એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર કરો 1 મિનિટ સુધી આ કામ, વજન ઘટવા લાગશે આપોઆપ

0

વજન ઘટાડવા માટે બજારની અંદર ઘણીબધી વસ્તુઓ મળતી હોય છે પરંતુ તેના ફાયદાની સાથે ઘણા ગેરફાયદા પણ હોય છે અને એટલે જ કદાચ આપણે તેનો વપરાશ કરતા ખચકાઈએ છીએ. બેઠાળુ જીવન અને બહારના ખાન-પાનના કારણે ગમે એટલો પ્રયાસ કરવા છતાં પણ વજન વધી જ જાય છે.

Image Source

આજે અમે તમારા માટે એક એવો સરળ રસ્તો લઈને આવ્યા છે જેનો ઉપયોગ તમે માત્ર એક જ મિનિટ સુધી કરશો તો તમે તમારા વજનને સરળતાથી ઘટાવી શકશો સાથે શરીરને બીમારીઓથી પણ બચાવી શકશો. મહત્વની વાત તો એ છે કે આ ઉપાય કરવામાં ના તો તમારો વધારે સમય બગડવાનો છે કે ના એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

Image Source

આ ઉપાયને પ્લેન્ક કહેવામાં આવે છે જે આજે પાતળા થવા માટે અને વજન ઘટાડવા તેમજ સ્લિમ બોડી માટે ખુબ જ પ્રખ્યાત છે. પ્લેન્ક દ્વારા તમારા શરીરની પાચનક્રિયા ખુબ જ ઝડપી બને છે તેમજ શરીરની માંસપેશીઓને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. ચાલો આપણે જાણીએ પ્લેન્ક કરવાના ફાયદાઓ વિશે.

Image Source

વજન ઘટાડવા માટે સૌથી કારગર છે પ્લેક કસરત:
પાતળા અને સ્લિમ રહેવા માટે આજે લોકો આજે પ્લેન્ક કસરત કરવાનું વધુ પસંદ કરે છે કારણ કે આ કસરત એકદમ સરળ હોવાના કારણે અને કારગર હોવાના કારણે બોલીવુડના કલાકારો પણ આને કરવાનું પસંદ કરતા હોય છે. પ્લેન્ક માત્ર વજન જ નથી ઓછું કરતુ તે સિવાય પણ તેના શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે જેના કારણે તે અત્યારે લોકપ્રિય છે.

Image Source

સ્ત્રીઓ માટે છે ફાયદાકારક:
એક સ્ત્રી પોતાના શરીરને લઈને ખુબ જ કાળજી રાખે છે, પોતાનું શરીર બેડોળ ના દેખાય તે માટે પણ તે ખુબ જ કાળજી રાખે છે. આ બધામાં પ્લેન્ક તેમના શરીરને એકદમ પરફેક્ટ રાખવાનું કામ કરે છે. જે મહિલાઓની પીઠ આગળની તરફ ઝૂકી ગઈ હોય તેમના માટે પણ પ્લેન્ક ખુબ જ ઉપયોગી છે.

Image Source

શરીરને એકદમ પરફેક્ટ આકાર આપે છે:
પ્લેન્ક એક એવી કસરત છે જે શરીરના બધા ભાગોમાં કામ કરે છે. તેના દ્વારા શરીરમાં રહેલું મેટાબ્લોજીમ ઝડપથી ઓગળે જ છે તેમજ શરીર પણ એક પરફેક્ટ આકારમાં આવી જાય છે.

Image Source

માનસિક તાણ દૂર કરવામાં બને છે મદદગાર:
પ્લેન્ક કરવાથી તમારું આખું શરીર ઉર્જાવાન બને છે જેના કારણે તમે માનસિક તાણથી પણ દૂર રહી શકો છો અને જે લોકો ડિપ્રેશનથી પીડાતા હોય છે તેમને આ કસરત રોજ કરવી જોઈએ જેનાથી ખુબ જ મોટો ફાયદો થશે.

Image Source

કમરદર્દમાં આપે છે રાહત:
દિવસ દરમિયાનના કામ અને ભાગદોડના કારણે મોટાભાગના લોકોને કમરદર્દની તકલીફ રહેતી હોય છે આવા લોકો જો 1 મિનિટ સુધી રોજિંદા પોતાના જીવનમાં પ્લેન્ક કસરત કરશે તો તેમને કમરદર્દમાં રાહત મળશે. પ્લેન્કથી તમારી માંશપેશીઓ મજબૂત બને છે અને ગળાને અને કરોડરજ્જુના હાડકાને પણ આ કસરતથી સહારો મળે છે જે તમારા કમરદર્દની તકલીફને રાહત અપાવી શકે છે.

Image Source

પ્લેન્કના બીજા પણ ઘણા ફાયદા છે, વધુ સારી રીતે કસરત કરવા માટે તમે ઓનલાઇન વિડિઓ જોઈને પણ આ કસરતની શરૂઆત કરી શકો છો. જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

Image Source

Watch Video:

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here