ધાર્મિક-દુનિયા

એક એવો દરવાજો જેને જે કોઈ પર કરી ગયું, એ સહશરીર પહોંચી જાય છે સ્વર્ગમાં, ભારતમાં જ આવેલું છે આ સ્થાન

આપણા દેશમાં કેટલીય એવી દિવ્ય જગ્યાઓ છે જેના ચમત્કારથી આજે પણ આ દુનિયા અને વૈજ્ઞાનિકો પણ અજાણ છે જેના રહસ્યો આજ સુધી ઉકેલી નથી શકાય, આજે અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવીશું જેના વિશે કહેવામાં આવે છે કે અહીંયા કયારેક દેવતાઓ વાસ કરતા હતા, એટલું જ નહિ આ જગ્યા ઉપર એક એવો દરવાજો પણ રહેલો છે કેન વિશે કહેવામાં આવે છે કે તેને પર કરી લેવા વાળી વ્યક્તિ સીધી સશરીર સ્વર્ગની અંદર ચાલી જાય છે, આ એક એવી ગુફા છે જેનું વર્ણન સ્કંદપુરાણના માનસખંડની અંદર પણ કરવામાં આવ્યું હતું. વેદ વ્યાસના અનુસાર અહીંયા દેવી-દેવતાઓ માટેનું આરામસ્થાન હતું, આ ગુફાની અડનાર દેવલોકના રહસ્યો અને રોમાંચથી ભરેલી સાત તળ વાળી એક અલગ જ દુનિયા આવેલી છે, અહીંયા સ્વર્ગના દરવાજાની પાસે જ દુનિયાના અંતનો સંકેત આપવા વાળો એક પાતળો પથ્થર પણ આવેલો છે, જેના વિશે કહેવામાં આવે છે કે તેની ઊંચાઈ તેની જાતે જ વધી રહી છે.

Image Source

સ્વર્ગનો દરવાજો જે જે ગુફાની અંદર છે ત્યાંના પ્રવેશદ્વારા ઉપર પથરાળી છતના નીચે આવવાના કેટલાક અનુમાનો પણ જોઈ શકાય છે, ભગવાન નરસિંહના પંજા અને જબડાની પ્રતિકૃતિ આ ગુફાની બહાર ઉભરતી પણ જોવા મળે છે, આ ભગવાન નરસિંહ અને હિરણ્યકશ્યપની કથાનું વર્ણન કરે છે. અહીંયા રહેલી ગુફાની દીવાલો ઉપર હિન્દૂ પૌરાણિક કથાઓની વાર્તાઓ જોવા મળે છે.

આ ઉપરાંત આ તમને અહીંયા એક એવી ચટ્ટાન જોવા મળેશે જે રસ્તાની વચ્ચે જ આવેલી છે, ભગવાન ગણેશ પોતાના માથા વગર આ જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંયા કમળામાંથી પાણી આવે છે અને આ પાણી મૂર્તિ ઉપર પડે છે જે ભગવાન શિવ દ્વારા ગણેશજીનું માથું કાપતા પહેલા અને હાથનું મસ્તક જોડતા પહેલાનું એક પ્રતીક માનવામાં આવે છે.

આ ઉપરાંત અહીંયા કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના ના પ્રસિદ્ધ તીર્થ કેન્દ્રોની મૂર્તિઓની પણ પ્રતિકૃતિઓ છે. એવું માનવામાં આવે છે કે આ ગુફાની યાત્રા કરવી એ ચારધામની યાત્રા કરવા બરાબર છે. આની આગળ કુતરાના મોઢા જેવા આકારમાં ભગવાન કાલભૈરવની ગુફા છે. એવું કહેવાય છે કે આ મોક્ષનો રસ્તો એટલે કે સ્વર્ગનો રસ્તો છે અને જો કોઈ આ ગુફાની અંદર પ્રવેશ કરીને તેના પૂંછડી સુધી પહોંચી ગયું તો તે મોક્ષ પ્રાપ્ત કરીને સશરીર સ્વર્ગમાં પહોંચી જાય છે.  પરંતુ અહીંયા આવેલા આ સ્વર્ગના દરવાજા સુધી પહોંચવું ખુબ જ મુશ્કેલ છે.

