આણંદમાં ધબાક દઈને પડી ગયું રહેણાંક મકાન, આખી ઘટના કેમેરામાં થઇ ગઈ કેદ, જોઈને લોકોના મોઢામાંથી પણ નીકળી ગયું, “ઓ બાપ રે…” જુઓ વીડિયો
Building collapsed in Anand : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મકાન ધરાશયી થવાની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, થોડા દિવસ પહેલા જ જૂનાગઢમાંથી એક ઘટના પણ સામે આવી હતી ત્યારે હાલ વધુ એક ઘટના આણંદમાંથી સામે આવી છે. જ્યાં એક જર્જરિત મકાન ધરાશાયી થતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ મકાન રહેણાંક મકાન હતું અને તેમાં એક પરિવાર રહેતો પણ હતો, સાથે જ મકાનની નીચે દુકાનો પણ હતી, પરંતુ સમય રહેતા પરિવાર બહાર નીકળી ગયો અને કોઈ જાનહાની થઇ નહિ.
પેટલાદમાં બની ઘટના :
મકાન પાડવાની આ ઘટનમાં સામે આવી છે આણંદના પેટલાદમાંથી. જ્યાં આવેલા ચોક્સી બજારમાં એક જર્જરિત રહેણાક મકાન ધરાશયી થયું છે. વર્ષો જૂનું આ મકાન ધરાશયી થવાની ઘટનાથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ મકાન પાડવાની ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મકાનમાં એક પરિવાર પણ રહેતો હતો, પરંતુ મકાન પડતા પહેલા જ તે બહાર આવી જતા બચી ગયો હતો.
પત્તાના મહેલની જેમ મકાન ધરાશાયી :
આ મકાનની ગેલેરીનો પહેલા એક ભાગ ધરાશય થયો જેના બાદ પરિવાર તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયો હતો અને થોડીવારમાં જ આખું ઘર પત્તાના મહેલની જેમ ધબાક કરતું પડ્યું હતું. મકાન પાડવાના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી, તેમજ નીચે ઉભેલા લોકો પણ ત્યાંથી દૂર ભાગી ગયા હતા. આ દરમિયાન કોઈએ મોબાઈલમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.
4 કલાક બંધ રહી વીજળી :
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બપોરના સમયે મકાન ધરાશય થતા જ સીધું ચાલુ વીજળીની લાઈન પર પડે છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જો કે સ્થાનિક લોકોએ તાત્કાલિક MGVCL અને ફાયર વિભાગને જાણ કરતા જ ટિમ ત્યાં પહોંચી હતી અને વીજ પુરવઠો બદનઃ કરીને સમારકામ શરૂ કર્યું હતું. 4 કલાકની જહેમત બાદ વીજપુરવઠો ફરી કાર્યરત પણ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ઘણા જર્જરિત મકાનો આવેલા છે. પાલિકા દ્વારા રજુઆત કરવા છતાં પણ હજુ આ મકાન ઉત્તરવામાં નથી આવ્યા. થોડા દિવસ પહેલા જ આ વિસ્તારમાં એક મકાન પડ્યું હતું.
View this post on Instagram