જ્યોતિષ શાસ્ત્ર

આર્થિક તંગીથી થઇ રહ્યા છો પરેશાન, તો હનુમાનજીની મૂર્તિની સામે કરો માત્ર આ ઉપાય, થશે ધનલાભ

આસ્થા હોય તો જ આ ઉપાય કરજો, 100% ફાયદો થશે

જે વ્યક્તિના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય તેઓ પોતાના તરફથી દરેક સંભવ કોશિશ કરે છે કે તેના જીવનમાં ધનની તકલીફ જલ્દીથી જલ્દી દૂર થઇ શકે, એ દિવસરાત મહેનત કરે છે જેનાથી એ ઘણા બધા પૈસા કમાઈ શકે, પરંતુ ઘણીવાર જોવામાં આવ્યું છે કે વ્યક્તિના લાખ કોશિશ કરવા છતાં તેને ધન કમાવામાં સફળતા પ્રાપ્ત થતી નથી. આટલી મહેનત કર્યા પછી પણ વ્યક્તિએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધા પાછળનું મુખ્ય કારણ વાસ્તુદોષ હોઈ શકે છે. ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ઘરમાં વાસ્તુદોષ હોવાના કારણે તમને તમારી મહેનતનું ઉચિત ફળ નથી મળતું. જો તમે પણ ઘરનો વાસ્તુદોષ દૂર કરવા માટે ઉપાય કરો તો તમે આ સમસ્યાઓથી ખહોબા જ આસાનીથી છુટકારો મેળવી શકો છો.

આજે એવા ઉપાયો વિશે જાણકારી મેળવીએ કે જેને કરવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થશે અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો, ધન સાથે જોડાયેલી બધી જ પરેશાનીઓ દૂર થશે.

જો તમે પોતાના ઘરમાં ભગવાન વાસ્તુ, ધનકુબેર અને માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખો છો, અને તેની નિયમિત પૂજા કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહિ કરવો પડે.

તમે તમારા ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે તસ્વીર લગાવો. આ મૂર્તિ કે તસ્વીરને દક્ષિણ પશ્ચિમમાં લગાવો અને તેની નિયમિત રૂપથી રોજ પૂજા કરો. જો તમે આ ઉપાય કરો છો તો ધન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી તમને તરત જ છુટકારો મળી જશે.

જો તમને તમારા જીવનમાં દેવાનો સામનો કરવો પડી રહ્યો છે અને લાખ પ્રયત્નો પછી પણ તમે આ દેવાથી છુટકારો નથી મેળવી શક્યા તો તમે કીડીઓને ખાંડ કે લોટ નાખો. આમ કરવાથી તમને દેવાથી છુટકારો મળી જશે અને તમારું જીવન ખુશહાલ બની જશે.

તમે અઢીસો ગ્રામ કાળા તલ અને સવા કિલો અડદની દાળ ભેગી કરીને લોટ પીસાવી લો અને દર મંગળવારે આ લોટથી એક દીવો બનાવો અને એમાં સરસવનું તેલ નાખીને આ દીવો પ્રગટાવો. તમારે આ દીવો ઘરના મંદિરમાં હનુમાનજીની સામે કે પછી કોઈ પણ હનુમાનજી મંદિરમાં જઈને પ્રગટાવી શકો છો. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દર મંગળવારે દીવાની સંખ્યા વધારતી રહેવાની છે. અને આ તમારે 11 મંગળવાર સુધી કરવાનું રહેશે. આમ કરવાથી તમને આર્થિક સંકટોથી છુટકારો મળી જશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો તમે માટીના ઘડામાં પાણી ભરીને તેને ઉત્તર દિશામાં મૂકી દો. આ ઉપાય કરવાથી તમારા ઘરનું વસ્તુ ઠીક રહેશે અને આવકના સ્ત્રોત પણ વધશે. આ ઉપાય કરવાથી તમારા ઘરના બધા જ સભ્યોની પ્રગતિ થશે અને પૈસા સાથે જોડાયેલી બાબતોનો અંત આવશે.

Image Source

મંગળવારના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનની ક્રિયા પૂર્ણ કાર્ય બાદ સ્વચ્છ કપડાં પહેરીને વૃક્ષનું એક પાંદડું તોડી તેને સ્વચ્છ પાણીથી સાફ કરી હનુમાન દાદાની મૂર્તિ સામે રાખી દેવીઉ થોડીવાર પછી એ પાનમાં કેસરથી જય શ્રી રામ લખી દેવું. આ પાનને પાકીટમાં રાખવાથી તમને ધનની અછત રહેતી નથી, તમારા પાકીટમાં ક્યારેય ધનની ખોટ પણ આવતી નથી. આ પાન જયારે સુકાઈ જાય ત્યારે તેને નદીમાં પ્રવાહિત કરી આજ પ્રકારે બીજું પાન બનાવી અને પોતાના પાકીટમાં રાખી લેવું.

Image Source

મંગળવારના દિવસે સાંજના સમયે કોઈ એવા મંદિરે જવું જ્યાં હનુમાનજી અને ભગવાન શ્રી રામની પ્રતિમા હોય. મંદિરમાં જઈને શુદ્ધ ઘીના દિવા કરવા ત્યારબાદ પ્રભુ શ્રી રામની પ્રતિમા સામે બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરવો તેમજ હનુમાનજીની પ્રતિમા સામે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જેનાથી ભગવાન શ્રી રામ અને હનુમાન દાદાની કૃપા તમારા ઉપર બનેલી રહેશે.