કયારેક બોલીવુડમાં નંબર 1 અને ખુબ જ પ્રખ્યાત હતી આ 10 અભિનેત્રીઓ, હાલનું ફિગર જોઈને ચોંકી ઉઠશો

૩ નંબર અને ૫ નંબર વાળી એ તો શું ફિગર બનાવ્યું છે અત્યારે બાપરે

બોલીવુડના ઘણા સિતારાઓ રાતો રાત સ્ટાર બની જાય છે, અને એક આગવું નામ પણ બનાવી લેતા હોય છે. બોલીવુડમાં જ એવી ઘણી અભિનેત્રીઓ હતી જે એક સમયે ખુબ જ પ્રખ્યાત રહી હતી, પરંતુ સમય જતા તે જયારે પડદા ઉપરથી ગાયબ થઇ ત્યારે દર્શકોએ પણ તેમને ભુલાવી દીધી. આજે આપણે એવી જ 10 અભિનેત્રીઓ વિશે વાત કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Rimmi Subhamietra Sen (@subhamitra03)

1. રિમી સેન:
વર્ષ 2000માં પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક આગવી જગ્યા બનાવનારી અભિનેત્રી રિમી સેને ફિલ્મ “હંગામા” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ તેને “ધૂમ” અને “ગરમ મસાલા” જેવી ફિલ્મોમાં નામના મેળવી. તેને સલમાન ખાન સાથે પણ ફિલ્મ “ક્યોંકિ”માં કામ કર્યું. તે છતાં પણ તે પોતાની ઓળખ બનાવી શકવામાં નિષ્ફળ રહી.

2. કોઈના મિત્રા:
અભિનેત્રી કોઈના મિત્રાએ મોડેલિંગ બાદ ફિલ્મી દુનિયામાં પગ મુક્યો. તેને “રોડ” ફિલ્મની અંદર આઈટમ સોન્ગ કર્યું. ત્યારબાદ તેને “ઢોલ, મુસાફિર, એક ખિલાડી એક હસીના, અપના સપના મની મની” જેવી ફિલ્મોમાં કામ કર્યું. ગયા વર્ષે તે બિગ બોસ સીઝન 13માં પણ જોવા મળી હતી. પરંતુ તે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી શકી નહીં.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

3. કિમ શર્મા:
મોહબ્બતે ફિલ્મની અંદર સહાયક કલાકાર તરીકે જોવા મળેલી અભિનેત્રી કિમ શર્મા પણ પોતાની સુંદરતાના કારણે ખુબ જ જાણીતું નામ બની હતી, પરંતુ બોલીવુડમાં તેનો સફર બહુ લાંબો ચાલી શક્યો નહીં. તે છેલ્લે 2010માં એક તેલુગુ ફિલ્મમાં જોવા મળી હતી.

4. પ્રીતિ ઝાંગિયાની:
પ્રીતિ વર્ષ 2000માં આવેલી સુપરહિટ ફિલ્મ “મોહાબતે” દ્વારા પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, પરંતુ બોલીવુડમાં તે મોટો પ્રભાવ પાડી ના શકી, તે મોટાભાગની ફિલ્મોમાં સહાયક કલાકાર તરીકે જ જોવા મળી, તેને મલયાલમ ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે છેલ્લે 2017માં એક રાજસ્થાની ફિલ્મમાં જોવા મળી હતી.

5. તનુશ્રી દત્તા:
“આશિક બનાયા આપને” ફિલ્મનું ટાઇટલ સોન્ગ તો આપણને સૌને યાદ જ હશે, આ ફિલ્મની અભિનેત્રી તનુશ્રી દત્તા હતી જેને પોતાની બોલ્ડનેસનો જાદુ આ ફિલ્મમાં બતાવ્યો હતો, ઇમરાન હાશ્મી અને અભિનેતા સોનુ સુદ સાથે તે આ ફિલ્મમાં જોવા મળી હતી. તનુશ્રીએ 2005માં બોલીવુડમાં પગ મુક્યો હતો, અને છેલ્લે તે 2010માં ફિલ્મ એપાર્ટમેન્ટમાં જોવા મળી ત્યારબાદ તે બોલીવુડમાંથી ગાયબ જ થઇ ગઈ.

તનુશ્રી દત્તા એક ઇન્ડિયન મોડલ અને અભિનેત્રી છે, જે મુખ્યત્વે બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરે છે. તેણે ૨૦૦૪માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ પુરસ્કાર જીત્યો હતો. આ વર્ષે જ તે મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ટોચના ૧૦ માં નંબર પર આવી હતી. બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

આ દિવસોમાં તનુશ્રી પોતાના બોડી ટ્રાન્સ્ફોર્મેનશનને લઈને ચર્ચામાં છવાઈ ગઈ છે. તનુશ્રીએ પોતાનું ઘણું બધું વજન ઘટાવી લીધું છે. હવે તે સ્લિમ અને ટ્રિમ લુકમાં નજર આવી રહી છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

તનુશ્રી દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોની અંદર તેના ફેટ ટુ ફિટ ટ્રાન્સ્ફોર્મેનશનને સ્પષ્ટ જોઈ શકાય છે. તનુશ્રીએ “ડોન્ટ રશ” ચેલેન્જ લીધો છે અને તેને લઈને જ આ વીડિયો પણ શેર કર્યો છે. હાલમાં મોટાભાગના સેલેબ્રિટીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ આ ચેલેંજના વીડિયોને બનાવી ચુક્યા છે.

6. અમૃતા અરોડા:
મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાએ ફરદીન ખાન સાથે ફિલ્મ “કિતને દૂર કિતને પાસ”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે “આવારા પાગલ દીવાના, જમીન, રક્ત, સ્પીડ, હેલો” જેવી ફિલ્મોમાં નજર આવી. છેલ્લે તેને 2015માં આવેલી ફિલ્મ “કુછ તો હે તેરે મેરે દરમિયાં”માં જોવામાં આવી હતી.

7. સેલિના જેટલી:
સેલિના જેટલીએ ફિરોજ ખાનની ફિલ્મ “જાનશીન”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે “શાકાલાકા બૂમ બૂમ, અપના સપના મની મની” જેવી ઘણી મલ્ટી સ્ટારર ફિલ્મોનો ભાગ બની. મિસ ઇન્ડિયાની પૂર્વ પ્ર્તીયોગી હોવા છતાં પણ તે બોલીવુડમાં પ્રભાવ ના છોડી શકી. તેને એક બિઝનેસમેન પીટર હગ સાથે લગ્ન કરી લીધા.”

8. આયશા ટાકિયા:
આયશા ટાકિયાએ બાળપણથી જ ફિલ્મો અને આલ્બમોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. “ટાર્ઝન  ધ વન્ડર કાર”માં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી. ત્યારબાદ સલમાન ખાન સાથેની ફિલ્મ “વોન્ટેડ”માં પણ જોવા મળી. પરંતુ આયશાને પણ ફિલ્મોમાં નામના ના મળી.

9. એશા દેઓલ:
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલે ઘણી જ આશાઓ સાથે બોલીવુડમાં પગ મુક્યો હતો. વર્ષ 2002માં તેને ફિલ્મ “કોઈ મેરે દિલ સે પૂછે” દ્વારા બોલીવુડમાં ડેબ્યુનો ફિલ્મફેયર એવોર્ડ પણ જીત્યો. આ ફિલ્મ ઉપરાંત તે બીજી પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી. પરંતુ તે પોતાના અભિનયનો જાદુ ચલાવી ના શકી અને છેલ્લે તેને ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું.

10. મહિમા ચૌધરી:
જયારે ફિલ્મ “પરદેશ”માં મહિમા ચૌધરી નજર આવી હતી ત્યારે લોકો કહેતા હતા કે તેનું કેરિયર બોલીવુડમાં લાંબુ ચાલશે. પરંતુ આ વાત સાચી ના બની. સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા મોટા અભિનેતાઓ સાથે કામ કરવા છતાં પણ તેને બોલીવુડમાં ખાસ ઓળખ મળી નહીં.

Niraj Patel