં છૂટક છૂટક રહી. ભારત આવતા પહેલા તે પોતાના પરિવાર સાથે હવાઈ ગઈ અને 13 વર્ષ પોતાની મા સાથે ઈંગ્લેન્ડમાં જ રહી.

  Image Source
 2. અક્ષયકુમાર:
  બોલીવુડમાં જે કલાકારનો દબદબો છે અને ભારત સરકાર માટે પણ ઘણા મહત્વના કામો કરે છે એવા પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર પાસે પણ ભારતીય નાગરિકતા નથી. જેના કારણે તે અવાર નવાર ચર્ચામાં પણ આવે છે. અક્ષયકુમાર પાસે કેનેડાની નાગરિકતા છે અને તેઓ માને છે કે રિટાયર્ડ થઈને તેઓ કાયમી કેનેડામાં વસવાટ કરી શકે એ માટે તેમને કેનેડાની નાગરિકતા છોડી નથી.

  Image Source
 3. ઇમરાન ખાન:
  “મેરે બ્રધર કી દુલ્હન” ફિલ્મના કલાકાર ઇમરાન ખાન પાસે જન્મથી જ અમેરિકી નાગરિકતા છે. ઇમરાન બધી જગ્યા ઉપર પોતાને ભારતીય-અમેરિકી અભિનેતા તરીકે જ દર્શાવે છે. 2014ની ચૂંટણીમાં ઇમરાને ભારતીય નાગરિકતા માંગી હતી ત્યારે તેના જવાબમાં ઈમરાનને અમેરિકી નાગરિકતામાંથી બ્લેકલિસ્ટ થવા માટે 10 વર્ષનો ટેક્સ એડવાન્સમાં ભરવાની સૂચના આપવામાં આવી હતી.

  Image Source
 4. આલિયા ભટ્ટ:
  પોતાના આગવા અંદાઝથી હંમેશા ચર્ચામાં રહેલી આલિયા ભટ્ટ પાસે પણ ભારતીય નાગરિકતા નથી. આલિયાની મા સોની રાજદાન બ્રટિશમાં (ઇંગ્લેન્ડના શહેર બર્મિન્ગમ)માં જન્મી હોવાના કારણે આલિયા પાસે પણ બ્રિટિશ નાગરિકતા છે. 2014ની ચૂંટણીમાં આલિયા પણ પોતાનો મત આપી શકી નહોતી.

  Image Source
 5. નરગીસ ફાકરી:
  ફિલ્મ “રોકસ્ટાર”થી બૉલીવુડ જગતમાં પગ મૂકનારી નરગીસ ફાકરી પાસે ભારતીય નાગરિકતા નથી. ન્યુયોર્કમાં જન્મેલી નરગીસના પિતા પાકિસ્તાની છે અને તેની માતા યુરોપિયન છે. નરગીસ જયારે 6 વર્ષની હતી ત્યારે જ તેના માતા પિતાના ડિવોર્સ થઇ ચુક્યા હતા અને નાની ઉંમરમાં જ તેના પિતાનું મૃત્યુ પણ થઇ ગયું હતું. અમેરિકામાં મોડલ અને એક્ટર તરીકે કામ કરતી નરગીસ પાસે અમેરિકી નાગરિકતા છે.

  Image Source
 6. જેકલીન ફર્નાન્ડિસ:
  “કિક” જેવી સુપર હિટ ફિલ્મો આપનારી જેકલીન પાસે શ્રીલંકાની નાગરિકતા છે. જેકલીન છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય સિનેમા જગતમાં કામ કરે છે તે છતાં તેને હજુ સુધી ભારતીય નાગરિકતા મળી નથી. જેક્લીનના પિતા શ્રીલંકન અને માતા મલેશિયન છે.

  Image Source

  તો આ બોલીવુડના એવા કેટલાક નામચીન સિતારાઓ છે જેને ભારતીય નાગરિકતા નથી મળી કે ના તેઓ મત આપી શકે છે તે છતાં ભારતીય પરંપરા અને નીતિ નિયમોનું પાલન કરે છે તેમજ ચૂંટણી સમયે વોટ આપવા માટે પણ લોકોને જાગૃત કરે છે.
  Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.