વાયરલ

મંદિરની બહાર કૂતરું આપી રહ્યું છે આશીર્વાદ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

મોટાભાગે આપણે જયારે મંદિરે દર્શન કરવા માટે જઈએ ત્યારે ભગવાન સામે માથું નમાવી અને આશીર્વાદ માંગતા હોઈએ છે. મંદિરની બહાર રહેલા કુતરા કે વાંદરાઓને આપણે કંઈક ખવડાવીએ પણ છીએ, પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેની અંદર કૂતરું મંદિરની બહાર બેસીને આશીર્વાદ આપી રહ્યું છે.

મહારાષ્ટ્રના સિદ્ધટેકમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરની બહાર બેઠેલું કૂતરું ત્યાંથી બહાર જતા ભક્તોને આશીર્વાદ આપી રહ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને એક ફેસબુક યુઝર્સ અરુણ લીમડીયા નામના વ્યક્તિએ શેર કર્યો છે.

વાયરલ વીડિયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જેવા ભકતો સિદ્ધિ વિનાયક મંદિરની બહાર નીકળે છે તેવા તરત જ એક પિલર ઉપર બેઠેલું કૂતરું તેમના તરફ પગ લાંબો કરે છે અને લોકો પણ તેના પંજામાં પોતાનો હાથ આપે છે.

સોશિયલ મીડિયાની અંદર આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, લોકો આ કૂતરાને આશીર્વાદ આપતા જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે.