જ્યોતિષ શાસ્ત્ર

જાણો મૃત્યુ બાદ પણ કેટલા દિવસ સુધી ભટકે છે આત્મા ઘરની આસપાસ? કોણ જોઈ શકે છે તેને?

ઘણા લોકોને આત્મામાં વિશ્વાસ નથી હોતો તો ઘણા લોકોને તેમનો સાક્ષાત્કાર પણ થયો હોય છે. જો તમે માનો છો કે ઈશ્વર આ ધરતી ઉપર છે તો આત્માઓ પણ છે જ. બસ એ તો જેને સાક્ષાત્કાર થયો હોય એ લોકો જ આ વાત જાણતા હોય છે.

Image Source

આજે આપણે વાત કરીએ કે મૃત્યુના કેટલા દિવસ સુધી મૃત વ્યક્તિની આત્મા ઘરની આસપાસ ભટકતી હોય છે. આપણે ત્યાં મૃત્યુ બાદ કેટલાક રિવાજ કરવામાં આવે છે અને એ રિવાજ બાદ આત્મા પણ ઘરની આસપાસથી વિદાય લેતી હોય છે.

Image Source

મૃત્યુ એ ખુબ જ દુઃખદ પ્રંસંગ છે, ઘરમાં અને આસપાસમાં શોકનું વાતાવરણ જામી જાય છે, જન્મ પ્રસંગે જયારે ખુશીનો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મૃત્યુ બાદ દુઃખ અને શોક કેટલાય દિવસો સુધી ઘરમાં ચાલ્યા કરે છે ત્યારે આ શોકના પ્રસંગમાં પણ મૃત વ્યક્તિની હાજરી આત્મા સ્વરૂપે ઘરમાં રહેલી જ હોય છે.

Image Source

મૃત્યુના 12 દિવસ સુધી આત્મા ઘરની આસપાસ રહે છે. આપણે ત્યાં શોકસભા ઉપરાંત બારમું અને તેરમું પણ મૃત વ્યક્તિના શોકમાં મનાવવામાં આવે છે બારમાંનો વિધિ પૂર્ણ થયા બાદ મૃત વ્યક્તિનું પિંડદાન કરવામાં આવે છે અને આ પિંડદાન બાદ આત્મા ઘરેથી વિદાય લે છે. ત્યારબાદ મૃતવયક્તિની યાદમાં સાગા સંબંધીઓ સાથે ભોજન પણ લેવામાં આવતું હોય છે.

Image Source

જયારે આત્મા ઘરની આસપાસ 12 દિવસ સુધી મંડરાયા કરે છે ત્યારે કોઈ મનુષ્ય તેને જોઈ શકતો નથી પરંતુ કેટલાક પ્રાણીઓ તેને જોઈ શકે છે. પ્રાણીઓ પાસે વી દિવ્ય દૃષ્ટિ રહેલી હોય છે જેના આધારે તે મૃત વ્યક્તિની આત્માને જોઈ શકે છે. આ વાત તમે પણ ક્યારેક નોંધી હશે.

Image Source

તમારા ઘરમાં રહેલા પાલતુ પશુઓ અથવા તો પાલતુ કુતરા અને તમારા ફળીયા તેમજ શેરીમાં રહેલા કુતરાઓ આ આત્માને જોઈ શકે છે અને તે ઘણા સંકેતો દ્વારા તમને પણ સમજાશે. ગરુડ પુરાણમાં આ વાતનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં મૃત્યુ બાદના ઘણા ઉલ્લેખો તમને જોવા મળી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.