બોલીવુડની 2 હોટ અભિનેત્રી વેશ્યાનો ધંધો કરતા રંગેહાથે ઝડપાઇ, જુઓ તસવીરો

અરે બાપ રે..!!! 1 રાતનો ભાવ સાંભળીને કાન ફાટી જશે

થાણે ક્રાઇમ બ્રાંચે બુધવારના રોજ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ 2 અભિનેત્રીઓ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલિસના શકંજામાં આવેલ અભિનેત્રીઓએ જણાવ્યુ કે, લોકડાઉનને કારણે કામ મળી રહ્યુ ન હતુ તો વેશ્યાવૃત્તિ શરૂ કરી દીધી હતી.

થાણે ક્રાઇમ બ્રાંચની ટીમે બુધવારે બપોરે થાણેના પાચપાખડી વિસ્તારમાં એક ઘરમાં છાપામારી કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલિસે ઘટનાસ્થળ પરથી 2 અભિનેત્રીઓ સહિત મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

રેડ દરમિયાન પકડાયેલ આરોપી સુનિલા, હસીના ખાલીદ મેમણ, સ્વીટી ચડ્ડા (એપાર્ટમેન્ટ માલિક)ના નામથી ઓળખ થઇ છે. દલાલો દ્વારા ગ્રાહકો પાસેથી એક રાતની કિંમત 2 લાખ રૂપિયા જેટલી માગવામાં આવી હતી

પરંતુ સોદો 1 લાખ 80 હજાર નક્કી થયો હતો. નિયત સમયે બંને અભિનેત્રીઓ થાણેથી પાચપાખડી વિસ્તારના નટરાજ સોસાયટીમાં આવી અને તે સમયે જ ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ના સીનિયર ઈન્સ્પેક્ટરે રેડ કરી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, અભિનેત્રીઓ મુંબઇમાં એક મોટા રેકેટ એજન્ટના સંપર્કમાં હતી. પરંતુ વેશ્યાવૃત્તિ માટે તેમણે થાણે શહેરને પસંદ કર્યુ કારણ કે ત્યાં પોલિસનો એટલો ડર હતો નહિ. પરંતુ તો પણ પોલિસે તેમની ધરપકડ કરી લીધી. એક રાતની કિંમત દલાલોએ ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા માંગી હતી.

બે અભિનેત્રીઓ થાણેની પાચપાખાડી નટરાજ સોસાયટીમાં આવી, તરત જ તેમના આવવાની સૂચના પોલિસને મળી ગઇ અને ઘટનાસ્થળ પર ક્રાઇમ બ્રાંચ યુનિટ-1ના સીનિયર ઇંસ્પેક્ટરે રેડ કરી હતી. ઉલ્લેખખનીય છે કે, આ એક હાઇ પ્રોફાઇલ રેકેટ છે, આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ ધરપકડ કરાયેલ લોકોની પૂછપરછ કરી રહી છે.

Shah Jina