ફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ

ફિલ્મ રીવ્યુ: ‘પતિ, પત્ની ઔર વો’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર આ રીવ્યુ જરૂર વાંચજો…

ઉત્તરપ્રદેશના કાનપુરમાં રહેતો અભિનવ ત્યાગી એકેએ કાર્તિક આર્યન પીડબ્લ્યુડીની પરીક્ષામાં ટોપ કર્યા પછી વ્યવસ્થિત નોકરી પર ચડીને રંગેચંગે પરણી જાય છે. વેદિકા ત્રિપાઠી એટલે કે ભૂમિ પેડણેકર સાથે શરૂ-શરૂમાં તેને બધું સારું લાગે છે, પરંતુ લગ્નજીવનના ત્રણેક વર્ષ પછી તેને પોતાના રોજબરોજના એકને એક રૂટિનથી કંટાળો આવવા માંડે છે. ત્યાં તેના જીવનમાં પ્રવેશે છે, તપસ્યા સિંઘ એકેએ અનન્યા પાંડે! અને ત્યારબાદ પતિ, પત્ની ઔર વોનો ખેલ શરૂ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

અનન્યા પાંડેની ડેબ્યુ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 વખતે મેં કહ્યું હતું કે શી ઇઝ અ ફ્યુચર સ્ટાર! તે બોલિવૂડની નવી આલિયા ભટ્ટ સાબિત થવાની છે. એન્ડ હીઅર ઇટ ઇઝ! પોતાની ચુલબુલી, નટખટ અદાઓ થકી તેણે ઓડિયન્સને ઘાયલ કરવાનું કામ કર્યુ છે. તપસ્યા સિંઘના કિરદારમાં તેણે ખાસ કશું કરવું નથી પડ્યું, કારણકે તે પોતાના વાસ્તવિક જીવનને રીફ્લેક્ટ કરતી હોય એવી જ એક્ટિંગ કરી જાણે છે. એકાદ-બે દ્રશ્યોમાં તેનું પાત્ર મિકેનિકલ થઈ ગયું હોય એવું લાગ્યા રાખે છે. શી હેઝ બાઉન્ડ હર સેલ્ફ ઇન ઇટ! એ સિવાય શી ઇઝ જસ્ટ ફેબ!

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

ભૂમિ પેડણેકર કરિયરની શરૂઆતથી જ રિસ્ક લેવાનું શીખી ગઈ છે. દમ લગા કે હૈશાની ચબી-હેલ્ધી હિરોઇન, સાંઢ કી આંખની દાદી, બાલાની શ્યામવર્ણી ફ્રેન્ડ અને હવે એક હાઉસ-વાઇફ! હીરોઇન પાસે ગ્લેમરની સાથોસાથ અભિનયની કળા હોય તો તેને કોઇ ટાઇપ-કાસ્ટ નથી કરી શકતું એ વાત તેણે સાબિત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi✨ (@bhumipednekar) on

કાર્તિક આર્યન કા કહેના હી ક્યા! ઇનોસન્ટ, ક્યુટ અને ઘર-ઘરમાં છવાઈ જાય એવો ચહેરો તેને ગોડ-ગિફ્ટમાં મળ્યો છે. તેના અભિનયમાં જે કન્વિન્સિંગ પાવર છે, તે લાજવાબ છે. મધ્યમવર્ગીય હીરોની ઇમેજ ઉભી કરવી હોય કે પછી સક્સેસફુલ કોર્પોરેટ પર્સનની, કાર્તિક કેન ડુ એવરીધિંગ! પ્લસ, તેનામાં સ્ક્રિપ્ટ પસંદ કરવાની સેન્સ અદભુત હોવાને લીધે હાલ તે બોલિવૂડ પર છવાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

લીડ કેરેક્ટર્સ સિવાય ચિંટુ ત્યાગીના દોસ્તનું પાત્ર ભજવતાં આયુષ્યમાન ખુરાનાના સગ્ગા ભાઈ અપરાશક્તિ ખુરાનાને ભૂલવા જેવો નથી. તેના લીધે ફિલ્મમાં સ્પાઇસીનેસ ઉમેરાઈ છે.

જૂના ગીતોના રીમિક્સ કરીને મૂકવાની તનિષ્ક બાગચીની પુરાણી આદત અહીં પણ દેખાઈ છે. એકાદ-બે ગીતો સિવાય બીજા એકેયમાં મજા નથી. મુદ્દસર અઝીઝે ડિરેક્ટર તરીકે પોતાના કલાકારો માટે કાનપુરીયા એક્સેન્ટ ઉપરાંત સેટ અને કોસ્ચ્યુમ્સનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. સાવ ઓછા બજેટની ફિલ્મ હોવા છતાં તે ગ્લેમરસ કેવી રીતે દેખાડવી એ તેમની પાસેથી શીખવા જેવું છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

ફર્સ્ટ હાફ પ્રમાણમાં થોડોક ધીરો લાગી શકે, પરંતુ અનન્યા, ભૂમિ, કાર્તિક અને અપરાશક્તિ ખુરાનાની ચંડાળ ચોકડી ઓડિયન્સને ભરપૂર મનોરંજન પૂરું પાડશે, એની હું ખાતરી આપું છું.

થ્રી સ્ટાર્સ ફોર પતિ, પત્ની ઔર વો.

આવનારી તમામ લેટેસ્ટ ફિલ્મોના રીવ્યુ જોવા માટે અમારી ચેનલ Known Sense Club કિલ્ક કરી સબસ્ક્રાઇબ કરો
નીચે જુઓ વિડિઓમાં સંપૂર્ણ માહિતી :

https://youtu.be/FMHEjisx4bA

નીચે પતિ, પત્ની ઔર વો. ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.