નિક સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકાએ આ અભિનેતા સાથે નવી ફિલ્મમાં KISS વાળા દ્રશ્યો આપ્યા, જુઓ વિડીયો

0

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની મોસ્ટ એવેઈટેડ અપકમિંગ ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું આ ટ્રેલર લોકોને પણ બહુજ પસંદ આવ્યું છે.

આ ટ્રેલરની શરૂઆત જ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની લવ સ્ટોરીથી થાય છે. હસવું, કોમેડી અને રોમાન્સની વચ્ચે આ બન્નનેના સંબંધમાં દુરી આવે છે. જયારે પ્રિયંકા અને ફરહાનની પુત્રી આયશા એટલે કે, જાયરા વસીમને ફેફસાનું દર્દ હોય છે. આ ફિલ્મ સત્ય હકીકત પર આધારિત છે.આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન સિવાય જાયરા વાસીમ અને રોહિત લીડ રોલમાં છે.

એક્ટ્રેસ જાયરા વસીમ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’ના ટ્રેલરમાં ખુદને પ્રિયંકા અને ફરહાનની જિંદગીની વિલન બતાવી રહી છે. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ ટ્રેલર રિલીઝ થયાના એક દિવસ પહેલા જ જાણકારી આપી હતી. તો પ્રિયંકા ચોપરાએ તેના ફિલ્મનું પોસ્ટર શેર કરી લખ્યું હતું કે, ‘આ ક્રેઝી પરિવારને લઈને આવી રહી છું.

જણાવી દઈએ કે, ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મમાં એક ટીનએજ યુવતી ગંભીર બીમારીથી પીડાતી હોય છે. જેના માતા-પિતાની કહાનીને બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા બાળકીની માતા અદિતિ અને ફરહાન અખ્તર બાળકીના પિતા નિખિલના રોલમાં નજરે ચડશે. આ ફિલ્મને સોનાલી બોસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ આ વર્ષ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થશે. જયારે આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયમ ટોરેન્ટો ફેસ્ટિવલમાં 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

તો ફરહાન અખ્તરે પણ તેના અને પ્રિયંકાના કિસિંગ સિનનો પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ટ્રેલર રિલીઝની જાણકારી આપી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.