દુઃખદ: થારમાં ખુબ જ ફેમસ મોડેલનું કમકમાટીભર્યું મોત, તડપી તડપીને મૃત્યુ થઇ ગયું, જુઓ તસવીરો

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે, ઘણીવાર એવા એવા અકસ્માતો સામે આવતા હોય છે કે જાણી આપણા પણ રૂંવાડા ઊભા થઇ જાય. ત્યારે હાલમાં હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં શનિવારના રોજ એક દર્દનાક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ભજનના શુટિંગ માટે ધર્મશાળા આવેલી પંજાબની એક મોડલનું મોત થયુ છે. અકસ્માત ધર્મશાળાના થાતરીમાં થયો હતો, જ્યાં થાર ગાડી ખાઇમાં પડી ગઇ હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

થારમાં સવાર વીડિયોગ્રાફર પણ આ અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થયો હતો. જેને ઝોનલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ટીએમસી રેફર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, શનિવારે હમીરપુરના એક ગાયકના ભજનના શૂટિંગ માટે કલાકાર ધર્મશાળા નજીક થાતરી પહોંચ્યા હતા. સાંજે 5.30 વાગ્યે તેમની થાર કાર ખાઇમાં પડી હતી. તેમાં સવાર મોડલ જે અમૃતસર પંજાબની રહેવાસી હતી, તે 26 વર્ષીય કરિશ્માનું આ અકસ્માતમાં મોત થયું હતું.

બીજી તરફ શૂટિંગ યુનિટના વીડિયોગ્રાફર લુધિયાણાના રહેવાસી 30 વર્ષીય સ્વરણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડૉક્ટરોએ મોડલને મૃત જાહેર કરી હતી. સદર પોલીસ સ્ટેશનના પ્રભારીએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

સદર પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે થાતરીમાં એક થાર જીપ ખાઇમાં પડી હોવાની જાણ થઈ હતી. ભજનના શૂટિંગ માટે યુનિટ થાતરી પહોંચી ગયું હતું. આ અકસ્માતમાં મોડલનું મોત થયું છે જ્યારે યુનિટનો વીડિયોગ્રાફર ઘાયલ થયો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina