રેલવે સ્ટેશન પર દૂર ઉભા રહેલા લોકો સુધી પહોંચતો અવાજ એટલે કે ‘ યાત્રીગણ કૃપયા ધ્યાન દે….’ બધા લોકોએ આ અવાજ સાંભળી હશે. 2 દાયકા જેટલો સમય થઇ ગયો છતાં પર રેલવેના એનાઉસમેન્ટ દ્વારા તે તાજગીથી જ ટ્રેન સાથે જોડાયેલી માહિતી આપે છે. પરંતુ દુઃખની સાથે કહેવું પડે છે કે હવે આ અવાજ સાંભળવા નહીં મળે. આ અવાજ હતો સરળ ચૌધરીનો. ભલે તે રેલવે એનાઉસમેન્ટના પદ પર ના હોય. પરંતુ તેનો અવાજ આજ પણ કામ કરી રહ્યો હતો. સરલાએ 1982માં રેલવે એનાઉંસર તરીકેની જોબ પર દીહાડીથી કામ કરવાનું શરૂ કર્યું હતું.
પરંતુ હવે રેલવે એનાઉંસર તરીકે સરલા ચૌધરીની અવાજ અલવિદા થઇ ચુકી છે. હવે યાત્રિકોને દમદાર અવાજમાં ટ્રેનોની જાણકારી મળશે. આ આવાજ હશે હરીશ ભીમાણી. જે આમ જનતાના દિલ સુધી પહોંચશે.આ એજ હરીશ જેનો અવાજ ‘મેં સમય હું… સાંભળવા માટે લોકો કલાકો પહેલા ટીવીની સામે બેસી જતા હતા. હરીશ લોકપ્રિય ટીવી સિરિયલમાં શામેલ મહાભારતમાં અવાજ દઈને ઘણો લોકપ્રિય થયો હતો.

ભારતીય રેલવેના સ્ટેશનો પર ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ(ટીએમએસ)ને અપગ્રેડ કરવામાં આવી રહી છે. જેમાં સ્ટેશન પરિસરમાં અતિ આધુનિક ઘોષણા ઉપકરણ અને ડિસ્પ્લે બોર્ડ લાગવામાં આવી રહ્યો છે. નવી સિસ્ટમ લગાડવાની જવાબદારી બેંગ્લોરની એક સંસ્થાને આપવામાં આવી છે.
ગોરખપુરમાં સિસ્ટમ લગાડી રહેલ સંસ્થાના સુપરવાઈઝર ઇમરાનના જણાવ્યા અનુસાર, મહાભારત ફેમ હરીશ ભીમાણીનો અવાજ રેકોર્ડ કરી લીધો છે. પ્રથમ ચરણમાં ભારતીય રેવેન મોટા-મોટા સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે,. નાના સ્ટેશન પર જૂનો અવાજ જ સાંભળવા મળશે. બીજા ચરણમાં નાના સ્ટેશનને પર નવી સિસ્ટમ સાથે જોડી દેવામાં આવશે. હાલ તો, પૂર્વ રેલવેના ગોરખપુર, લખનૌમાં આ સિસ્ટમ કાર્યરત થશે. વારાણસીમાં પ્રક્રિયા ચાલી રહી છે. આ સિવાય આગરા, મથુરા, જયપુર અને જોધપુર સ્ટેશન પર હરીશ ભીમાણીનો અવાજ સાંભળવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે, સરલા ચૌધરીને 1986માં આ પદ આપવામાં આવ્યું હતું. તે સમયે સરલા ચૌધરીને ઘણી મહેનત કરવી પડી હતી. આ દરમિયાન કોમ્પ્યુટર ના હોવાને કારણે તેને દરેક સ્ટેશન પર પહોંચીને ઘોષણા કરવી પડતી હતી. ત્યારે તેને એક એનાઉસમેન્ટ રેકોર્ડ કરવા માટે 3 થી 4 દિવસનો સમય લાગતો હતો. ઘણી અલગ-અલગ ભાષાઓમાં આ રેકોર્ડ કરવો પડતું હતું. બાદમાં રેલવેમાં ઘણા બદલાવ આવ્યા. આ એનાઉસમેન્ટની જવાબદારી ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમને આપવામાં આવી.

એક વેબસાઈટ મુજબ, સરલા ચૌધરીએ લગભગ 17 વર્ષ પહેલા રેલવેની આ જોબ છોડી દીધી હતી. સરલાએ ઓએચઈ વિભાગમાં કરિયાણું અધિક્ષકની જોબ સ્વીકારી લીધી હતી. ત્યારે તેની અવાજને સ્ટેન્ડબાય માટે સેવ કરી લીધી હતી. માટે આજે પણ સ્ટેશન પર હોઈએ ત્યારે આ અવાજ સાંભળવા મળતો હતો.