બોલિવુડની આ અભિનેત્રીઓ એકબીજાની છે દુશ્મન, વાત તો દૂર ચહેરો જોવો પણ નથી કરતી પસંદ

એકબીજાને ફૂટી આંખ પણ જોવા નથી માંગતી આ 5 અભિનેત્રીઓ, કેટલીક તો માની બેઠી છે દુશ્મન

સ્કૂલ કોલેજથી લઇને મહોલ્લા અને ઓફિસ સુધી કેટલાક એવા લોકો હોય છે, જેને આપણે બિલકુલ પણ પસંદ કરતા નથી. આવું જ કંઇક બોલિવુડ સેલેબ્સ સાથે પણ થાય છે. વાત જો અભિનેત્રીઓની આવે તો એવા અનેક ચહેરા છે જે એકબીજાને બિલકુલ પસંદ કરતા નથી. તો ચાલો આવી અભિનેત્રીઓ વિશે જાણીએ.

1.કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા : કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા વચ્ચે પણ ઘણા લાંબા સમય સુધી કૈટફાઇટ ચાલી હતી. બંને વચ્ચે શાહિદ કપૂરને લઇને ઝઘડો થયો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર બંને અભિનેત્રીઓ શાહિદને ડેટ કરી ચૂકી છે.

2.કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા : કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરાની દુશ્મની પાછળ એક ફેશન શો જણાવવામાં આવે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તે શોમાં પ્રિયંકા શેસ્ટોપર બનવા ઇચ્છતી હતી પરંતુ આ મોકો આયોજકોએ કેટરીનાને આપી દીધો. પ્રિયંકાએ એવું કહ્યુ કે, કેટરીનાને તેણે મોટુ દિલ કરતા આ મોકો આપ્યો. આવી રીતની વાતોને કારણે બંને વચ્ચેની દૂરી વધતી ગઇ.

3.દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ : દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ પણ એકબીજાને બિલકુલ પસંદ કરતા નથી. બંને વચ્ચે કડવાહટનું કારણ રણબીર કપૂર બન્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર દીપિકાને લાગે છે કે કેટરીનાને કારણે રણબીરે તેના સાથે બ્રેકઅપ કરી લીધુ હતુ.

4.કંગના રનૌત અને આલિયા ભટ્ટ : કંગના રનૌત અને આલિયા ભટ્ટ પણ એકબીજાને પસંદ કરતા નથી. કંગના અને તેની બહેન રંગોલી ઘણીવાર આલિયા ભટ્ટ અને તેની મા સોની રાજદાન તેમજ પિતા મહેશ ભટ્ટ પર આરોપ લગાવી ચૂક્યા છે.

5.રેખા અને જયા બચ્ચન : આ લિસ્ટમાં મશહૂર અભિનેત્રી રેખા અને જયા બચ્ચનનું પણ નામ સામેલ છે. રેખા અને જયા બચ્ચન એકબીજા માટે દુશ્મન સમાન છે. એ તો જગ જાહેર છે કે બંને વચ્ચે નફરતનું કારણ અમિતાભ બચ્ચન બન્યા હતા.

Shah Jina