મનોરંજન મૂવી રીવ્યુ

“જોકર” ફિલ્મ જોવા જેવી છે કે નહિ ? વાંચો તેના રીવ્યુ…

ઓસ્કર નોમિનેટેડ ડાર્ક, ડીપ અને ડિપ્રેસિવ ‘જોકર’ને હીરો ગણવો કે વિલન?

હે ધેર, તમે જોઈ રહ્યા છો, ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ.

કોઈ ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર નીકળા હો અને મગજ કામ કરતું બંધ થઈ જાય એવી ફીલિંગ આવી છે ક્યારેય? વેલ… જોકર જોયા પછી મારી હાલત એવી જ કંઈક હતી. ડિરેક્ટર ટોડ ફિલિપ્સ પોતાના પ્રેક્ષકોને એવા ભાવવિશ્વમાં લઈ જાય છે, જ્યાં વ્યક્તિને વિલન માટે પણ સહાનુભૂતિ પેદા થાય. બેઝિકલી, ફિલ્મની વાર્તા ટ્રેલરમાં દેખાડી જ દીધી છે. એનાથી વિશેષ નવું કશું જ નથી. બટ જે વસ્તુ સૌથી વધારે મેટર કરે છે એ છે : એકલતા અને માનસિક બિમારીમાંથી જન્મ લેતું એક કેરેક્ટર!

આર્થર ફ્લેક એકેએ જોકીન ફિનિક્સ પોતાની જાતને આલા દરજ્જાનો સ્ટેન્ડ-અપ કોમેડિયન માને છે. માનસિક બિમારીઓ વચ્ચે ઘેરાયેલા આર્થર માટે કોમેડી સબ્જેક્ટિવ છે. નોર્મલ માણસ માટે જે નિખાલસ હાસ્ય કહેવાય, એ આર્થર માટે ત્રાસ છે. ધીરે ધીરે એ એક એવા સ્ટેજ પર પહોંચે છે, જ્યાં કોઈકનું ખૂન કરી નાંખવાની પ્રવૃત્તિ તેને આનંદ આપવા લાગે છે. હી બિકમ્સ અ કિલર!

 

View this post on Instagram

 

#JokerMovie – in theaters October 4. Watch the new trailer again at the link in bio.

A post shared by Joker Movie (@jokermovie) on

મરી ફ્રેન્કલિનના પાત્રમાં રોબર્ટ ડી નિરો અને જોકીન ફિનિક્સ વચ્ચેનો સંવાદ આખી ફિલ્મનો હાર્દ છે. માણસ જ્યારે પોતાની જાતને સતત એકલો હોવાનું મહેસૂસ કરતો હોય, તેને એવું લાગતું હોય કે એકપણ વ્યક્તિ તેની સાથે નથી, તેની પાસે નથી એ વખતે માણસનું મગજ કેવી રીતે કામ કરે? બે પ્રકારના વિલન્સ આપણે સિનેમામાં જોતા હોઈએ છીએ. એક, જેને ખ્યાલ છે કે પોતે કોઈકનું ખૂન કરીને ખરાબ કામ કરી રહ્યો છે. અને બીજો, જેના માટે આખી દુનિયા એલિયન છે. તેને એવું જ લાગે જાણે આ વર્લ્ડ તેને રહેવાલાયક નથી. આમાંથી નકામા માણસોનો સફાયો થવો જોઈએ. જોકર એવું જ પાત્ર છે, જેને ખરાબ કામ કર્યાનો અફસોસ નથી. But he likes to watch people dying! જોકર માટે એ નિજાનંદ છે!

 

View this post on Instagram

 

Now Playing. Get tickets at link in bio. #JokerMovie

A post shared by Joker Movie (@jokermovie) on

એક જ વાર્તાની અંદર બે-ત્રણ વાર્તાઓ એકીસાથે આકર લે છે. જોકરના ભૂતકાળથી માંડીને તેની હાલની મેન્ટલ કંડિશન, માતાની માનસિક બિમારી, ગર્લફ્રેન્ડનો કિસ્સો અને તેની પોતાની જોકર તરીકેની નોકરી! દરેક બાબતે તે પોતાની જાતને દુઃખી અનુભવે છે. ડી.સી.યુનિવર્સના બેટમેનમાં જોવા મળતું ગોથમ અને જોકરનું ગોથમ સિટી એકસરખું છે. લોકોમાં ભારોભાર અસંતોષ અને પીડા છે. તેઓ એકબીજાને મારી નાંખવા માટે તત્પર છે.

 

View this post on Instagram

 

The Joker. #joaquinphoenix

A post shared by Joaquin Phoenix (@_joaquinphoenix_) on

બેટમેનના જોકર હીથ લેજરની મૃત્યુ બાદ હોલિવૂડને ફરી એક વખત એવો જોકર મળ્યો છે, જે પોતાની ઓડિયન્સને એવું માનવા માટે મજબૂર કરી છે કે વિકૃતિનો પણ ઉત્સવ મનાવવો જોઈએ. જોકીન ફિનિક્સના પર્ફોમન્સમાં એ કન્વિન્સિંગ પાવર છે. વાર્તાનો ફ્લૉ જે રીતે આગળ વધે છે એ કદાચ અમુક પ્રકારની ફિલ્મો જોવા ટેવાયેલી ઓડિયન્સને બોરિંગ લાગે એ આ ફિલ્મનું નકારાત્મક પાસું ગણી શકાય. But it has depth! શરૂઆતમાં જેના પર દયા ખાવાનું મન થાય અને ક્લાયમેક્સ વખતે એ જ જોકરને માણસ ધિક્કારે એવી એક્ટિંગ માટે જોકીનને સેલ્યુટ છે બોસ!

I’m going with 3.5 out of 5 stars for Joker.
આવનારી તમામ લેટેસ્ટ ફિલ્મોના રીવ્યુ જોવા માટે અમારી ચેનલ Known Sense Club કિલ્ક કરી સબસ્ક્રાઇબ કરો
નીચે જુઓ વિડિઓમાં સંપૂર્ણ માહિતી :

નીચે જોકર ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.