“મમ્મી પપ્પાની વાત ના માની અને મેં ભૂલ કરી…” પ્રેમમાં દગો મળતા યુવતીએ પહેલા વીડિયો બનાવ્યો અને પછી પંખા સાથે લટકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું

ભગવાન કહેવાતા માં-બાપની વિરુદ્ધ લગ્ન કરનારાઓ આ જલ્દી વાંચે, આપઘાત પહેલા વીડિયો: પ્રેમમાં દગો ખાધેલી યુવતી ફાંસી લગાવતા પહેલા બોલી, “માતા પિતાની વાત ના માની એ

દેશભરમાંથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લે છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણીવાર માતા પિતા આપણા સારા માટે કહેતા હોય છે અને આપણે તેમનું સાંભળતા નથી, પરંતુ જયારે હકીકત સામે આવે છે ત્યારે આપણને પણ મમ્મી પપ્પાની વાત ના માનવા ઉપર અફસોસ થાય છે, આવી જ એક ઘટના થોડા સમય પહેલા સામે આવી હતી.

આ ઘટના સામે આવી હતી પટનાના ફતુહામાંથી, જ્યાં એક યુવતીએ પ્રેમમાં દગો મળવાના કારણે પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો. આ મામલો ફતુહા પોલીસ સ્ટેશનના બાંકીપુર ગોરખ વિસ્તારનો છે. પરિવારની વિરુદ્ધ જઈને યુવતી અને યુવકે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ પ્રેમી તેને ઘરે લઈ ગયો ન હતો. દહેજ માટે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. 50 લાખની માંગણીથી કંટાળીને યુવતીએ શુક્રવારે મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો.

આ પહેલા તેણે તેની માતાના નામે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તે કહી રહી હતી “બધા જ દિવસ તમારા લોકો (માતા-પિતા)નો સાથ નથી આપ્યો, તેને સપોર્ટ કર્યો. આ મારી ભૂલ છે. હવે માફ કરજો, મારે જીવવું નથી. વારંવાર કહેવા છતાં પણ તેને ઘરે લઈ જતો નથી.”

આ વીડિયો વાયરલ થયા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ શનિવારે પટના-ફતુહા મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો અને ત્રણ કલાક સુધી જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિરોધ કરી રહેલા લોકો યુવતીના પ્રેમીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી રહ્યા હતા. પ્રેમીની માતાની ધરપકડ થયા બાદ જ જામ દૂર થઈ શક્યો હતો.

મૃતકની ઓળખ 20 વર્ષીય અનુરાધા કુમારી તરીકે થઈ હતી, જે ફતુહાની રહેવાસી છે. તે બી.એ.ની વિદ્યાર્થીની હતી. અનુરાધા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. બે બહેનોનાં લગ્ન થઈ ચૂક્યાં છે. તેની માતા સુધા દેવી અને પિતા રામ દયાલ મહતા પુત્ર માટે છોકરીને જોવા ગયા હતા.

આ દરમિયાન ઘરમાં એકલી અનુરાધાએ આપઘાત કરતા પહેલા પોતાનો વીડિયો બનાવ્યો હતો અને પંખાથી લટકી જીવ આપી દીધો હતો. પોલીસે રાહુલ રાજ ઉર્ફે કન્હૈયા કુમારની માતાની અટકાયત કરી છે, ત્યારબાદ લોકોનો ગુસ્સો શાંત થયો.

Niraj Patel