આ છે અસલી ટાર્જન, જે છેલ્લા 41 વર્ષોથી જંગલમાં રહેતો હતો, સ્ત્રી શું છે તેની પણ આ વ્યક્તિને ખબર નહોતી, જુઓ તસવીરો

ટાર્જન ઘણા લોકોનું એક ગમતું પાત્ર છે. ટાર્જન ફિલ્મ અને સિરીઝ પણ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી, બોલીવુડમાં પણ ટાર્જન ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી હતી. ટાર્જનના આ પાત્રને જોઈને આપણા મનમાં ઘણા પ્રશ્નો આવ્યા હતા. પરંતુ હકીકતમાં શું કોઈ ટાર્જન જેવું વ્યક્તિ હોઈ શકે ખરું ?

પરંતુ હાલ આવો જ એક ટાર્જન જેવો વ્યક્તિ મળી આવ્યો છે, જે છેલ્લા 41 વર્ષોથી જંગલની અંદર રહેતો હતો અને ખાસ વાત તો એ છે કે તેને બહારની દુનિયા કેવી હોય છે તેની કોઈ ખબર જ નહોતી અને આ વ્યક્તિને સ્ત્રીઓન અસ્તિત્વ વિશે પણ કોઈ ખબર નહોતી.

આ વ્યક્તિનું નામ હો વન જણાવવામાં આવી રહ્યું છે. તેની ઉંમર 49 વર્ષ છે. તેને 8 વર્ષ પહેલા જ જંગલ બહારની દુનિયા જોઈ છે. તેના પહેલા તે જંગલમાં જ રહેતો હતો. તેને જંગલની અંદર પોતાની જિંદગીના 41 વર્ષો વિતાવી દીધા હતા. એટલા વર્ષોમાં તેને પોતાના ભાઈ અને પિતાને જ જોયા હતા. આ દરમિયાન તે એ પણ ખબર નહોતી કે પુરુષો ઉપરાંત મહિલાઓ પણ આ ધરતી ઉપર છે.

હો વન છેલ્લા 8 વર્ષથી પોતાના પિતાની સાથે એક ગામની અંદર રહે છે. ગામમાં રહીને તે ત્યાંની રહેણી કરણી શીખવાનો પ્રયત્ન કરી થયો છે. આ ગામમાં આવતા પહેલા તે ફક્ત જંગલોમાં રહ્યો છે. 1972માં વિયતનામ યુદ્ધ દરમિયાન તેમનો પરિવાર ઘર છોડવા ઉપર મજબુર બની ગયો હતો. ઘર છોડીને તેનો પરિવાર જંગલમાં જઈને છુપાઈ ગયો હતો. યુદ્વ દરમિયાન હવાઈ હુમલામાં તેની માતાનું મૃત્યુ થઇ ગયું. જેના બાદ તે પોતાના પિતા સાથે જંગલોમાં જ રહેવા લાગ્યો.

જંગલોમાં રહેવાની સાથે તેને પોતાનો મોટાભાગનો સમય પોતાના પિતા સાથે જ વિતાવ્યો. તેને પોતાના પિતાને જ જોયા હતા. પરંતુ તેમના સિવાય તેને ફક્ત જાનવરોને જ જોયા હતા. જેના કારણે તેને માણસ શું હોય છે તેની પણ ખબર નહોતી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેના પરિવારને એક ગામ વસાવ્યું છે જેના કારણે તે લોકોની વચ્ચે રહેવાનું શીખી શકે. ગામમાં આવીને તેને પહેલીવાર કોઈ મહિલાને જોઈ.  જયારે તેને પૂછવામાં આવ્યું કે મહિલાઓ શું હોય છે ત્યારે તેને જણાવ્યું કે તેના પિતાએ તેને આ વિશે કઈ નથી જણાવ્યું.

Niraj Patel