આજે સુંદર અને સ્વસ્થ રહેવા માટે લોકો કેટ કેટલા કીમિયા કરે છે. આજે વધતી જતી સૌન્દર્ય પ્રસાધનોની માંગ એ વાતની સાબિતી આપે છે. કોઈ પણ વ્યક્તિ વહેલું ઘરડું થવા નથી ઇચ્છતું. તેમાં પણ સ્ત્રીઓ ખાસ. સ્ત્રીઓની ઈચ્છા લાંબા સમય સુધી સુંદર દેખાઈ રહેવાની છે. 40-50 વર્ષના કોઈ પુરુષને અને એટલી જ ઉંમરની કોઈ સ્ત્રીને સરખાવશો તો સમજાઈ જશે.

સ્ત્રી પોતાના શરીરની સૌથી વધુ કાળજી રાખત હોય છે. ઘણીવાર કોઈ પ્રસંગમાં કે બહાર ગામ જવાનું હોય ત્યારે તૈયાર થવામાં સૌથી વધુ મોડું એક સ્ત્રી જ કરતી હોય છે. સ્ત્રી નાહવામા પણ વધુ સમય લગાવે છે કારણ કે તે હંમેશા સુંદર દેખાવવા માંગે છે. પોતાની સુંદરતાને લઈને કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી થતી.

પરંતુ આ દુનિયામાં એક એવી પણ જગ્યા છે જ્યાંની સ્ત્રીઓ દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓ છે અને તેઓ સુંદર રહેવા માટે કોઈપણ પ્રકારના પ્રસાધનો નથી વાપરતી. તેમની સુંદરતાનું રહસ્ય તેમની રહેણી કરણીમાં જ છુપાયેલું છે. વળી એટલું જ નહિ આ સ્ત્રીઓ સદાય જુવાન રહે છે. એમને ઘડપણ 80-90 વર્ષ પછી આવે છે. 65 વર્ષ સુધી તો આ સ્ત્રીઓ બાળકોને જન્મ પણ આપી શકે છે અને આ સ્ત્રીઓનું આયુષ્ય 150 વર્ષ સુધીનું છે. ઓછામાં ઓછું તો આ સ્ત્રીઓ 110-120 વર્ષ સુધી તો જીવે જ છે.

માનવામાં ના આવે એવી વાત લાગે છે ને આ? પણ આ હકીકત છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં જ આ જગ્યા આવેલી છે. જે એક સમયે ભારતનો હિસ્સો હતો. પરંતુ ભાગલા બાદ આ જગ્યા પાકિસ્તાનને સોંપી દેવામાં આવી હતી. આ જગ્યા હિમાલયમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આવેલી છે. આ જગ્યાને હુંજા ઘાટી તરીકે ઓળખવામાં આવે છે જે ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં વસેલી છે. આ લોકોને હુંજા પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે.

ઘાટી ઉપર રહેતી આ પ્રજાતિ હંમેશા સ્વસ્થ રહે છે. તેમનું ઔસતમ જીવન 120 વર્ષનું હોય છે. આ પ્રજાતિની કુલ આબાદી 87 હજારની છે. આ પ્રજાતિની મહિલાઓ 70-80 વર્ષે પણ 30-40 વર્ષની ઉંમર જેટલી જ લાગે છે. પુરુષો પણ એજ રીતના સૌંદર્યવાન અને શૌષ્ઠવ હોય છે. તેમનું શરીર પણ એટલું જ કસાયેલું અને મજબૂત હોય છે.

તેમના સ્વસ્થ રહેવા પાછળ કોઈ ચમત્કાર નથી તમેની જીવનશૈલી છે. હુંજા પ્રજાતિના લોકો જમવાનું અને શરીરની ખુબ જ કાળજી રાખે છે. તેમના ખાન-પાન અને વ્યવહારો સામાન્ય માણસ કરતા સાવ જુદા છે. આ પ્રજાતિના લોકો પોતાના દ્વારા જ પકવેલું અનાજ, ફળ, શાકભાજી, સુકામેવા ખાય છે. વળી, તરસ લાગે ત્યારે પાણી પણ વહેતી નદીનું જ પીવે છે.