Image Source

કારણ કે સ્વર્ગનો દરવાજો કેટલીક ઊંચાઈ પાર આવેલો છે, અને આ દરવાજા સુધી પહોંચવા માટેના ચઢાણમાં કેટલીક લપસી જવાય તેવી જગ્યાઓ છે. તેના કારણે જ કોઈપણ આ જગ્યા સુધી પહોંચી શક્યું નથી. ત્યારબાદ દેવી ભુવનેશ્વરીની પણ મૂર્તિ અહીંયા જોઈ શકાય છે. જે લગભગ ત્રણ મીટર ઊંચી છે. તેમનો ચહેરો, શરીર અને તેમના હથિયારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

જો તમેં સ્વર્ગના દરવાજા તરફ ના જઈને ગુફામાં થોડા આગળની તરફ વધો છો તો અહીંયા 4 પ્રવેશદ્વાર મળે છે. જેના નામ રંદ્વાર, પાપદ્વાર, ધર્મદ્વાર અને મોક્ષદ્વાર છે. તમે રંદ્વાર અને પાપદ્વારની અંદર પ્રવેશ નહિ કરી શકો કારણ કે તે બંધ છે. ફક્ત ધર્મદ્વાર અને મોક્ષદ્વાર ખુલ્લા છે. એવું માનવામાં આવે છે કે પાપદ્વાર રાવણના મૃત્યુબાદ બંધ કરી દેવામાં આવ્યો હતો અને રંદ્વાર મહાભારતના યુદ્બ બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો.

Image Source

તેની આગળ એક બીજી ચટ્ટાન છે જે એક વુર્ક્સ આકારની છે. આ ચટ્ટાન કલ્પવુર્ક્સનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઈચ્છાપૂર્તિ માટે માનવામાં આવે છે. તેની આગ જ એક કમળરૂપી ચટ્ટાન છે જેની અંદરથી પાણી બહાર આવે છે, જે સફેદ રંગના પાણી જેવું છે અને તે દૂધનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાણીના ટીપા ભારંકપાલી ઉપર પડે છે જે બ્રમ્હાજીની ખોપડીનું પ્રતિનિધિત્વ કરે છે. એવું કહેવામાં આવે હહે કે પાણી પહેલા સફેદ રંગનું હતું જેમાં અમૃત ભેળવેલું રહેતું હતું , જે હંસને બ્રમ્હા દ્વારા અમૃતને પાણીમાંથી અલગ કરવા માટે નીમવામાં આવ્યો હતો તે લાલચી હતો અને તેને અમૃત પીવાનો પ્રયત્ન કર્યો હતો. જેને શ્રાપ આપીને એક પથ્થરના રૂપમાં બદલી દેવામાં આવ્યો હતો અને તેનું મોઢું ઉંધી દિશામાં થઇ ગયું, તેને આ પથ્થરની અંદર ખુબ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ચટ્ટાનનું માથું વાસ્તવમાં એક હંસ જેવું જ છે.

ગુફાની અંદરની દીવાલો ઉપર આખા બ્રમ્હાંડનું રૂપ દેખાય છે. આ સપ્તર્ષિ મંડળનું પ્રતિનિધિત્વ કરે છે. નાની ગુફાની દીવાલો પર આવેલા એક પથ્થર એક મોટી સંખ્યામાં હિન્દુઓના 33 કરોડ દેવી-દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પાંડવો દ્વારા રમવામાં આવેલી રમતો આ ગુફાઓના ખૂણામાં જોઈ શકાય છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવોએ ભગવાન શિવની જટાની નીચે ધ્યાન કર્યું, તેમેને આ ગુફાના એક ગુપ્ત માર્ગના માધ્યમથી બદ્રીનાથની પણ મુલાકાત લીધી, કારણ કે ભગવાન શિવની જટાના માધ્યમથી ગંગા નદીનો પ્રવાહ વહે છેમ જેના કારણે અહીંયા ભગવાન શિવની જતા ગંગા નદીનું પાણીને રોકવાનો પ્રયાસ કરવાનું પ્રતિનિધિત્વ કરે છે.

Image Source

તેની આગળ ચાર યુગનું અનુમાન કરતી છત્તું જોવા મળે છે, જેમાં સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, અને કળિયુગ માનવામાં આવે છે. આ ચટ્ટાન ઉપર કેટલીક ગુફાઓ પણ છે. જેના વિષે કહેવામાં આવે છે કે દરેક યુગ સાથી એક ગુફા જો જે જેતે યુગનું પ્રતિનિધિત્વ કરતી હોય તે તેની જાતે જ બંધ થઇ જાય છે. ત્યાં જ ઉભેલો એક ઉભો પથ્થર કળિયુગનું પ્રતિનિધિત્વ કરે છે. એવી માન્યતા છે કે આ પથ્થરની ઊંચાઈ ધીમે ધીમે વધી રહી છે. એવું પણ માનવામાં આવે છે કે આ પથ્થરે ગુફાની છતને સ્પર્શી લીધી તો દુનિયાનો અંત થઇ જશે.

