મંદિરમાં ચોરી કરવા માટે ગયેલા ચોરના હાલ થયા બહાલ, વીડિયો જોઈને લોકોએ કહ્યું “આને તેના કર્મોની તરત જ સજા મળી ગઈ !”, જુઓ વીડિયો

કોરોના મહામારીના કારણે ઘણા લોકો બેકાર બન્યા છે અને કેટલાય લોકોના નોકરી ધંધા છૂટી ગયા છે, ત્યારે આવા સમયે ઘણા લોકો હતાશ પણ થઇ ગયા છે અને ઘણા લોકો અવળા રસ્તા ઉપર પણ ચઢી ગયા છે, ઘણા લોકો ચોરીના રવાડે ચઢ્યા છે અને ઘણા ચોર તો એવા પણ હોય છે જે ભગવાનના મંદિરને પણ નથી છોડતા અને મંદિરમાં પણ ચોરી કરતા હોય છે.

પરંતુ એવું કેહવાય છે ને કે કરેલા કર્મોનો બદલો અહીંયા જ ભોગવવો પડે છે, આવું જ કંઈક હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે, જેમાં એક ચોર મંદિરમાં ચોરી કરવા માટે ઘુસી તો ગયો પરંતુ બહાર નીકળવા સમયે તેની એવી હાલત થઇ કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં એક ચોરે મંદિરમાં ચોરી કરવાની યોજના ઘડી હતી પરંતુ તે પોતે જ આ યોજનામાં ફસાઈ ગયો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો. હકીકતમાં શ્રીકાકુલમ જિલ્લાના જાડીમુડી ગામમાં સ્થિત મંદિરમાં એક ચોર દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ તેની પોતાની જ યોજનાને કારણે આ ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ આ મંદિર ખૂબ જ એકાંત જગ્યા પર બનેલ છે. આવી સ્થિતિમાં ચોરે અહીં દિવાલ તોડીને અંદર જવાનો રસ્તો બનાવ્યો હતો. આ પછી ચોરે ભગવાને પહેરેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી, પરંતુ તે પોતે બનાવેલા માર્ગમાંથી બહાર નીકળી શક્યો નહીં અને અધવચ્ચે અટકી ગયો.

ચોરની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ ચોરનો આ વીડિયો પણ ઘણો વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં તમે અવાજ પણ સાંભળી શકો છો. વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ચોરનું નામ પાપા રાવ છે. એક નાની બારી તોડીને તે મંદિરમાં પ્રવેશ્યો. અહીં તમે નીચે પડેલા મંદિરનું સોનું અને ચાંદી જોઈ શકો છો. પરંતુ આ ચોર દિવાલમાં બનાવેલા કાણામાં ફસાઈ ગયો.

આ દિવાલમાં ફસાઈ ગયા બાદ ચોરે લાંબા સમય સુધી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ ચોર બહાર ન નીકળી શક્યો. જે બાદ તેણે નજીકના લોકોની મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં આસપાસના લોકો ત્યાં આવી ગયા અને ચોરને રંગે હાથે પકડીને પોલીસને હવાલે કર્યો.

Niraj Patel