આ 9 અભિનેત્રીઓ અચાનક જ થઇ ગઇ વિદેશમાં શિફ્ટ, કયારેય બોલિવુડમાં હતી બોલબાલા

આ 9 દિગ્ગજ અભિનેત્રીઓને દેશી ન ગમ્યા, વિદેશીમાં જઈને ઠરી ઠામ થઇ ગઈ

બોલિવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે એક સમયે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અદાકારી અને ખૂબસુરતીના દમ પર પોતાનો સિક્કો ચલાવ્યો પરંતુ તે આ સલ્તનત છોડી અચાનક બોલિવુડ સાથે સાથે દેશ છોડી વિદેશ જઇને રહેવા લાગી. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા, સોનમ કપૂરથી લઇને અનેક અભિનેત્રીઓ સામેલ છે.

1.પ્રિયંકા ચોપરા : આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાનું આવે છે. વર્ષ 2019માં તેણે હોલિવુડ સ્ટાર અને સિંગર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્ન બાદ તેણે વિદેશમાં જ ઘર વસાવી લીધુ. હવે તેણે બોલિવુડ ફિલ્મોથી દૂરી બનાવી છે પરંતુ હોલિવુડમાં કામ કરી રહી છે.

2.સોનમ કપૂર : બોલિવુડ સ્ટાર અનિલ કપૂરની દીકરી અને અભિનેત્રી સોનમ કપૂરે પણ લગ્ન બાદ પતિ આનંદ આહૂજા સાથે વિદેશમાં રહેવાનો નિર્ણય કર્યો. તે લંડનમાં શિફ્ટ થઇ ચૂકી છે. ફિલ્મોની શુટિંગને કારણે તે ભારત આવતી જતી રહે છે.

3.પ્રીતિ ઝિંટા : બોલિવુડની ડિંપલ ગર્લ પ્રીતિ ઝિંટા પણ હવે ફિલ્મોથી દૂર છે.તે આ દિવસોમાં લોસ એંજેલિસમાં તેના પતિ સાથે રહે છે. તે પણ કેટલીક અભિનેત્રીઓની જેમ લગ્ન બાદ પતિ સાથે વિદેશમાં રહે છે.

4.મલ્લિકા શેરાવત : બોલ્ડનેસને કારણે રાતો-રાત સુપરહિટ થયેલી અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ દેશ છોડીને વિદેશમાં વસી ગઇ. તે અવાર નવાર પેરિસથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

5.તનુશ્રી દત્તા : આશિક બનાયા આપને ફેમ તનુશ્રી દત્તા છેલ્લા કેટલાક વર્ષથી ઘણી ચર્ચામાં રહી હતી. તેણે ભારતમાં #MeToo ની શરૂઆત કરી હતી. તે લાંબા સમયથી બોલિવુડથી દૂર છે અને અમેરિકામાં જોબ કરી રહી છે.

6.મીનાક્ષી શેષાદ્રી : બોલિવુડની દામિનીના નામે મશહૂર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ 80 અને 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે તેના કરિયરના સારા સમય દરમિયાન વર્ષ 1995માં હરીશ મસૂર સાથે લગ્ન કર્યા અને અમેરિકા શિફ્ટ થઇ ગઇ, આ દિવસોમાં તે ટેક્સાસના પ્લાનો શહેરમાં રહે છે.

7.રંભા : બોલિવુડ અને સાઉથની મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી રંભા ઘણા વર્ષોથી કેનેડામાં રહે છે. તેણે એનઆરઆઇ બિઝમેસમેન ઇંદ્રકુમાર સાથે લગ્ન કર્યા હતા અને તેને એક દીકરો અને બે દીકરીઓ છે.

8.માધવી : 90ના દાયકાની બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવનાર અભિનેત્રી માધવીએ પણ તેનું કરિયર છોડી વિદેશમાં જવાનો નિર્ણય કર્યો. આ દિવસોમાં તે અમેરિકાના ન્યુ જર્સીમાં પતિ રાલ્ફ શર્મા સાથે રહે છે.રાલ્ફ ઇંડો-જર્મન છે.

9.શિલ્પા શિરોડકર : ગોવિંદા, સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળેલી 90ના દાયકાની અભિનેત્રી શિલ્પા શિરોડકર હવે દુબઇમાં રહે છે. તમને જણાવી દઇએ કે, તે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની સાળી છે.

Shah Jina