ખબર

નવું વર્ષ 2020 માં ખિસ્સું ખાલી કરવા તૈયાર થઇ જાઓ, આ 5 નિયમો બદલાઈ ગયા છે

આજે 1 જાન્યુઆરીને લઈને મોટાભાગના લોકો ઉત્સાહિત છે, ઠેર ઠેર પાર્ટીઓમાં લોકોએ આખી રાત મઝા કરી છે, પરંતુ જયારે આજે સવારે જે લોકોએ ટીવી ચાલુ કરીને સમાચાર જોયા હશે કે સમાચાર પાત્રોમાં ખબરો વાંચી હશે તેમને પોતાની ખુશીનો રંગ ક્યાંકને ક્યાંક ઉતરેલો પણ જોવા મળ્યો હશે.

Image Source

કારણ કે આજથી જ કેટલીક એવી જીવન ઉપયોગી વસ્તુઓના ભાવ વધ્યા છે જેના કારણે સામાન્ય માણસને પણ મૂંઝવણમાં મુકાઈ જવાનું થયું છે. ચાલો તમને જણાવી દઈએ કે કઈ કઈ વસ્તુઓમાં ભાવ વધારાથી તમને હવે તકલીફ પહોંચવાની છે.

Image Source

રેલવેનું ભાડું:
આજે સવારથી જ એક સમાચાર ચર્ચામાં રહેલા છે અને તે છે રેલવેનું ભાડું, હા, આ સમાચાર એકદમ સાચા છે, રેલવે દ્વારા પ્રતિ કિલોમીટર 1 પૈસાથી લઈને 4 પૈસા સુધીનો ભાવ વધારો કર્યો છે, સામાન્ય લાગતો એક પૈસો પણ નિયમિત રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ખુબ જ વધારે છે, તે સૌને આજે સમજાયું છે.

Image Source

LPG ગેસ સિલેન્ડર:
આજથી જ સબસીડી વગરના ગેસ સિલેન્ડર ઉપર પણ ભારે ભાવ વધારો થયેલો જોવા મળ્યો છે, ગેસ સિલિન્ડરમાં પ્રતિ સિલેન્ડર 19 થી લઈને 21.50 રૂપિયા સુધીની કિંમત વધી છે. ઘણાને મનમાં એમ પણ થશે કે આપણે તો સબસીડી વાળા જ ગેસે સિલેન્ડર વાપરીએ છીએ ત્યારે એક વાત તમને જણાવી દઈએ કે મોટાભાગના રેસ્ટોરન્ટ અને હોટેલમાં આજ સિલેન્ડરનો વધુ વપરાશ થતો હોય છે જેના કારણે તે લોકો પણ પોતાની પ્રોડક્ટ્સમાં ભાવ વધારો કરી શકે છે, અને તેની સીધી અસર પછી સામાન્ય માણસના ખિસ્સા ઉપર જ પાડવાની છે.

Image Source

વીમા પ્રીમિયમ:
આઇઆરડીએ દ્વારા વીમા કંપ્નીઓન આદેશ આપવામાં આવ્યો છે કે લિક્ડ અને નોન લિક્ડ વીમા પોલિસીઓમાં બદલાવ કરવામાં આવે, વીમા કંપનીઓ આ આદેશને 1 ફેબ્રુઆરીથી અમલમાં મુકશે જેના કારણે તમારે વધારે પ્રીમિયમ ભરવા માટે પણ તૈયાર રહેવું પડશે, અને સામે ગેરેન્ટેડ રિટર્ન પણ ઓછું થવાની શક્યતા રહેલી છે.

Image Source

આ સિવાય પણ બિસ્કિટ, નમકીન, કેક, સાબુ પણ હવે મોંઘા થવાના છે, ટીવીના ભાવ પણ 15 થી લઈને 17 ટકા સુધી વધી શકે છે. 5 સ્ટાર એસી અને ફ્રીજની કિંમતમાં પણ 6 હજાર સુધીનો વધારો થવાની શક્યતા છે અને આ બધું એનર્જી લેવાલિંગનો નિયમ લાગુ થવાના કારણે મોંઘુ થશે. આ નિયમ આજથી જ લાગુ પણ કરી દેવામાં આવ્યો છે જેના કારણે 5 સ્ટાર એસી અને ફ્રીજ બનાવતી કંપનીઓએ ઠંડક માટે ફોમની જગ્યાએ વેક્યુમ પેનલનો વપરાશ કરવો પડશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.