ફિલ્મી દુનિયા

માતાના આવસાન ઉપર ભાવુક થઇ ડિમ્પલ કાપડિયા, બોલીવુડના દિગ્ગજો પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા- જુઓ તસવીરો

બોલીવુડની ફિલ્મમોમાં ભલે એકબીજા વિરુદ્ધ ટીકા ટિપ્પણીઓ થતી જોવા મળતી હોય પરંતુ તેમનો પણ એક પરિવાર છે સુખ દુઃખના સમયમાં એકબીજાને મદદ કરવાની ભાવના પણ તેમનામાં જોવા મળે છે.

Image Source

બોલીવુડની અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું શનિવારે નિધન થયું હતું. જેને લઈને ડિમ્પલ કાપડિયા ખુબ જ ભાવુક થઇ ગઈ હતી. તેમની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારો આવી પહોંચ્યા હતા અને તેમની સ્મશાનયાત્રામાં પણ જોડાયા હતા.

Image Source

બેટ્ટી કાપડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા તેમને મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવ્યા હતા. તેમની ઉંમર 80 વર્ષની હતી. બીમારી બાદ શનિવારે રાત્રે તેમનું અવસાન થયું હતું.

Image Source

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા  અક્ષય કુમારે તેમની અર્થીને ખભો પણ આપ્યો હતો તેમજ આ સમયે ટ્વીન્કલ ખન્નાનો કજીન કરણ કાપડિયા પણ જોવા મળ્યો હતો. આ સિવાય બોલીવુડના ઘણા મોટા અભિનેતાઓ પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


અભિનેતા સન્ની દેઓલે પણ અક્ષય અને ટ્વિંકલને સાંત્વના આપી હતી તેમજ ડિમ્પલ કાપડિયા અને પરિવાર જનોને પણ આ દુઃખદ સમયમાં હિંમત રાખવા જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


સ્મશાન યાત્રા પહેલા ટ્વીન્કલ પણ પોતાની નાની ના અવસાનના કારણે શોકમાં જોવા મળી હતી. અક્ષય તેની સાથે રહી અને આ દુઃખમાં તેનો સહારો બની રહ્યો હતો.

Image Source

થોડા સમય પહેલા જ બેટ્ટી કાપડિયાએ પોતાનો 80મોં જન્મ દિવસ મનાવ્યો હતો. જેમાં અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના અને કરણ કાપડિયા પણ હાજર રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે ડિમ્પલ કાપડિયાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ ડિમ્પલે પોતે સામે આવી અને જણાવ્યું હતું કે તેને નહિ પરંતુ તેની માતા બેટ્ટી કાપડિયા બીમાર છે અને તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.