જ્યોતિષ શાસ્ત્ર

આ ચાર અગત્યની વસ્તુઓ પત્નીને આપવાથી ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની તંગી

પત્ની કાયમ ખર્ચા કરવાતી નથી. પત્ની એક એવી દેવી છે જે તમને ધનવાન બનાવી શકે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મીના ઘણા બધા રૂપમાંથી એક રૂપ ગૃહલક્ષ્મીનો પણ છે. દેવી લક્ષ્મી દરેક ઘરમાં નિવાસ કરે છે અને જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન અને ખુશ રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

Image Source

જો તમારે ગૃહલક્ષ્મીને કાયમને માટે ખુશ કરવા માંગો છે તો આ ચાર વસ્તુ પોતાની પત્નીને સારા સમયે આપવાની રહેશે. જ્યોતિષશાસ્ત્ર સિવાય પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મી તમારી મદદ કરે જ છે. પરંતુ જો આપણે તેમને દુઃખી કરીએ તો પૈસાની તકલીફ પડે છે.

Image Source

એવી માન્યતા છે કે બુધવારે કે શુક્રવારે ગૃહલક્ષ્મીને કપડાં ભેટમાં આપવા શુભ માનવામાં આવે છે. તમે ગૃહલક્ષ્મી સિવાય બહેન, માતા અથવા કોઈ પણ વિવાહિત મહિલાને કપડાં આપવા શુભ ગણાય છે.

Image Source

એવું માનવામાં આવે છે કે આભૂષણ વગર દેવીની પૂજા અધુરી ગણાય છે. તેથી દેવીની પૂજામાં આભૂષણ ચડાવવા જોઈએ. ગૃહલક્ષ્મીને આભૂષણ ખુબ જ પસંદ છે. તેથી પત્નીને ક્યારેક ક્યારેક નાના મોટા આભૂષણ ભેટમાં આપવા જોઈએ, કેમ કે આભૂષણ દરેક ઘરની સમૃધ્ધિ દર્શાવે છે. શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે ગૃહલક્ષ્મી સારા કપડાં અને આભૂષણથી સજ્જ હોવી જોઈએ.

Image Source

ગૃહલક્ષ્મીને સુહાગ સામગ્રી ભેટ આપવી જોઈએ. જેવી કે સિંદૂર, બંગડીઓ, બિંદી, કેમ કે સુહાગનો સામાન આપવાથી સૌભાગ્ય વધે છે. તેનાથી દેવી સૌથી વધારે પ્રસન્ન થાય છે તેથી તેને થોડા થોડા સમયે આ વસ્તુ ભેટમાં આપવી જોઈએ.

Image Source

ગૃહલક્ષ્મીને કાયમ ખુશ રાખવા જોઈએ. તેમને ભેટ સિવાય પણ સૌથી જરૂરી વસ્તુ એ છે સમ્માન અને સારી રીતે વાત કરવી જોઈએ. ક્યારેય તેમને પર ગુસ્સે ન થવું અથવા હાથ ઉપાડવો ન જોઈ. આ ચાર ભેટ ગૃહલક્ષ્મીને આપવાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે. બધા જ દુઃખ દૂર થઇ જશે.