ખબર

સુરતમાં બંધ રૂમમાં સળગેલી આ થાઈ સ્પા ગર્લના રૂમમાંથી એવી એવી વસ્તુ મળી કે પોલીસ પણ ચોંકી ગઈ

સ્પામાં કામ કરતી સુરતની એક 27 વર્ષની મહિલા જે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટના ભાડાના ઘરમાં રહેતી હતી તેનું એ ભાડાના ઘરમાંથી સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ તે મહિલાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તે મામલાની તપાસ કરવા માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે.

Image Source

રવિવારના આ મહિલાનો જે જગ્યાએ તે ભાડાના ઘરમાં રહેતી હતી તે ઘરમાંથી જ રહસ્યમય સંજોગોમાં તે સળગીને ભડથું થઇ ગયેલી હાલતમાં મળી હતી. આગ લાગવાના કારણે તેને આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તેના ઘૂંટાતા રહસ્યો ઉકેલવા માટે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ તેમાં કોઈપણ સ્પષ્ટતા થઇ નહોતી.  વિસરા સહિતના સેમ્પલ લઈને એફએસએલમાં પણ મોકલવામાં આયવા છે. હવે આ કેસની તપાસ કરવામાં માટે SITની રચના કરવામાં આવી છે.

થાઈલેન્ડની યુવતીના આ રહસ્યમય મૃત્યુનો મામલો ઉકેલવા માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ઘટના સ્થળે ચારથી પાંચ કલાક સુધી તપાસ કરવા છતાં પણ તેઓ હજુ કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા નથી. પોલીસ હજુ પણ એ જાણવા મથી રહી છે કે મહિલાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે.

Image Source

મૃતક યુવતીએ છેલ્લે તેના પતિ સાથે વાત કરી હોવાનું સામે આવ્યું છે. તો રૂમની આગળની સાઈડ ઉપર તાળું તેના પાર્ટનર દ્વારા મારવામાં આવ્યું હતું કે કાયમી ધોરણે મારવામાં આવ્યું હતું તે પણ હજુ જાણવા નથી મળી રહ્યું.

તો બીજી તરફ આ યુવતીના સુરતના જ બાજીપુરા વિસ્તારમાં રહેતા એક યુવક અંકુર સાથે પણ પ્રેમ સંબંધો હોવાનું સામે આવ્યું છે, આ યુવતી સુરતના જુદા જુદા સ્પામાં નોકરી કરતી હતી. હજુ તેના મૃત્યુનું રહસ્ય ઉકેલાઈ શક્યું નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.