મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ રીવ્યુ: ‘વોર’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર વાંચો તેના રિવ્યૂ

બિગ સ્ટાર્સ, બિગ બજેટ, બિગ મ્યુઝિક ડિરેક્ટર્સને સાથે રાખીને એવરેજ ફિલ્મ કેમ બનાવવી એ યશરાજ પ્રોડક્શન્સ પાસેથી શીખવા જેવું છે!

હેલો ધેર, તમે જોઈ રહ્યા છો ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ!

૭ દેશ, ૧૫ શહેર, ૪ એક્શન ડિરેક્ટર અને ૩ ભાષામાં શૂટ કરવામાં આવેલી ‘વૉર’ યશરાજ પ્રોડક્શન્સની બીજી મોંઘી ફિલ્મ છે. ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’માં જબરદસ્ત પછડાટ ખાઈ લીધા બાદ તેઓ આ વખતે સ્ટોરી અને સ્ટારડમ બાબતે કોઈ રિસ્ક લેવા નહોતા માંગતા એટલે બનાવી, રિતિક અને ટાઇગર સાથે વોર! બટ પ્રેક્ટિકલી, બે મોટા સ્ટાર્સને એક સ્ક્રીન પર લાવીને તેમનો ઈગો અને સ્ક્રીનટાઇમ મેઇનટેઇન કરવાના ચક્કરમાં સ્ટોરી પીટાઈ જ જાય છે!

 

View this post on Instagram

 

#TeamTiger, let’s do this! #WAR Advance Bookings open on 27th September! @hrithikroshan @_vaanikapoor_ @itssiddharthanand #HrithikvsTiger @yrf

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

ઇન્ડિયન ઇન્ટલિજન્સ એજન્સીમાં કામ કરતો કબીર એકેએ રિતીક રોશન એક દિવસ અચાનક પોતાની જ એજન્સીના સીનિયર એનેલિસ્ટનું ખૂન કરી નાંખે છે. ડિફેન્સ મિનિસ્ટરથી માંડીને એજન્સીના તમામ વડાઓ રિતીકને પકડવા માટે એના હાથ નીચે તૈયાર થયેલા ખાલિદ રેહમાની એટલે કે ટાઇગર શ્રોફને આખું મિશન સોંપે છે.

સ્ટોરી રાઇટર આદિત્ય ચોપરા અને સિદ્ધાર્થ આનંદે મોટાભાગની ફિલ્મ ફ્લેશબેકમાં પૂરી કરી છે. જેથી ફિલ્મના પોસ્ટરની ટેગલાઇનમાં ’રિતીક વર્સિસ ટાઇગર’ લખીને ઓડિયન્સની કોણીએ ગોળ ચોપડવામાં આવ્યો છે એવું લાગે છે. અલગ અલગ લોકેશન્સ પર શૂટ થયેલા દ્રશ્યો અને પાવર-પેક્ડ એક્શન સિક્વન્સિસ ફિલ્મની વાર્તાને ન્યાય નથી આપી શક્યા. ડાયલોગ રાઇટર અબ્બાસ ટાયરવાલાએ જે પ્રકારના ઉભડક સંવાદો લખ્યા છે, એ અત્યંત નિરાશાજનક છે.

 

View this post on Instagram

 

#WarTeluguPoster @hrithikroshan @tigerjackieshroff #HrithikvsTiger @itssiddharthanand @yrf

A post shared by VK (@_vaanikapoor_) on

નૈના એકેએ વાણી કપૂરના પાત્રને ફક્ત ગ્લેમર ડોલ તરીકે ઉપયોગમાં લેવાયું છે, જે ફક્ત સેકન્ડ હાફમાં દેખા દે છે. અને ફક્ત પાંચ જ મિનિટની અંદર રિતીક રોશનના પ્રેમમાં પડી જાય છે. લાઇક સીરિયસલી? વ્હોટ અ ક્રેપ! યશરાજ ફિલ્મ્સની બિગ બજેટ ફિલ્મોમાં સ્ત્રીઓને ભાગે એક દમદાર કેરેક્ટર ક્યારે આવશે એ પ્રશ્ન આદિત્ય ચોપરાને પૂછવા જેવો છે.

 

View this post on Instagram

 

Mood hai भयंकर ! #JaiJaiShivShankar Song out Tom

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

ફિલ્મની પોઝિટિવ કહી શકાય એવી વાત છે, વોરનું એક્શન અને ચેઝિંગ સિક્વન્સિસ! બાઇક, કાર, હેલિકોપ્ટરમાં એકબીજાને ચૂહા-બિલ્લીની જેમ પકડવા માંગતા ટાઇગર અને રિતીકના દ્રશ્યો દર્શકને જકડી રાખે છે. ફિલ્મની શરૂઆતથી જ ક્લોઝ-એન્ગલ કેમેરા ફ્રેમ્સ અને કોઈ પ્રકારના બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગરના ફાઇટિંગના દ્રશ્યો ફિલ્મને નવીનતા બક્ષે છે. વોર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ આજથી પાંચ વર્ષ પહેલા રિતીક રોશન સાથે મળીને બેંગ બેંગ ફિલ્મ આપી ચૂક્યા છે, જે તદ્દન ફ્લોપ નીવડી હતી. બીજી બાજુ, રિતીકે ‘ધૂમ 2’ કર્યાના બાર વર્ષ પછી ફરી એક વખત યશરાજ સાથે હાથ મિલાવ્યા છે. નવા નવા દેશો અને એમના નયનરમ્ય લોકેશન્સની સાથોસાથ રિતીક-ટાઇગરનું સિક્સ-પેક એબ હંક બોડી જોવાની ઇચ્છા હોય તો એકાદ વખત વોર જોઈ કાઢવી! પણ… પોતાના જોખમે!

I’m going with 2.5 out of 5 stars for WAR.
આવનારી તમામ લેટેસ્ટ ફિલ્મોના રીવ્યુ જોવા માટે અમારી ચેનલ Known Sense Club કિલ્ક કરી સબસ્ક્રાઇબ કરો
નીચે જુઓ વિડિઓમાં સંપૂર્ણ માહિતી :

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.