મનોરંજન

થાઈલેન્ડમાં રજા માણી રહે છે બોલીવુડની આ રૂપસુંદરી હોટ અભિનેત્રી- જુઓ બિકિનીમાં અવતાર ક્લિક કરીને

પોતાના આગવા અંદાઝથી ચર્ચિત બોલીવુડની હિરોઈન નુસરત ભરૂચા થાઈલેન્ડમાં રજાઓ માણતા પોતાના બિકીની લુકમાં કેટલાક ફોટો શેર કર્યા હતા. પોતાની ફિલ્મ “ડ્રિમ ગર્લ” સક્સેસ જવાની ખુશીમાં નુસરત થાઈલેન્ડમાં રજાઓ માણવા માટે ગઈ હતી.

પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના બોલ્ડ ફોટો શેર કરી અને નુસરતે પોતાના ચાહકોને ખુશી આપી હતી.

પોતાના બિકીની લુકમાં ફોટો શેર કરતાં નુસરતના શરીર પર રહેલું ટેટુ પણ એ ફોટોમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.

નુસરત પોતાની 5 મહિલા મિત્રો સાથે 10 દિવસનું વેકેશન માણવા માટે થાઈલેન્ડ ગઈ હતી. પોતાના વેકેશનના પ્લાન વિષે નુસરતે જણાવ્યું હતું કે અમે પહેલા 7 દિવસ ફુંકેટના બીચ ઉપર ફરવાના છીએ, ત્યાં અમે એક રિસોર્ટમાં રોકાયા અને ત્યાંથી બીચ ઉપર જવા માટે બોટમાં 20 મિનિટનો સમય લાગ્યો હતો.
નુસરત કહે છે કે મને સામાન્ય લોકો જે જગ્યા ઉપર ફરવા જાય તેના કરતાં વિશિષ્ટ જગ્યાઓ શોધી ત્યાં ફરવા જવાનું વધારે પસંદ છે. તેને સ્થાનિક ખાણીપીણીની મઝા માણી સાથે કોફીની દુકાન ઉપર મસ્તી પણ કરી. તેને સૌથી મઝા ફુંકેટના જૂના શહેરમાં આવી.

પોતાના પ્રવાસને કંઈક અલગ રીતે માણતી નુસરતે કહ્યું કે: “અમે રોજ રાત્રે પાર્ટી કરીએ છીએ, મારી એક ખાસ મિત્ર શ્રુષ્ટિનું લગ્ન નવેમ્બરમાં હોવાના કારણે આ પ્રવાસને અમે યાદગાર બનાવવા ઇચ્છીએ છીએ. અમે રોજ રાત્રે પાગલોની જેમ મસ્તી કરીએ છીએ પરંતુ આ વાતો હું શૅર નહીં કરું. અમે જયારે રજાઓ માણવા જઈએ ત્યારે અમે એક નિયમ કર્યો છે કોઈને સુવાની પરવાનગી મળતી નથી.”

નુસરત અને તેની મિત્રો આખી રાત મસ્તી કરે છે, બીચ ઉપર ફરે છે અને સવારે 5 વાગે રૂમ  પર આવી 2 કલાકનો આરામ કરી સવારે 7 વાગે ઉઠી નાસ્તો કરી પાછા નીકળી જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.