પૈસાદાર બાપની ઓલાદે થાઈલેન્ડથી વેશ્યાને સુખનો આનંદ લેવા બોલાવી પણ થઇ ગયો સૌથી મોટો કાંડ, જુઓ
જયાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી વચ્ચે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે ત્યાં ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના મોટા વેપારીના દીકરાએ 7 લાખ રૂપિયા ખર્ચ કરીને થાઇલેંડથી ગર્લ બોલાવી. 10 દિવસ પહેલા જ ગર્લને લખનઉથી બોલાવી હતી. લખનઉ આવ્યાના 2 દિવસ બાદ તે કોરોનાથી સંક્રમિત થઇ ગઇ. ચર્ચા છે કે, યુવતિ વર્કર હતી અને કોરોના કાળમાં ઐયાશી માટે એક બિલ્ડરના દીકરાએ તેને થાઇલેંડથી બોલાવી હતી.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, રઇસજાદેએ યુવતિને 7 લાખ રૂપિયાનો ખર્ચ કરી બોલાવી હતી. બિલ્ડરના દીકરાએ 10 દિવસ પહેલા થાઇલેંડથી યુવતિને બોલાવી અને ચાર દિવસ પહેલા કોરોના વાયરસથી તે સંક્રમિત થઇ ગઇ હતી. આ મામલો જયારે પોલિસ પ્રશાસનમાં ખુલ્યો તો ઓફિસરોમાં હડકંપ મચી ગયો હતો. ગર્લની મોત બાદ પોલિસે ગંભીરતાને ધ્યાને લઇને તપાસ શરૂ કરી દીધી છે. આ મામલો ઉજાગર થયા બાદ રાજધાનીમાં ઇંટરનેશનલ રેકેટ ફેલાવવાની આશંકા પણ છે. થાઇલેંડથી ભારત આવ્યા બાદ ગર્લના સંપર્કમાં આવેલા લોકોની પણ પોલિસે તપાસ શરૂ કરી છે.
7 લાખનો ખર્ચ કરી બોલાવવામાં આવેલી ગર્લની જયારે 2 દિવસ બાદ તબિયત ખરાબ થઇ તો બિલ્ડરના દીકરાએ થાઇલેંડ એમ્બેસીથી સંપર્ક કર્યો. થાઇલેંડ એમ્બેસીએ તરત ભારત સરકારને આ મામલાની જાણ કરી જે બાદ તેને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. જયારે ગર્લની 3 મેએ મોત થઇ ગઇ.
મીડિયા રીપોર્ટ અનુસાર આ યુવતી દિલ્હી પણ ગઈ હતી. તે દિલ્હીથી લખનઉ આવી હતી. અહીં તેની તબિયત બગડતાં તેને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઈન્સ્પેક્ટર વિભૂતિખંડ ચંદ્રશેખર સિંહના જણાવ્યા અનુસાર, તેની મોતની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી, ત્યારબાદ થાઈલેન્ડની એમ્બેસીને જાણ કરવામાં આવી હતી. વિભૂતિખંડ પોલીસે થાઈલેન્ડના દૂતાવાસની પરવાનગી પર 5 મેના રોજ મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો.
યુવતીએ હોસ્પિટલના રજિસ્ટરમાં હઝરતગંજનું સરનામું નોંધ્યું હતું. જો કે, હઝરતગંજના ઇન્સ્પેક્ટર શ્યામબાબુ શુક્લાએ આ અંગેની માહિતીને નકારી કાઢી છે. નિયમો અનુસાર, જો કોઈ વિદેશી હોટલમાં રોકાય છે, તો હોટલ પ્રશાસને તેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનને આપવી પડશે. આ કિસ્સામાં આ કરવામાં આવ્યું ન હતું. હોસ્પિટલના રજિસ્ટરમાં યુુવતિની સંપૂર્ણ વિગતો પણ નોંધવામાં આવી ન હતી. બીજી તરફ યુવતીના મોત બાદ તે કોના સંપર્કમાં હતી અને તેને મળવા કોણ આવી હતી તે અંગે પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે બીજેપી સાંસદ સંજય સેઠે પોલીસ કમિશનર પાસે મામલાની તપાસની માંગ કરી હતી. બીજેપી સાંસદે થાઈલેન્ડની યુવતીના મોબાઈલ, પાસપોર્ટ, તે કોના આમંત્રણ પર લખનઉ આવી, તે ક્યાં રોકાઈ, કોની સાથે મળી, કોની સાથે વાત કરી, તેની તપાસની માંગ કરી છે. આ સાથે બીજેપી સાંસદે તેમને અને તેમના પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
બીજેપી સાંસદે સપાના આઈપી સિંહ અને અન્ય એકના ટ્વિટર હેન્ડલ પર તેમને અને તેમના પરિવારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડના રહેવાસી પિયાથેદાનું 3 મેના રોજ કોરોનાથી મૃત્યુ થયું હતું. આ મામલામાં ભાજપના સાંસદના પુત્ર પર પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. હવે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.