આપણે જે ગુફાની વાત કરી રહ્યા છીએ તે ગુફા દેવભુમ્મી ઉત્તરાખંડના ગંગોલીહાટની માતા કાલિકાના સુપ્રસિદ્ધ હાટ કાલિકા મંદિરની પાસે આવેલી છે. સમુદ્ર તટથી 1350 મિત્ર ઊંચાઈ ઉપર આવેય આ પાતાળ ભુવનેશ્વર નામના સ્થા ઉપર પ્રકૃતિક ગુફામાં ધરતીથી 120 મીટર અંદર ઊંડાણના પાતાળમાં આસ્થાનું આ અલૌકિક સંસાર રહેલું છે. આ ગુફાની અંદર પાતાળમાં દેવલોકમાં આદિ શંકરાચાર્ય પણ આવ્યા હતા અને તેમને અહીંયા એક શિવલિંગનું પણ નિર્માણ કર્યું હતું.

ગુફાના તળ પાર પહોંચવા માટે એક સાંકડા રસ્તાથી 20 મીટર નીચા નમીને જવું પડે છે. ગુફાની અંદર ભગવાન ભુવનેશ્વર રૂપી શિવની સાથે જ વિભિન્ન દેવી-દેવતાઓ અને કામધેનુ જેવું મૂર્તિઓ અને આકૃતિઓ તથા જલકુંડ આવેલા છે.

સ્કંદપુરાણના માનસખંડની અનાર આ ગુફાનું વર્ણન છે જેને પહેલીવાર આ ગુફાની શોધ માનવ રાજા રિતુપૂર્ણાએ કરી હતી, જે સૂર્ય વંશમાં એક રાજા હતો અને અયોધ્યામાં સત્તારૂઢ હતો. રિતુપૂર્ણા પોતાના સમકક્ષનની સાથે રાજા નાલાની સાથે પાશાની એક રમત રમતો હતો. એવું કહેવાય છે કે રાજા નાલા તેની પત્ની રાણી દમયંતી સાથે આ રમત રમતા તેમાં હારી ગયો હતો, અને પત્નીથી હારવાના કારણે જેલ જવાથી બચવા માટે તેને રાજા રિતુપર્ણાને પોતાને છુપાવી લેવા માટે વિનંતી કરી હતી, રાજા રિતુપૂર્ણાએ તેને હિમાલયના જંગલોમાં લઇ ગયા અને તેને ત્યાં રાખી દીધો. જયારે રાજા રિતુપૂર્ણા પાછા જઈ રહ્યા હતા ત્યારે તમેને રસ્તામાં એક હરણ જોયું, જે જંગલમાં ભાગી ગયું અને રાજા તેનાથી મોહિત થઈને તેનો પીછો કરવા લાગી ગયા, જયારે હિરણ તેમને ના મળ્યું ત્યારે તેમને એક વૃક્ષની નીચે આરામ કરવાનું વિચાર્યું, તેમને એ હરણ સપનામાં દેખાયું અને કહ્યું કે રાજા તમે મારો પીછો ના કરો.

Image Source

અચાનક રાજા ઉઠી ગયા અને તેમને એક ગુફા જોઈ જ્યાં એક દ્વારપાળ ઉભો હતો, ગુફા વિશે તપાસ કાર્ય બાદ તેમને અંદર જવાની અનુમતિ મળી ગઈ, પ્રવેશદ્વાર ઉપર જ રાજા રિતુપૂર્ણાની શેષનાગ સાથે મુલાકાત થઇ, શેષનાગની અનુમતિથી જ ગુફાની અંદર જવા માટે તે રાજી થયા, રાજા શેષનાગના હૂડ ઉપર સવાર થઇ ગયા. તેમને આ જગાય ઉપર દેવતાઓના ચમત્કાર જોયા, તેમને બધા જ 33 કરોડ દેવતાઓ અને ભગવાન શિવ સ્વયં સહીત દેવીને જોયા, એવું કહેવામાં આવે છે કે ત્યારબાદ ગુફા લાંબા સમય સુધી બંધ રહી, સ્કન્દપુરાણની ભવિષ્યવાણી અનુસાર કળિયુગમાં તેની બીજીવાર શોધ થઇ, જેના બાદ અહીંયા નિયમિત રૂપથી પૂજા અને પ્રસાદ ચડાવવામાં આવે છે.