વર્ષ 2021 ખત્મ થવા જઇ રહ્યુ છે. ઘણા લોકો માટે આ વર્ષ સારુ રહ્યુ તો કેટલાક લોકો માટે આ વર્ષ ખરાબ પણ રહ્યુ હતુ. વાત ટીવી સ્ટાર્સની જો કરવામાં આવે તો ઘણા એવા કલાકારો છે જેમણે લાંબા સમય બાદ નાના પડદા પર વાપસી કરી છે. તો ચાલો જાણી લઇએ કે આ લિસ્ટમાં કયા સ્ટાર્સ સામેલ છે.
1.હર્ષદ ચોપરા : વર્ષ 2018માં બેપનાહમાં છેલ્લી વાર નજર આવેલા હર્ષદ ચોપરા આ દિવસોમાં ટીવીના હિટ શો “યે રિશ્તા કયા કહેલાતા હે”માં અભિમન્યુનો રોલ નિભાવી રહ્યા છે. આ શોમાં તેમના પાત્રને દર્શકો દ્વારા ઘણુ પસંદ કરવામાં આવી રહ્યુ છે.
2.નકુલ મહેતા : છેલ્લે ઇશ્કબાઝમાં નજર આવનાર નકુલ મહેતા આ વર્ષે બડે અચ્છે લગતે હે 2માં રામ કપૂરનો રોલ પ્લે કરી રહ્યા છે.
3.દિશા પરમાર : લાંબા સમયથી પડદાથી દૂર રહેલી અભિનેત્રી દિશા પરમારે આ વર્ષે બડે અચ્છે લગતે હે 2થી વાપસી કરી છે. દિશા પરમારના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા, જેને કારણે તે ઘણી ચર્ચામાં રહી હતી. તેના પતિનું નામ રાહુલ વૈદ્ય છે જે અભિનેતા, સિંગર અને બિગબોસલ કન્ટેસ્ટેંટ છે. તેઓ ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળ્યા હતા.
4.વિવિયન ડિસેના : અભિનેતા વિવિયન ડિસેના લગભગ ત્રણ વર્ષથી નાના પડદાથી દૂર હતા. છેલ્લે તે શક્તિ અસ્તિત્ત્વ કે અહેસાસ કીમાં નજર આવ્યા હતા. આ વર્ષે તેણે સિર્ફ તુમ નામની સીરિયલથી વાપસી કરી છે.
5.પૂજા ગૌર : વર્ષ 2015 બાદ પૂજા ગૌરે ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી છે. આ વર્ષે તે મન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં નજર આવી.
6.અરહાન બહલ : લાંબા અરસા બાદ અભિનેતા અરહાન બહલે પણ નાના પડદા પર વાપસી કરી છે, છેલ્લે તે યહ જાદુ હે કિનકામાં જેવા મળ્યા હતા. હાલ તેઓ મન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં કામ કરી રહ્યા છે.
7.સુજૈન ખાન : સ્ટાર પ્લસની પોપ્યુલર સીરિયલ કસોટી ઝિંદગી કીમાં અનુરાગ બાસુનો રોલ પ્લે કરનાર અભિનેતા સુજૈન ખાન આ વર્ષે શક્તિ અસ્તિત્ત્વ કે અહેસાસ કીમાં હરમનના પાત્રમાં નજર આવ્યા. સુજૈન લગભગ 10 વર્ષોથી વધારે સમય સુધી પડદાથી દૂર રહ્યા હતા.