જ્યોતિષ શાસ્ત્ર

સૂર્ય એ બદલ્યું પોતાનું સ્થાન, પ્રવેશ કરી દીધો છે આ રાશિમાં, જાણો શું થશે અસર?

સૂર્યદેવ નવગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યદેવની પૂજા અર્ચના કરી લોકો સુખી સંપન્ન રહેતા હોય છે. સૂર્યની ઉપાસના કરવાથી શારીરિક તેજ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. બધીજ 12 રાશિઓમાં માત્ર 1 જ રાશિને સૂર્યનું સ્વામિત્વ પ્રાપ્ત છે. સૂર્યદેવે 20 June ના દિવસે પોતાનું સ્થાન બદલ્યું છે. સૂર્ય કન્યા રાશિમાંથી પોતાનું સ્થાન બદલી અને તુલા રાશિમાં પ્રવેશ્યો છે. 17 July એટલે કે 1 મહિના સુધી સૂર્ય આ રાશિમાં રહેશે.

Image Source

સૂર્યનું તુલા રાશિમાં પ્રવેશતાની સાથે જ બધી જ રાશિઓમાં તેનો પ્રભાવ પડવાનો છે. ચાલો જાણીએ સૂર્ય તુલા રાશિમાં પ્રવેશતા રાશિઓ ઉપર પ્રભાવ પડશે.

Image Source

મેષ રાશિ:
સૂર્યના આ ભ્રમણના કારણે તમારા સાંસારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારા પરિવારની સ્થિતિ પણ આ સમયગાળા દરમિયાન સારી નહીં રહે. પોતાના ભાઈ-બહેનો સાથે પણ આ સમયગાળા દરમિયાન મતભેદ થવાની પણ સંભાવના રહેલી છે. સૂર્યના આ ભ્રમણના કારણે તમારા સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો બની શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ પોતાના ભાગીદાર અને બીજા લોકો સાથે પણ મતભેદ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. આ સમય દરમિયાન ખોટી સંગતથી દૂર રહેવું.

Image Source

વૃષભ રાશિ:
સૂર્યના આ પરિભ્રમણના કારણે આ રાશિને લાભ થવાની સંભાવના રહેલી છે. આ સમય દરમિયાન તમારે તમારા લક્ષ પ્રત્યે કેન્દ્રિત થવાની જરૂર છે તો તમને ધાર્યું પરિણામ મળી શકશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ગાળો ઉચિત રહેશે. તમને પોતાની મહેનતનું ફળ મળી શકે છે. જીવનમાં જો પરિવારીક સંપત્તિને લઈને કોઈક વિવાદ હોય તો આ સમય દરમિયાન ઉકેલાઈ શકે છે.

Image Source

મિથુન રાશિ:
આ સમય નોકરી સાથે જોડાયેલા લોકો માટે સારો સમય છે. તેમને તેમના કામની પ્રસંશા સાથે પ્રમોશન થવાની પણ સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓ માટે આ સમય યોગ્ય નથી. આ સમય દરમિયાન તેમનું મન ચંચળ રહેશે અને ભણવામાં ધ્યાન નહિ રહે. જે લોકોના લગ્ન નથી થઇ રહ્યા તેમને જીવનસાથી મળવાનો યોગ છે.

Image Source

કર્ક રાશિ:
આ રાશિ માટે આ સમયગાળા દરમિયાન થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારી માતાની તબિયત ખરાબ રહી શકે છે જેના કારણે તમે માનસિક તણાવમાં રહેશો, પોતાના જીવનસાથી સાથે પણ મતભેદ થઇ શકે છે જેના કારણે તમારા નોકરી-ધંધામાં પણ અસર પડશે. વિદ્યાર્થીઓએ સફળતા માટે વધુ મહેનત કરવી પડશે.

