ખબર

ખાણીપીણીના રસિકો એવા સુરતીલાલાઓ માટે સુરતમાં યોજાશે નવલું નજરાણું, સતત એક મહિના સુધી ચાલશે દુનિયાના સૌથી લાંબા “ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટિવલ”

15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી સુરતમાં યોજાશે વિશ્વનો સૌથી લાંબો “ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટિવલ”, જુઓ શું હશે આ ફેસ્ટિવલમાં ખાસ

આપણે ત્યાં એક કહેવત ખુબ જ ફેમસ છે, “સુરતનું જમણ અને કાશીનું મરણ”. સુરતમાં ખાણીપીણીના શોખિનો તમને ગલીએ ગલીએ મળી જશે અને એટલે જ સુરતને સ્વાદની નગરી પણ ક્હેવામાં આવે છે. સુરતમાં દુનિયાભરની ખાણીપીણીની વસ્તુઓ લાજવાબ ટેસ્ટ સાથે ઉપલબ્ધ હોય છે, ત્યારે હવે સુરતીલાલાઓના સ્વાદના ચટકારામાં વધારો કરવા માટે એક ખુબ જ મોટું આયોજન પણ થઇ રહ્યું છે.

સુરતમાં પહેલી વાર દુનિયાના સૌથી લાંબા “ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટિવલ”નું આયોજન કરવામાં આવ્યું છે.  15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં મ્યુઝીક, ડાન્સ અને ફુડની મજા સુરત જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના લોકો માણશે. સિંગર લકી અલી, આંતરરાષ્ટ્રીય કલાકાર કિંગ અને લાઈવ કોન્સર્ટ સહિત રોજ અલગ થીમ પર સુરતીઓ વિશ્વ પ્રખ્યાત ડીજેના તાલ પર જુમી ઉઠશે.

વડોદરા શહેરમાં મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ “ધ ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટીવલ” સુરતમાં આવી રહ્યો છે . એક મહિના સુધી ચાલનારા આ ફેસ્ટિવલ સેલિબ્રિટી આર્ટીસ્ટ, ડેરડેવિલ એક્ટ, લાઇવ બેન્ડ અને રોજ નવા નવા ખ્યાતનામ ડિજે 30 દિવસ સુધી લોકોનું મનોરંજન કરશે. આયોજક અનુગ્રહ ઇવેન્ટ એલએલપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતના ઉધના મગદલ્લા રોડ ખાતે
આવેલ જોલી પાર્ટી પ્લોટના બે લાખ સ્કેવર ફીટ ઇવેન્ટ એરીયામાં ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

પાર્ટી પ્લોટના કોર્નર પર એક ભવ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાના કોન્સર્ટ સમાન સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે જેની સજાવટ અને લાઇટિંગ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના તૈયાર કરવામાં આવી છે. વેન્યૂ
પર અનેક આકર્ષણ પણ તૈયાર કરવામાં આવશે જેમાં એલઇડી ટનલ, 3D ફોટો બુથ અને ફૂડ ઝોન પણ લોકોનું કેન્દ્ર બનશે. આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આયોજિત આ કાર્નિવલમાં જાણીતા સિંગર લકી અલી, વિશ્વ પ્રખ્યાત કિંગ પોતાની આગવી અદાથી લોકોને ઝુમાવશે.

તેમજ રોજ અલગ અલગ જાણીતા ડીજે દ્વારા અલગ અલગ ઇન્ડો વેસ્ટર્ન થીમ પર લોકોને થીરકાવશે. એક મહિનામાં દોઢ લાખ લોકો આ ઇવેન્ટમાં પાર્ટ લેશે તેવી અમારી ધારણા છે. વડોદરામાં આયોજિત ટેસ્ટ ઓફ બરોડાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. વડોદરાના લોકોએ જે પ્રેમ આ ફેસ્ટિવલને આપ્યો છે સુરતના ફેસ્ટિવલ પ્રેમી લોકો ટેસ્ટ ઓફ
સુરતને એનાથી વધારે પ્રેમ આપશે એવો અમને વિશ્વાસ છે.