Bollywood માં આ 6 અભિનેત્રીઓએ ડેબ્યૂમાં દબંગની જેમ એન્ટ્રી મારી, પણ હાલ કોઈ ગણકારતુંય નથી!
બૉલીવુડમાં એન્ટ્રી લેનાર બધા જ કલાકારોનું એક સપનું હોય છે કે તે તેની પહેલી ફિલ્મથી તે ખુબ જ પ્રખ્યાત થઈ જાય. પરંતુ બધા લોકોના નસીબ એવા નથી હોતા કે પહેલી ફિલ્મથી ઓળખ મળી જાય. આજે આપને કેટલીક એવી એક્ટ્રેસ વિશે જણાવીશુ જે લોકોની એન્ટ્રી ખુબ જ શાનદાર હતી, બ્લોકબસ્ટર ફિલ્મ્સે તેઓને રાતો રાત સ્ટાર બનાવી દિધા, પરંતુ ત્યાર પછી આજ સુધી તેમની પાસે કોઈ કામ નથી. તો ચાલો જાણીએ મનીષા લાંબા, અનુ અગ્રવાલની સાથે કઈ કઈ એક્ટ્રેસનું નામ આ લિસ્ટમાં સામેલ છે.
1. કોયના મિત્રા: ફિલ્મ અભિનેત્રી કોયના મિત્રાનો જન્મ કોલકાતામાં થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2001માં કોયનાએ તેના સ્કૂલના દિવસોથી મોડેલિંગ શરૂ કરી દીધું હતું. વર્ષ 2004માં તેણે ફિલ્મ ‘મુસાફિર’થી અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. હિન્દી ઉપરાંત તેણે તમિલ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કોયના મિત્રા ત્યારે ચર્ચામાં આવી જયારે તેના ચહેરાની સર્જરી કરાવી હતી.
પરંતુ આ સર્જરીએ તેનો ચહેરો એવો બનાવ્યો કે તેની કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી. કોયના તેના ચહેરાથી બહુ ખુશ નહોતી અને તેને વધુ સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો અને નાકની સર્જરી કરાવી. પરંતુ આ સર્જરીની ઉંધી અસર થઈ. તેનો ચહેરો વધુ ખરાબ થઇ ગયો હતો. જેના કારણે તેની કારકિર્દી ખૂબ અસર પડી હતી.
2. અનુ અગ્રવાલ: ફિલ્મોની દુનિયામાં એવા ઘણા સ્ટાર્સ આવ્યા છે, જેમણે એક ફિલ્મથી રાતોરાત ખ્યાતિ મેળવી પરંતુ પછી એવું કંઈક થયું કે તેઓ કાં તો ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા અથવા તેની આગામી ફિલ્મો ફ્લોપ ગઈ. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી અનુ અગ્રવાલની. આજે પણ લોકો તેને ‘આશિકી ગર્લ’ તરીકે ઓળખે છે.
અભિનેત્રીએ તેની માસુમિયત અને તેના અભિનયના દમ પર તેની પ્રથમ ફિલ્મ ‘આશિકી’માં નામ મેળવ્યું. ત્યારબાદ અનુ અગ્રવાલ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ આ પછી તેમની ફિલ્મી કારકિર્દી વધુ પ્રગતિ કરી શકી નહિ અને તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું.
3. રિમી સેન: રિમી સેને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. રિમીએ જાહેરાત અને મોડેલિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું. રિમીએ હંગામા, ધૂમ, ગોલમાલ, દિવાને હુએ પાગલ, સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, જે આ ફિલ્મોથી રિમી હિટ રહી હતી તે આજે ગુમનામીનું જીવન જીવી રહી છે. બોલિવૂડમાં તેની એન્ટ્રી કોમેડી ફિલ્મ ‘હંગામા’થી થઈ હતી.
આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. તે પછી તેની જોડે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી. તેણે હિન્દી ફિલ્મોની સાથે બંગાળી અને તેલુગુ ફિલ્મો કરવાનું શરૂ કર્યું. તે છેલ્લે બિગબોસમાં જોવા મળી હતી. રિમી બિગબોસમાં તેના સ્વભાવને કારણે હેડલાઇન્સમાં રહી હતી. આ શો પછી પણ રિમીની કારકિર્દી આગળ વધી શકી નહીં અને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુમનામ બની ગઈ હતી.
4. અંતરા માલી: અંતરા માલીએ કારકિર્દીમાં મોટાભાગે રામ ગોપાલ વર્માની ફિલ્મોમાં કામ કર્યું છે. તે લાંબા સમયથી રામ ગોપાલ વર્માની કંપનીમાં હતી. તેમની સાથેના તેના અફેરની ચર્ચાઓ પણ થઇ હતી. રામ ગોપાલ વર્મા સાથે અંતરા માલીએ વર્ષ 1999માં પ્રથમ વખત “પ્રેમ કથા” કરી હતી જે ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી.
તે જ વર્ષે તેણે ફિલ્મ “મસ્ત”માં એક નાનો રોલ પણ કર્યો હતો પરંતુ તે પણ બહુ સફળ સાબિત થયો ન હતો. અંતરા માલિનીએ વર્ષ 2005 પછી માત્ર એક જ ફિલ્મ કરી હતી અને તે પણ ફ્લોપ રહી હતી, ત્યાર બાદ તેણે લગ્ન કરીને સેટલ થવાનું યોગ્ય માન્યું. અંતરા માલીને GQ ઇન્ડિયાના તંત્રી ચે કુરિયન સાથે લગ્ન કર્યા હતા.
5. મિનિષા લાંબા: મિનિષા લાંબાનો જન્મ કાશ્મીરની સુંદર ખીણોમાં થયો હતો. 8 જાન્યુઆરી, 1985ના રોજ જન્મેલી મિનિષા લાંબાનું બાળપણ દિલ્હીમાં પસાર થયું હતું. તેણે વર્ષ 2004માં દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. રણબીર કપૂર, બિપાશા બાસુ અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર ચહેરાઓ વચ્ચે મિનિષા “બચના એ હસીનો”માં ધ્યાનનું કેન્દ્ર રહી.
“કિડનેપ”માં મિનિષાએ તેની છબી સાથે ફરક લાવવાનો પ્રયાસ કર્યો. આ વખતે પ્રેક્ષકોએ મિનિશાને નકારી દીધી હતી. પ્રેક્ષકો મિનિષાને સરળ ભૂમિકાઓમાં જોવા માટે ટેવાયેલા છે. તેથી જ કિડનેપમાં બદલાયેલી મિનિશાને દર્શકોએ પસંદ કરી ન હતી.
6. પ્રીતિ ઝંગિયાની: મલ્ટી-સ્ટારર, બિગ બજેટ ફિલ્મ મોહબ્બતેમાં પોતાની ક્યૂટનેસના કારણે પ્રીતિ ઝંગિયાનીએ સૌ કોઈનું દિલ જીતી લીધુ હતું. પરંતુ ત્યારપછી પ્રીતિને કોઈ ફિલ્મ ના મળી. વર્ષ 2008માં એક્ટર પરવીન ડબાસ સાથે તેણે લગ્ન કર્યા અને હવે તે પરિવાર સાથે બાંદ્રામાં રહે છે.