ખબર મનોરંજન

TV ઇન્ડસ્ટ્રીના આ કલાકારને કોરોના ભરખી ગયો, દુઃખદ મૃત્યુ થતા કો એક્ટરે જાણકારી આપી

લાગે છે 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીતી રહ્યું છે. 2020ના વર્ષમાં કેટલાક બૉલીવુડ અને ટેલિવિઝનના કલાકારોએ જીવ ગુમાવ્યા છે. સુશાંતના નિધનમાંથી બહાર નથી આવ્યા ત્યાં વધુ એક ટીવી કલાકારે આ દુનિયાએ અલવિદા કહી દીધી છે.

Image source

ટીવી એક્ટર ઈરફાનનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. ‘થપકી પ્યાર કી’માં ઈરફાન એક કેરેક્ટર આર્ટિસ્ટના રોલમાં જોવા મળ્યો હતો. આ શોમાં તેની કો એક્ટ્રેસ જયા ભટ્ટાચાર્યએ આ ઘટના અંગેની જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી.

જયા ભટ્ટાચાર્યએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈરફાનની તસવીર શૅર કરી અને લખ્યું કે,’આ ટેડી બિયરની અંદર જે યુવક છે, ઈરફાન, તે હવે નથી રહ્યો. ઈરફાન લાંબા સમયથી બીમાર હતો. હું ઈરફાન પાસેથી વારંવાર તેના રિપોર્ટ માગી રહી હતી કે જાણી શકાય કે શું સમસ્યા હતી. જેના કારણે તે 2 વર્ષથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. પરંતુ ગુલાબ દાદાએ મને જણાવ્યું કે ઈરફાન હોસ્પિટલમાં છે અને થોડા દિવસોથી ખરાબ હાલતમાં છે. નબળાઈ હોવાના કારણે ઈરફાન કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો. ઈરફાન હવે આપણી વચ્ચે નથી. આ રીતે હું બીજા સૌથી પ્રેમાળ અને મહેનતકશ વ્યક્તિને ગુમાવી રહી છું.’

Image source

જયાએ વધુમાં લખ્યું કે, જો યોગ્ય સમયે યોગ્ય તપાસ થઈ હોત અને ડોક્ટર મળી ગયા હોત તો તેનો જીવ બચી શક્યો હોત. મને દવાઓ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ જો અમને યોગ્ય ડોક્ટર, યોગ્ય સમય પર તપાસ માટે મળી શક્યો હોત તો એક જિંદગી બચાવી શકાય હોત. મને ખરેખર ખરાબ લાગી રહ્યું છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..