મનોરંજન મૂવી રીવ્યુ

‘સૈરા-નરસિંહા રેડ્ડી’ ફિલ્મ જોતાં પહેલાં આ રીવ્યુ જરૂર વાંચજો…

દેશભક્તિ, સેન્સિબિલિટી, ઇમોશ્નાલિટીનું લાજવાબ કોમ્બિનેશન જોવા માટે ‘સૈરા-નરસિંમ્હા રેડ્ડી’ ઇઝ અ મસ્ટ વોચ!

હે ધેર, તમે જોઈ રહ્યા છો ‘ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ’

૨૭૦ કરોડમાં બનેલી હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ સૈરા-નરસિંહા રેડ્ડી ૧૯મી સદીમાં દક્ષિણ ભારતમાં થઈ ગયેલા એક બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીની બાયોપિક છે, જેમનો દરજ્જો એ સમયે રાજા સરીખો હતો અને એમની પ્રજા નરસિંહા રેડ્ડીના એક આદેશ પર પોતાની જાન રેડવા તૈયાર થઈ જતી હતી! વ્હોટ અ વંડરફુલ ફિલ્મ, આઇ મસ્ટ સે! મેગાસ્ટાર ચિરંજીવી, તમન્ના ભાટિયા, રવિ કિશન, સુદીપ જેવા જાણીતા કલાકારો અને બિગ-બી અમિતાભ બચ્ચન સહિતની ભરચક કાસ્ટ વિશે રિમાર્કેબલ વાત એ છે કે દરેક પાત્રોનું એક વિશેષ મહત્વ છે. અને હા, અનુષ્કા શેટ્ટીએ પણ રાણી લક્ષ્મીબાઈના કિરદારમાં અફલાતુન ગેસ્ટ અપિરિયન્સ આપ્યું છે.

જનરલી સાઉથની મોટી સ્ટાર-કાસ્ટ સાથેની ફિલ્મોમાં મગજને ઘેર મૂકીને જ થિયેટરમાં પગ મૂકવાનો હોય એવી આપણે ત્યાં માન્યતા છે. પરંતુ બાહુબલિ બાદ સાઉથ ઇન્ડિયન ફિલ્મોએ ફરી એક વખત સાબિત કર્યુ છે કે ડિરેક્ટર પાસે પોતાની ફિલ્મ પાછળ વધુ સમય ખર્ચવાની ધીરજ હોય તો… એવરીથિંગ ઇઝ પોસિબલ! રાઇટર્સ પારૂચુરી બ્રધર્સ અને ડિરેક્ટર સુરેન્દર રેડ્ડીએ સૈરાના એક્શન સિક્વન્સિસને જબરદસ્ત ટ્રીટમેન્ટ આપી છે. અમિત ત્રિવેદીના મ્યુઝિકને હિન્દીમાં ડબ કરતી વખતે થોડી ઘણી ગરબડ થઈ છે, આમ છતાં કર્ણપ્રિય છે.

 

View this post on Instagram

 

#Show Time #Boss Rampage starts #Dear box office your Vintage Husband is back #Get ready for massive Openings

A post shared by Konidela SivaSankaraVaraPrasad (@megastar_chiranjeevi) on

સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં મોટેભાગે સંસ્કૃત મંત્રોને મ્યુઝિકલ બનાવીને પેશ કરવામાં આવે છે, જે આખી ફિલ્મને એક અલગ જ ઊંચાઈ પર લઈ જવાનું કામ કરે છે. સૈરામાં વજ્રસત્વ મંત્ર અને રૂદ્રાષ્ટકમની રૂચાઓને એટલી અદભુત રીતે દર્શાવવામાં આવ્યા છે કે રૂંવાડા ઉભા થઈ જાય.

પાવર-પેક્ડ ક્લાયમેક્સના ૧૫ મિનિટના યુદ્ધના દ્રશ્યો માટે ૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જાણીને કદાચ આશ્ચર્ય થશે કે સૈરાના એક મેસ્સિવ સોંગ ‘જથરા’માં ૪૫૦૦ ડાન્સર્સે એકીસાથે પર્ફોર્મ કર્યુ છે! પદ્મભૂષણ ચિરંજીવીએ નરસિંહા રેડ્ડીના ટાઇટલ રોલ માટે કેટલી ફી લીધી હશે, અનુમાન કરો! ૪૦ કરોડ.

 

View this post on Instagram

 

#SyeRaaTrailer2 – The Battle Field, out at 10:30 AM Tomorrow. 🔥🔥 #SyeRaaNarasimhaReddy ! #SyeRaa #SyeRaaOnOct2nd

A post shared by Konidela SivaSankaraVaraPrasad (@megastar_chiranjeevi) on

અમિતાભનું તમિલ ડેબ્યુ નોંધનીય છે, પરંતુ ચિરંજીવી, સુદીપ, રવિ કિશન અને તમન્ના ભાટિયાની હાજરીમાં તેમના પાત્ર સાથે થોડો અન્યાય થયો છે. બાયોપિકનો એક સર્વસામાન્ય નિયમ છે. એના મેકિંગને બને એટલુ ક્રિસ્પ રાખવું પડે, નહીંતર એક જ વ્યક્તિની જીવનગાથા સતત ત્રણ કલાક સુધી જોતા રહેવામાં પ્રેક્ષકોને તકલીફ પડે. સૈરામાં લંબાણ છે, ફિલ્મ બેશક સ્ટ્રેચ થઈ છે, બાહુબલિની નકલ લાગી શકે, VFX નબળું છે, પરંતુ ફિલ્મની એસ્થેટિક્સ બ્યુટી એટલી અદભુત છે કે, you might have tears in your eyes before leaving the theatre.

So, I’m going with 3 out of 5 stars for SYERAA-Narsimha Reddy.
આવનારી તમામ લેટેસ્ટ ફિલ્મોના રીવ્યુ જોવા માટે અમારી ચેનલ Known Sense Club કિલ્ક કરી સબસ્ક્રાઇબ કરો
નીચે જુઓ વિડિઓમાં સંપૂર્ણ માહિતી :

નીચે ‘સૈરા-નરસિંહા રેડ્ડી’ ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.