મોટા રેકેટનો ફૂટ્યો ભાંડો, કામ ન મળતા સંસ્કારી અભિનેત્રી બની ગઇ વેશ્યા….પોલિસે દબોચ્યા, અધધધની ડીલ નક્કી કરી અને…
થોડાક મહિનાઓ પહેલા થાણે ક્રાઇમ બ્રાંચે રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં રેકેટમાં સામેલ 2 અભિનેત્રીઓ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલિસના શકંજામાં આવેલ અભિનેત્રીઓએ જણાવ્યુ કે, લોકડાઉનને કારણે કામ મળી રહ્યુ ન હતુ તો વેશ્યાવૃત્તિ શરૂ કરી દીધી હતી.

થાણે ક્રાઇમ બ્રાંચની ટીમે બુધવારે બપોરે થાણેના પાચપાખડી વિસ્તારમાં એક ઘરમાં છાપામારી કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલિસે ઘટનાસ્થળ પરથી 2 અભિનેત્રીઓ સહિત મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ સહિત 5 લોકોની ધરપકડ કરી છે.
એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, અભિનેત્રીઓ મુંબઇમાં એક મોટા રેકેટ એજન્ટના સંપર્કમાં હતી. પરંતુ વેશ્યાવૃત્તિ માટે તેમણે થાણે શહેરને પસંદ કર્યુ કારણ કે ત્યાં પોલિસનો એટલો ડર હતો નહિ. પરંતુ તો પણ પોલિસે તેમની ધરપકડ કરી લીધી. એક રાતની કિંમત દલાલોએ ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા માંગી હતી. એક રાતની કિંમત ગ્રાહક પાસેથી 2 લાખ માંગી હતી પરંતુ ડીલ 1.80 લાખમાં થઇ હતી
બે અભિનેત્રીઓ થાણેની પાચપાખાડી નટરાજ સોસાયટીમાં આવી, તરત જ તેમના આવવાની સૂચના પોલિસને મળી ગઇ અને ઘટનાસ્થળ પર ક્રાઇમ બ્રાંચ યુનિટ-1ના સીનિયર ઇંસ્પેક્ટરે રેડ કરી હતી.

રેડ દરમિયાન પોલિસે બે અભિનેત્રીઓ સહિત બે મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલની ધરપકડ કરી છે. આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે અને આગળની તપાસ અપરાધ શાખા દ્વારા કરવામાં આવી રહી છે.
ધરપકડ થયેલ અભિનેત્રીઓ પાસે લોકડાઉનમાં કામ ન હતુ, એવામાં સંકટથી નીકળવા માટે તેણે આને અપનાવ્યુ. લોકડાઉનને કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પૂરી રીતે ઠપ છે., એવામાં કલાકારો પાસે કામની અછત છે.