કોણ છે WWE સ્ટાર ધ ગ્રેટ ખલીની પત્ની? ખૂબસુરતીની છે મિસાલ,જુઓ તસવીરોથી નજર હટાવવી મુશ્કેલ

સુંદરતામાં બોલિવૂડની હીરોઈનોને પણ ટક્કર આપે છે ધ ગ્રેટ ખલીના પત્ની હરમિંદર કૌર,આ 5 રાઝ નહિ જાણતા હોવ, જુઓ તસવીરો

WWEમાં જનાર પહેલા ભારતીય રેસલર ‘ધ ગ્રેટ ખલી’ને તો કોણ નથી જાણતુ, WWEમાં તેણે ખૂબ જ સારુ પ્રદર્શન કરી દુનિયાભરમાં લોકપ્રિયતા હાંસિલ કરી હતી. ભારતનું વિશ્વ સ્તર પર નામ રોશન કર્યુ છે.

મેમોરી : વિદ્યા બાલન સાથે ગ્રેટ ખાલી

ખલીએ ગરીબીથી નીકળી પ્રોફેશનલ રેસલરની દુનિયામાં જીવન હાંસિલ કર્યુ છે. ખલીએ પહેલીવાર APWમાં જાયંટ સિંહના નામે રેસલિંગ કરી, જે બાદ તેણે WWEમાં પગ મૂક્યો અને તેનો સામનો અંડરટેકર જેવા દિગ્ગજ સુપસ્ટાર્સથી થયો.

તમને જણાવી દઇએ કે, ખલીએ હરમિંદર કૌર સાથે લગ્ન કર્યા છે, તેનો જન્મ 12 જાન્યુઆરી 1971ના રોજ દિલ્લીમાં થયો હતો. તે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. જેને તેમની ફિલ્મ “કોમ્બદી કલાઇ” માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ વર્ષ 2006માં આવી હતી.

હરમિંદર કૌરએ તેનો અભ્યાસ મેડ્રિડની યુનિવર્સિટી અલ્કાલાથી કર્યો છે. આ ઉપરાંત ખલી અને તેની એક દીકરી છે, જેનો જન્મ 26 જાન્યુઆરી 2014ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના હોસ્પિટલમાં થયો હતો.

તમને જણાવી દઇએ કે, હરમિંદર કૌર સોશિયલ મીડિયાથી દૂર રહે છે. તેમને સોશિયલ મીડિયા વિશે વધુ કોઇ જાણકારી પણ નથી. વાત ખલીની કરીએ તો, તે ગરીબ પરિવારમાંથી આવતા હોવાને કારણે તેઓ શિમલામાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા હતા.

પંજાબ પોલિસની તેમના પર નજર પડતા વર્ષ 1993માં ખલીએ પોલિસ ફોર્સ જોઇન કરી શિમલાથી જાલંધર ચાલ્યા ગયા. તે બાદ તેમણે જીમમાં ઘણી મહેનત કરી અને સારી એવી બોડી બનાવી લીધી.

હિમાચલ પ્રદેશના રહેવાસી ખલી માત્ર વિશાળ આકાર માટે જ લોકોની જિજ્ઞાસાનું કારણ બની રહે છે. WWEની રિંગથી દૂર રહેવા છત્તા તેમની ફેન ફોલોઇંગમાં કોઇ કમી નથી આવી. આજે પણ તેઓ લોકોના દિલમાં વસે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થોડા સમય પહેલા ખલીને WWE હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલુ જ નહિ, તેમણે ધ અંડરટેકર, કેન, બિગ શો, જોન સીના અને શોના માઇકલ્સ અને અન્ય જેવા આંતરરાષ્ટ્રીય સ્તર પર જાણિતા WWEના નામોને પછાડી તેમની સાથે શાનદાર મેચ લડ્યા છે.

ધ ગ્રેટ ખલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર કંઇને કંઇ પોસ્ટ કરતા રહે છે. હાલમાં થોડા સમય પહેલા જ તેઓ એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા હતા. વીડિયોમાં તે એક છોકરાના અનોખા હેર કટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જોઇ લોકો અજીબો ગરીબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by The Great Khali (@thegreatkhali)

Shah Jina