જીવનશૈલી દિલધડક સ્ટોરી વૈવાહિક-જીવન

થાળીમાં પીરસાઈ બળેલી રોટલી અને પછી થયું કંઈક આવું ! વાંચો સુખી લગ્ન જીવન માટે કહેલી મહત્વપૂર્ણ વાર્તા

તમે આખો દિવસ કામ કરી રાત્રે જયારે ઘરે પાછા આવો ત્યારે થાક પણ એટલો લાગ્યો હોય અને ભૂખ પણ પરંતુ આવા સમયે તમે જમવા બેઠા હોય અને થાળીમાં તમારી પત્ની બળેલી રોટીલી મૂકી દે તો શું થાય ?

Image Source

મોટાભાગના લોકોનો જવાબ એક સરખો જ હશે કે ગુસ્સો આવે ! બરાબર ને ?
આવા જ એક પ્રંસંગને લઈને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ બાળકોને એક સરસ વાર્તા કહી હતી જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ.

Image Source

એક રાત્રે પતિ આખો દિવસનું કામ કરીને થાક્યો પાક્યો ઘરે આવે છે. તેની પત્નીએ જમવામાં શાક રોટલી બનાવ્યા અને પતિને ખાવા માટે થાળી પીરસી. બાજુમાં બેઠેલા તેમના પુત્રએ જોયું તો રોટલી બળેલી હતી. તે બાળકે વિચાર્યું કે બળેલી રોટલી પર કોઈનું ધ્યાન નથી ગયું. તેના પિતાએ કંઈપણ કહ્યા વગર પ્રેમથી જમવાનું ચાલુ જ રાખ્યું. જમતાં જમતાં તેમને પોતાના પુત્રને પૂછ્યું : “કેવો રહ્યો બેટા શાળાનો દિવસ ?”

Image Source

જયારે પત્નીનું ધ્યાનએ રોટલી ઉપર ગયું ત્યારે તેને જોયું કે રોટલી તો બળેલી છે ! તેને પોતાના પતિ પાસે બળેલી રોટલી આપવા બદલ માફી માંગી. પતિએ હસીને કહ્યું કે “તું ચિંતા ના કર, મને બળેલી રોટલી પણ પસંદ છે.”

જમ્યા પછી તે બાળકે પિતાને પ્રશ્ન કર્યો કે “હેં પપ્પા, તમને સાચે જ બળેલી રોટલી ભાવે છે ?”

બાળકના પ્રશ્નનો જવાબ આપતા તેના પિતાએ કહ્યું : “બેટા, મને બળેલી રોટલી ભાવતી નથી, એક બળેલી રોટલીથી કોઈનું કઈ નથી બગડી જતું, પરંતુ બળેલા શબ્દો ઘણુંબધું બગાડી શકે છે. એટલે જ મેં શાંતિથી બળેલી રોટલી ખાઈ લીધી.”

Image Source

આ વાર્તા દ્વારા કલામ સાહેબ આપણને એજ સલાહ આપવા માંગે છે કે પતિ પત્નીએ એકબીજાના કામની કદર કરવી જોઈએ. પતિ આખો દિવસ ઘરની બહાર કામ કરે છે તો પત્ની આખો દિવસ ઘરની અંદર કામ જ કરતી હોય છે. પતિએ પણ સમજવું જોઈએ કે ઘરના કામનું પણ મહત્વ છે. ઘરના કામો કરવાથી એક સ્ત્રીને પણ થાક લાગી શકે છે અને ક્યારેક જો જમવામાં તેનાથી ભૂલથી દાળશાકમાં કંઈ ઓછું પડી જાય કે પછી રોટલી બળી જાય તો ગુસ્સો ના કરવો જોઈએ. કારણ કે “એક બળેલી રોટલીથી કોઈનું કઈ નથી બગડી જતું, પરંતુ બળેલા શબ્દો ઘણુંબધું બગાડી શકે છે.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.