Image Source

સિંહ રાશિ:
આ સમય દરમિયાન આ રાશિના લોકો પોતાના શરીરને ઉર્જાવાન અનુભવશે. પોતાના કામકાજમાં નવી રચનાત્મકતા પણ લાવી શકશે. પોતાની તાર્કિક બુદ્ધિથી લોકોને પોતાના તરફ આકર્ષિત પણ કરી શકશે. સૂર્યના આ ભ્રમણના કારણે કેટલીક નાના પ્રવાસો પણ કરી શકવા પડે છે જેનાથી તબિયત ખરાબ થવાનો પણ સંભવ રહેશે. આ સમય દરમિયાન આળસને પોતાના ઉપર હાવી ના થવા દો.

Image Source

કન્યા રાશિ:
સૂર્યના આ પરિભ્રમણના કારણે આ રાશિના જાતકોની વાણીમાં કર્કશતા આવી શકે છે. તમારા વાત કરવાના કારણે તમારી નજીક રહેલા કેટલાક લોકોને તમે દૂર પણ કરી શકો છો. નાની નાની વાતના કારણે પરિવારના સભ્યો ઉપર પણ ક્રોધિત થઇ શકો છો માટે આ સમય દરમિયાન જેમ તેમ વાત કરવાની ઓછી રાખો. આ સમય દરમિયાન તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. તમારી આંખોને લગતી બીમારી થવાની પણ સંભાવના રહેલી છે.

Image Source

તુલા રાશિ:
સૂર્યનો આ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પણ ચિડ઼ચિડ઼ા પણુ અને ગુસ્સો આવી શકે છે. પોતાના આવા સ્વભાવ થવાના કારણે પરિવારના સભ્યો સાથે જ મતભેદ થઈ શકે છે જે ના કારણે આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ પોતાની જાત ઉપર કાબુ રાખવાની જરૂર છે. બહારના ખાન-પાનથી બચવું નહીતો રોગોને આમંત્રિત કરી શકો છો.

Image Source

વૃશ્ચિક રાશિ:
સૂર્યના પરિભ્રમણના કારણે આ રાશિના જાતકોને પોતાના સલાહકારોની વાત ના માનવી પડી શકે છે ભારે. ઘરની બહાર વધારે સાચવવાની જરૂર છે. આ સમય દરમિયાન તમે માનસિક તાણથી હેરાન થશો. કોઈપણ કામ કરતા પૂર્વે પોતાની છબી ખરાબ ના થાય તેની ખાસ કાળજી રાખવી.

Image Source

ધન રાશિ:
આ રાશિ માટે આ સમયગાળો ખુબ જ સારો રહેલો છે. આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થઇ શકે છે સિનયરનો પણ તમને સારો સાથે મળી શકે છે. પિતા સાથેના સંબંધો પણ સારા થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારા પરિવારના સભ્યોને પણ તમે ધાર્મિકયાત્રા કરાવી શકશો.

Image Source

મકર રાશિ:
જો તમે સરકારી નોકરી કરતા હશો તો આ સમય દરમિયાન તમારું પ્રમોશન થવાની સંભાવના છે. કોઈની સાથે આ સમય દરમિયાન મતભેદ પણ થઇ શકે છે જેના કારણે તમારે બોલવામાં થોડું સાચવવાની જરૂર પડી શકે છે. તમારા વ્યવહારના કારણે તમારા નજીકના લોકો તમારાથી દૂર પણ થઇ શકે છે.

Image Source

કુંભ રાશિ:
સૂર્યના આ પરિભ્રમણના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે. તમારા પિતા સાથે પણ મતભેદ થવાની સંભાવના રહેલી છે. તમારી આર્થિક સ્થિતિ પણ આ સમય દરમિયાન બગડી શકે છે. આ સમય દરમિયાન તમારે એક સારા મિત્રની જરૂર પડી શકે છે તેમજ તમારા પાર્ટનરની વાતને સારી રીતે સમજવાની જરૂર છે.

Image Source

મીન રાશિ:
આ રાશિના જાતકો સૂર્યના પરિભ્રમણ થવાના કારણે પોતાના લક્ષથી ભટકી શકે છે અને પોતાના લક્ષને મેળવવા માટી ઘણી મહેનત પણ કરવી પડી શકે છે. આ સમય દરમિયાન તમારે ધૈર્યથી કામ કરવાની જરૂર છે. તેલવાળું અને મસાલેદાર ખાવાનું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.