માણસના શરીર ઉપર એવી ઘણી નિશાનીઓ હોય છે જેના કારણે આપણું ભાગ્ય નક્કી થતું હોય છે શાસ્ત્રોમાં પણ આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યોતિષોનું પણ માનવું છે કે શરીર ઉપર રહેલા કેટલાક નિશાનો તમારા ભાગ્યની નિશાની હોય છે.

આવું જ એક નિશાન એટલે કે આપણા શરીર ઉપર રહેલો તલ. અને આ તલ દરેક વ્યક્તિના શરીર ઉપર ક્યાંકને ક્યાંક તો હોય છે જ. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળશે જેના શરીર ઉપર તલ નહીં હોય. તલનો સંબંધ પણ ભાગ્ય સાથે જોડાયેલો છે. આજે અમે તમને તમારા શરીર ઉપર રહેલા એ તલનું રહસ્ય જણાવવા જઈ રહ્યાં છીએ.

શરીર ઉપર જુદા જુદા ભાગમાં તલ હોય છે. આ તલ શરીરમાં કયા ભાગ ઉપર છે તેના દ્વારા આપણું ભાગ્ય નક્કી થતું હોય છે વળી તેના દ્વારા આપણા સ્વભાવ વિશે પણ જાણી શકાય છે.

ગાલ ઉપર રહેલો તલ:
આપણા ભારતમાં છોકરા કે છોકરી જયારે સારા તૈયાર થાય કે બહાર જવા માટે નીકળે ત્યારે ઘરે મમ્મી કે દાદીમા ચહેરાની આસપાસ કાળું ટપકું કરતા હોય છે જેના કારણે નજર ના લાગે અને કોઈની ખોટી નજરથી પણ બચી શકાય ગાલ ઉપર રહેલો તલ આજ કામ કરે છે તમને ખોટી નજરથી બચાવે છે. જો તમારા ગાલની જમણી બાજુ તલ હોય તો તે શુભ માનવામાં આવે છે અને ડાબી બાજુનો તલ તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે.

કપાળ ઉપરનો તલ:
કપાળની ડાબી તરફ રહેલો તલ તમારા જીવનમાં તકલીફો અને મુશ્કેલીઓ હોવાનો સંકેત આપે છે. જયારે જમણી તરફ રહેલો તલ સુખ અને સમૃદ્ધિ લઇ આવે છે.

બંને ભ્રમરની વચ્ચે રહેલો તલ:
આંખો ઉપર રહેલા બંને ભ્રમર એટલે કે જે જગ્યાએ તિલક લગાવવામાં આવે છે એ જગ્યાએ જો તમને તલ છે તો તમે ખુબ જ ભાગ્યશાળી છો. આ તલના કારણે તમારું દામ્પત્ય જીવન ખુશહાલ બની રહેશે તેમજ તમારા જીવનમાં ધનની ખોટ પણ ક્યારેય નહીં પડે.

હોઠ ઉપર રહેલો તલ:
હોઠ ઉપર તલ હોવો એ કામૂકતાની નિશાની છે. હોઠ ઉપર તલવાળા લોકો લોભી અને શીખીન હોય છે. જો સ્ત્રીના હોઠ ઉપર તલ હોય તો આવી સ્ત્રીઓ ચાહકો વધુ હોય છે. આવા લોકો ચાલાક હોય છે જે પોતાની વાણીથી લોકોને આકર્ષિત કરીને છેતરવાની ક્ષમતા ધરાવે છે.

નાક ઉપર તલ:
નાક ઉપર તલ હોવો એ ગુસ્સાવાળા સ્વભાવની નિશાની છે. આવા તલ વળી વ્યક્તિઓને ઓછી મહેનતે મોટો ફાયદો થાય છે. જો કોઈ સ્ત્રીને નાક ઉપર તલ છે તો તે ખુબ જ ભાગ્યશાળી ગણાય છે. નાકની ડાબી તરફ રહેલા તલ વાળી સ્ત્રીઓને હંમેશા એકાંત અને શાંતિ ગમે છે.

દાઢી ઉપર રહેલો તલ:
દાઢી ઉપર તલ હોવો એ ધનવાન હોવાની નિશાની છે. આવી સ્ત્રીઓને ક્યારેય પૈસાની અછત સતાવતી નથી. દાઢી ઉપર તલવાળા લોકો કોઈને મળવાનું ખાસ પસંદ નથી કરતા તેઓ એકલા જ રહેવામાં માને છે.
સાથળ ઉપર રહેલો તલ:
સાથળ ઉપર રહેલો તલ શુભ માનવામાં આવે છે. જે મહિલાને સાથળ ઉપર તલ રહેલો છે તે વાતો કરવામાં ખુબ જ ચાલાક હોય છે તે પોતાની વાક્છટાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે.

નાભિ અને પેટ ઉપર રહેલો તલ:
નાભિની આસપાસ રહેલો તલ સુખી હોવાની નિશાની છે. જો સ્ત્રીને નાભિની આસપાસ તલ હોય તો તેના ધનવાન હોવાની નિશાની છે. નાભિની આસપાસ રહેલા તલ વાળા પુરોષો પણ ખુબ જ મહેનતી હોય છે. પરંતુ જો તમારા પેટ એટલે કે નાભિની ઉપર તલ હોય તો તેને શુભ માનવામાં નથી આવતો.
પીઠ ઉપર રહેલો તલ:
તમારી પીઠ ઉપર રહેલો તલ તમારા મોજશોખને દર્શાવે છે. આવા વ્યક્તિઓ જે રીતે કમાય છે એટલો જ ખર્ચ પણ કરી જાણે છે તમને જીવનમાં પૈસાની ક્યારેય અછત રહેતી નથી. પીઠ ઉપર તલ વાળી સ્ત્રીઓ ખુબ જ કામુક હોય છે.

હથેળી અને આંગળીઓનો તલ:
જો તમારી હથેળીમાં તલ રહેલો છે તો તમે ભાગ્યશાળી છો. તમને ધનની ક્યારેય અછત નહીં રહે. તમારી ટચલી આંગળી ઉપર તલ છે તો તમને સારા સંતાનની પ્રાપ્તિ સાથે ધનનો લાભ થાવનો પણ સંકેત આપે છે.

સમુદ્રશાસ્ત્રમાં શરીરના બીજા અંગો ઉપર પણ રહેલા તલ વિશે વાત કરવામાં આવી છે. શરીરના કોઈપણ ભાગ ઉપર રહેલા તલ સાથે તમારું ભાગ્ય અને સ્વભાવ જોડાયેલો હોય છે.