દુનિયાભરમાં કોરોના વેક્સિનના પ્રચાર પસાર સાથે જ દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની રસી શોધાવમા પણ લાગી ગયા હતા, કેટલાય સફળ પરીક્ષણો છતાં પણ હજુ કોઈ કારગર રસી મળી નથી ત્યારે આ બાબતે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા દુનિયાને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે.

WHOના પ્રમુખ ટ્રેડોસે એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે: “અમે તેની કોઈ ગેરંટી નથી આપી શકતાં કે દુનિયાભરમાં જે વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે, તે હકીકતમાં કામ કરશે. અમે અનેક વેક્સિન કેન્ડિડેટ્સને ટેસ્ટ કરીએ છીએ. વધારે આશા એ છે કે, આપણને એક સુરક્ષિત અને પ્રભાવશાળી વેક્સિન મળી જશે.”

ટ્રેડોસે આગળ જણાવતા કહ્યું હતું કે: “અત્યારે લગભગ 200 વેક્સિન ક્લિનિકલ અને પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગમાં છે. વેક્સિન નિર્માણનો ઈતિહાસ આપણને જણાવે છે કે અમુક વેક્સિન સફળ રહે છે તો અમુક નિષ્ફળ પણ રહે છે.”

WHO દ્વારા આપવામાં આવેલા આ નિવેદન બાદ લોકોમાં વેક્સિનને લઈને ચાલી રહેલા ઉત્સાહમાં નિરાશા સાંપળી છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં અલગ અલગ સ્થળો ઉપર કેટલીક વેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. અને તેના ઘણા સકારાત્મક પરિણામો પણ આવી રહ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.