ખેલ જગત જીવનશૈલી

વિરાટ કોહલીએ પહેરેલી આ ઘડિયાળની કિંમત જાણીને ચોંકી ઉઠશો, આટલામાં તો આપણે આલીશાન ફ્લેટ ખરીદી શકીએ

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીના વૈભવી જીવનથી તો આપણે સૌ પરિચિતિ છીએ જ. વિરાટ માત્ર મેદાનમાં જ નહિ પોતાના અસલ જીવનનો પણ મોટો ખેલાડી છે.

Image Source

વિરાટની રમતના કારણે તેના લાખો ચાહકો છે તો અનુષ્કા સાથે લગ્ન કર્યા બાદ વિરાટના જીવનમાં જાણે એક નવી જ રોનક આવી ગઈ છે. હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ વિરાટ તેની પત્ની સાથે મુંબઈ એરપોર્ટ ઉપર જોવા મળ્યો.

Image Source

આમ તો વિરાટ દુનિયાના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે પરંતુ તેનું જીવન પણ એટલું જ શોખીન છે. વિરાટ જ્યાં પણ જાય ત્યાં તેના ચાહકો તેને ઘેરી લેતા હોય છે. મીડિયા પણ વિરાટની પળેપળની ઘટનાઓને પોતાના કેમેરામાં કેદ કરવાનું નથી ચૂકતી.

Image Source

મુંબઈ એરપોર્ટ ઉપર વિરાટ અનુષ્કા સાથે જેવો બહાર આવ્યો ત્યારે તરત એને પોતાની ઘડિયાળમાં સમય જોયો અને આ સમય જોવાની ઘટના વિરાટનો વૈભવી સમય બતાવી ગયું. વિરાટે જે ઘડિયાળમાં સમય હોયો તેના ફોટા પણ કેમેરામાં કેદ થઇ ગયા. સૌ કોઈ વિરાટે પહેરેલી એ ઘડિયાળના વખાણ કરવા લાગી ગયા.

Image Source

વિરાટે પહેરીલી એ ઘડિયાળ કોઈ મામૂલી ઘડિયાળ નહોતી. તે ખુબ જ આકર્ષક હતી જેના કારણે તેના વિશે જાણવાની સૌને ઈચ્છા હતી. વિરાટે જે ઘડિયાળ પહેરી છે તે ઘડિયાળની કિંમત 70 લાખ રૂપિયા છે. સાંભળીને જ ચક્કર આવવા લાગે, આપણે તો એમ પણ વિચારીએ કે આટલી કિંમતમાં તો આપણે આલીશાન ફ્લેટ પણ ખરીદી શકીએ.

image source

પણ તમને જણાવી દઈએ કે વિરાટ પાસે માત્ર આવી એક જ ઘડિયાળ નથી. તેની પાસે તો આવી ઘડિયાળનું મોટું કલેક્શન છે.  તેની ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતા પણ વધુ ફીચર્સ વાળી છે. તેમાં સોનુ, ડાયમંડ અને નીલમ પણ લાગેલા છે જેના કારણે એ ઘડિયાળ વધુ આકર્ષક બને છે.

Image Source

વિરાટ કપડાં,ઘડિયાળ, બુટ-ચપ્પલનો ઘણો જ શોખીન છે. આ બધી વસ્તુઓ તે મોટી બ્રાન્ડની ખરીદે છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે વિરાટ જે પાણી પીવે છે તેની એક લીટરની કિંમત પણ 600 રૂપિયા છે. હવે વિચારો વિરાટ દિવસમાં કેટલા રૂપિયાનું પાણી જ પીતો હશે. તેના એક મહિનાના પાણીના ખર્ચમાં જ આપણે વિદેશ યાત્રા પણ કરી શકીએ.