આ લોકો પોતાના દૈનિક કાર્યની ખુબ જ કાળજી રાખે છે. સવારે વહેલા ઉઠી જવું અને ખુબ જ ચાલવું તમેના આયુષ્યનું મૂળ રહસ્ય છે. આ લોકો એક ગામથી બીજા ગામ જવા કે એક સ્થળ ઉપરથી બીજા સ્થેળે જવા કોઈપણ પ્રકારના વાહન વ્યવહારનો ઉપયોગ નથી કરતા, પરંતુ ચાલી ને જ જાય છે. આ લોકો પ્રક્રતુની અનુસરી ને જ જીવે છે જેના કારણે આ પ્રજાતિના લોકો ક્યારેય બીમાર નથી પડતા. કોઈ કારણવશ જો કોઈ વ્યક્તિ બીમાર પડી ગયું તો તેની દવા પ્રાકૃતિક વસ્તુઓ દ્વારા જ કરવામાં આવે છે.

હુંજા પ્રજાતિના લોકો મુસ્લિમ ધર્મમાં જ માને છે. પરંતુ પાકિસ્તાનના મુસ્લિમો કરતા આ પ્રજાતિ સાવ જુદી છે. આ પ્રજાતિમાં શિક્ષાનું પ્રમાણ પણ ઘણું ઊંચું છે. આ લોકો સૂકા મેવા, બાજરી, જઉં, શાક-ભાજી ઉપરાંત સૌથી વધુ અખરોટનું સેવન કરે છે. તડકામાં સૂકવેલી અખરોટ કેન્સર સામે રક્ષણ આપે છે. જેના કારણે આ લોકો મોટી બીમારીઓથી પણ માઈલો દૂર રહે છે. આ પ્રજાતિના લોકો વધુ પ્રમાણમાં માંસાહાર પણ કરતા નથી, કોઈ પ્રસંગોપાત માંસ બનાવે છે પરંતુ ત્યારે પણ એક સીમિત માત્રામાં જ માંસનું સેવન કરે છે.

પોતાને સ્વસ્થ રાખવા માટે આ પ્રજાતિના લોકો વર્ષમાં 2-3 મહિના ખાવાનું ખાતા નથી. માત્ર પ્રાકૃતિક ફળોના જ્યુસ ઉપર જ નિર્ભર રહે છે.

હુંજા ઘાટીની પ્રજાતિ એલેક્ઝેન્ડર ધ ગ્રેટના વંશજો હોવાનું માનવામાં આવે છે. જે 4થી સદીમાં આ જગ્યા ઉપર આવ્યા હતા. આ લોકોના સ્વસ્થ જીવન પાછળનું રહસ્ય તેમનું ખુશનુમા વ્યક્તિત્વ પણ છે, આ પ્રજાતિના લોકો હમેશા ખુશ રહે છે. એમનો આ સ્વભાવ જ તેમને હંમેશા તંદુરસ્ત રાખે છે.

હુંજા પ્રજાતિની દુનિયાની પહેલી કેન્સર ફ્રી વસ્તીમાં ગણતરી થાય છે અત્યાર સુધી કોઈપણ હુંજા પ્રજાતિના લોકોને કેન્સર થયું નથી. વજ્ઞાનિકો અને ડોક્ટરોએ આ પ્રજાતિ ઉપર રિસર્ચ કરતા તેમના સ્વસ્થ જીવનના બધા જ રહસ્યો સામે આવ્યા.

આ પ્રજાતિ ઉપર ઘણા પુસ્તકો પણ લખાઈ ચુક્યા છે જેમાં “ધ હેલ્દી હુંજાજ” અને “ધ લાસ્ટ કિંગડમ ઓફ ધ હિમાલય” મહત્વના છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.