Surat: 16 વર્ષની પ્રેમિકા અને 19 વર્ષના પ્રેમીએ અંબિકા નદીના બ્રિજ પરથી કૂદી કરી હતી આત્મહત્યા સોશિયલ મીડિયામાં સ્યૂસાઇડનોટ લખીને કર્યો મોટો ધડાકો
હાલ થોડા સમયથી ઘણા આત્મહત્યાના કિસ્સા સાંભળવા મળે છે અને તેમાં પણ પ્રેમમાં લોકોના આત્મહત્યા કરવાના કિસ્સાઓ વધારે સાંભળવા મળે છે. ત્યારે સુરતના મહુવામાંથી એક પ્રેમી યુગલનો આત્મહત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ પ્રેમી યુગલમાંથી યુવતિ સગીર હોવાનું પણ જણાયુ છે.
ઘટનાની વિગત અનુસાર મહુવાાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી બપોરે એક પ્રેમી યુગલે ઝંપલાવી આપઘાત કર્યો હતો અને આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. બુધવારના રોજ 19 વર્ષિય યુવક તેજસ પટલે જે ડોલવણના બેડા રાયપુરા ગામનો રહેવાસી હતો અને તેની પ્રેમિકા જે 16 વર્ષની હતી તે બંને એક્ટિવા પર આવ્યા અને સુસાઇડ નોટ લખી લગભગ બપોરના 3 વાગ્યાના અરસામાં અંબિકા પુલ પરથી બંનેએ સાથે કૂદી આત્મહત્યા કરી હતી.
તે બંનેએ લગભગ 60 ફૂટ ઊંચા પુલ પરથી કૂદકો માર્યો હતો અને તેને કારણે તે બંનેના મોત નિપજયા હતા, ઘટના સ્થળેથી પોલિસને સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને તેમાં લખ્યુ હતુ કે, અમે અમારી મરજીથી આપઘાત કરી રહ્યા છે અને મારી માતાને અમારાથી ઘણી પ્રોબ્લમ છે અને ખાસ કરીને મારાથી. અને તેણે તો મને એવુ કહ્યુ હતુ કે, જા મરી જા અને એટલે જ અમે આત્મહત્યા કરીએ છીએ.

ઘટનાની જાણ થતા પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ઘટનાને પગલે બંનેના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે, જયારે આ ઘટનાને લીધે ચકચાર પણ મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમીએ આ સુસાઇડ નોટ સોશિયલ મીડિયા પર પ્રેમિકાને ટેગ કરી અપલોડ પણ કરી હતી.