ભારતીયો કોઈપણ વિઝા ફી વિના થાઈલેન્ડની મુલાકાત લઈ શકશે, આવી ગઈ મોટી ખુશખબરી
Thailand Scraps Visa Indian Travellers : ગુજરાતીઓ ફરવાના ખુબ જ શોખીન હોય છે અને વિદેશ ફરવાની વાત આવે એટલે થાઈલેન્ડ દરેકના મોઢા પર આવી જ જાય છે. ગુજરાતમાંથી જ નહિ દેશભરમાંથી ઘણા લોકો ફરવા માટે થાઈલેન્ડ જતા હોય છે. કારણ કે થાઈલેન્ડ પ્રમાણમાં સસ્તું અને મનોરમ્ય સ્થળ છે. ત્યાંની નાઈટ લાઈફ જોવી તો દરેક પુરુષનું સપનું પણ હોય છે, ત્યારે આ દિવાળી પર થાઈલેન્ડ જનારા માટે એક ખુશ ખબરી પણ સામે આવી છે. જેમાં વિઝા વગર જ તમે થાઈલેન્ડની ટુર કરી શકશો.

વિઝા વગર ફરી શકાશે થાઈલેન્ડ :
થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો માફ કરવામાં આવશે. રોયટર્સ અનુસાર, આ છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવશે. થાઈ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોન્કેએ જણાવ્યું હતું કે, “ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશી શકે છે.” થાઈલેન્ડ પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમો હળવા કરવાની શક્યતા શોધી રહ્યું છે, જેમાં વિઝા માફી અને પ્રવાસીઓ માટે રોકાણનો સમયગાળો લંબાવવાનો સમાવેશ થાય છે. .

2000 થઇ બાથની થશે બચત :
હાલમાં, ભારતના પ્રવાસીઓએ 2-દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2000 થાઈ બાથ (લગભગ $57) ચૂકવવા પડે છે. થાઈલેન્ડની નવી સરકાર આવતા વર્ષે વિદેશી પ્રવાસીઓની આવક વધારીને 3.3 ટ્રિલિયન બાથ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. જેમાં પ્રવાસ ઉદ્યોગ શ્રેષ્ઠ ટૂંકા ગાળાના આર્થિક ઉત્તેજના પ્રદાન કરે છે. બેંક ઓફ થાઈલેન્ડના ડેટા અનુસાર, પ્રવાસન જીડીપીમાં લગભગ 12% અને નોકરીઓમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન આપે છે.

મોટા પ્રમાણમાં આવે છે ટુરિસ્ટ :
ફૂકેટ ટૂરિઝમ એસોસિએશનના પ્રમુખ થાનેથ તાંતીપિરિયાકિજે ઓગસ્ટમાં બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ચીન અને ભારતના મુલાકાતીઓને વિઝા મુક્તિ આપવાની સરખામણીમાં અરજી ફી નાબૂદ કરવી આદર્શ રહેશે. થાઈલેન્ડની ટુરિઝમ ઓથોરિટી અનુસાર, આ વર્ષે 30 લાખથી વધુ લોકો મલેશિયાથી થાઈલેન્ડ ગયા છે. અગાઉ, થાઈલેન્ડે કહ્યું હતું કે રોગચાળા પહેલા, થાઈલેન્ડ આવતા પ્રવાસીઓનો સૌથી મોટો સમૂહ ચીનનો હતો. 15 ઓક્ટોબર સુધી 2.65 મિલિયન ચાઈનીઝ આવ્યા હતા.