બીજી પત્ની બની પરણિત પુરુષો સાથે વસાવ્યુ ઘર, આ 5 અભિનેત્રીનું સૌતને ઘર ભાંગ્યું? જુઓ
આમ તો જીવનમાં એક જ વાર લગ્ન થાય છે. પરંતુ જયારે બોલિવુડ સેલિબ્રિટિઝની વાત કરીએ તો શુ એક અને શુ બે. તેમના માટે લગ્નના નંબર મહત્વના નથી. કારણ કે તેમનું કલ્ચર અલગ છે. હેમા માલિનીથી લઇને કરીના કપૂર જેવી તમામ અભિનેત્રી જેમણે પરિણિત પુરુષો સાથે કર્યા લગ્ન, તેમાંથી કેટલાકે તો પહેલી પત્નીને તલાક આપ્યા વિના જ કરી લીધા હતા બીજા લગ્ન.
1.હેમા માલિની : બોલિવુડની ડ્રીમ ગર્લ અને એવરગ્રીન અભિનેત્રી હેમા માલિનીએ અભિનેતા ધર્મેંદ્ર સાથે લગ્ન કર્યા હતા. ધર્મેંદ્રના આ બીજા લગ્ન હતા. તેમણે પહેલા પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરે હેમા માલિની ઘણુ ખરાબ કહ્યુ હતુુ અને એ પણ કહ્યુ હતુ કે, જો તે તેમની જગ્યાએ હોતા તો આવું કયારેય ના કરતા.
2.શિલ્પા શેટ્ટી : બોલિવુડની ખૂબસુરત અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. રાજ કુંદ્રાના આ બીજા લગ્ન હતા. રાજ કુંદ્રાના પહેલા લગ્ન કવિતા સાથે થયા હતા, તેમની પહેલી પત્નીએ શિલ્પા પર ઘર તોડવાનો આરોપ લગાવ્યો હતો.
3.રવિના ટંડન : રવિના ટંડને પણ પહેલાથી પરણિત અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. અનિલ થડાનીની પહેલી પત્નીનું નામ નતાશા હતુ. તેમની પહેલી પત્નીએ તલાક પાછળનું કારણ રવીના ટંડનને જણાવી હતી.
4.લારા દત્તા : મિસ યુનિવર્સ રહી ચૂકેલી અભિનેત્રી લારા દત્તાએ ભારતીય ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. મહેશના પહેલા લગ્ન શ્વેતા જયશંકર સાથે થયા હતા. મહેશ ભૂપતિની પૂર્વ પત્ની અનુસાર લારા દત્તાને કારણે તેમના સ્વર્ગ જેવા ઘરની ખુશીઓ લૂટાઇ ગઇ.
5.રાની મુખર્જી : બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જીએ યશ ચોપરાના મોટા દીકરા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. આદિત્ય પહેલાથી જ પરિણિત હતા. આદિત્ય અને રાનીની એક દીકરી છે, જેનું નામ અદિરા છે. તેનો જન્મ વર્ષ 2005માં થયો હતો. ઘણીવાર એવું અનુમાન લગાવવામાં આવે છે કે રાની મુખર્જીને કારણે લગ્નના 7 વર્ષ બાદ આદિત્યે તેમની પત્ની પાયલને તલાક આપ્યો હતો.