બોક્સ ઓફિસ ઉપર કમાણીના મામલામાં પણ અચ્છી અચ્છી ફિલ્મોને પછાડીને આગળ વધી રહી છે “ધ કાશ્મીર ફાઇલ્સ” જાણો માત્ર 5 દિવસનો આંકડો

ભારતમાં આજે એક જ ફિલ્મ તહેલકો મચાવી રહી છે અને તે છે “ધ કાશ્મીર ફાઇલ્સ”. આ ફિલ્મને દર્શકોનો એટલો પ્રતિસાદ મળી રહ્યો છે જે આજ પહેલા કોઈપણ ફિલ્મને કદાચ નહિ મળ્યો હોય અને એટલે જ બોક્સ ઓફિસ ઉપર કમાણીના મામલામાં પણ આ ફિલ્મ ઝડપથી આગળ વધતી જોવા મળી રહી છે.

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” બોક્સ ઓફિસ પર નોન-સ્ટોપ કમાણી કરી રહી છે. 11 માર્ચથી સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મને હાઉસફુલ શો મળી રહ્યા છે. 3.55 કરોડની શરૂઆત પછી, કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે બીજા દિવસથી ડબલ ડિજિટમાં કલેક્શન કરવાનું શરૂ કર્યું. હવે પાંચમા દિવસે ફિલ્મનું કલેક્શન 50 કરોડને પાર કરી ગયું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન શેર કર્યું છે. તેણે લખ્યું- ‘#TheKashmirFiles બોક્સ ઓફિસ પર સુનામી જેવું છે….ફેન્ટાસ્ટિક ટ્રેન્ડિંગ, ફૂટફોલ્સ, ઓક્યુપન્સી, નંબર્સ બધું જ વધી રહ્યું છે… બાકીના દિવસો કરતાં 5મો દિવસ વધુ…બ્લૉકબસ્ટર… શુક્રવાર 3.55 કરોડ, શનિવાર 8.50 કરોડ, રવિવાર 15.10 કરોડ, સોમવાર 15.05 કરોડ, મંગળવાર 18 કરોડ, કુલ – 60.20 કરોડ.

“ધ કાશ્મીર ફાઇલ્સ”નો આ આંકડો ખૂબ જ અદભૂત છે. આ નાના બજેટની ફિલ્મે પાંચ દિવસમાં એટલું સારું કલેક્શન કરીને સાબિત કર્યું કે એક સારી વાર્તા આજે પણ પસંદ કરવામાં આવે છે. ફિલ્મનું આટલું જબરદસ્ત કલેક્શન વીકએન્ડ સિવાય અઠવાડિયાના દિવસોમાં પણ ખુબ  જ આશ્ચર્યજનક છે.

તમને જણાવી દઈએ કે નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચારને ખૂબ જ સારી રીતે દર્શાવ્યા છે. ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં છે. પબ્લિકથી લઈને સેલેબ્સ સુધી “ધ કાશ્મીર ફાઈલ્સ”ની પ્રશંસા થઈ રહી છે.

આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ અગાઉ 561 સિનેમાઘરો, 113 વિદેશી સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. આ સંખ્યા અન્ય ફિલ્મો કરતા ઘણી ઓછી છે. પરંતુ ઓછી સ્ક્રીન હોવા છતાં, “ધ કાશ્મીર ફાઇલ્સે” રેકોર્ડબ્રેક કલેક્શન મેળવ્યું છે.

Niraj Patel