68 વર્ષના થાઈલેન્ડના રાજાની 35 વર્ષીય પ્રેમિકાની બીભત્સ તસવીરો વાયરલ, રાણી સાથે ચાલી રહ્યો હતો ઝઘડો

થાઈલેન્ડના રાજા મહા વજિરાલોન્ગકોર્ન પોતાના મોજશોખ માટે જાણીતા છે. 68 વર્ષીય રાજાની એક 35 વર્ષની ગર્લફ્રેન્ડ પણ છે. જેનું નામ સિનિત વોંગવજિરાપકડી છે. હવે સિનીતની હજારો તસવીરો લીક કરી દેવામાં આવી છે.

એક અંગ્રેજી મીડિયાના જણાવ્યા પ્રમાણે વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં ઘણી બધી તસવીરો છે. એવું સમજવામાં આવી રહ્યું છે કે રાજાની પત્ની સુથીડા અને ગર્લફ્રૅડ સિનીત વચ્ચે ચાલી રહેલા ઝઘડાના કારણે આ તસવીરો લીક કરવામાં આવી છે. સુથીડા થાઈલેન્ડની રાણી પણ છે.

રાજાની પ્રેમિકા જેલમાંથી છૂટ્યા બાદ ફરી રાજાની નજીક થઇ રહી છે, તેવામાં તેની આ તસવીરો પણ લીક કરવામાં આવી છે. ગયા વર્ષે જ રાણીની છબી ખરાબ કરવાના આરોપના કારણે રાજાની પ્રેમિકાને આશ્ચર્યજનક રીતે જેલમાં બંધ કરી દેવામાં આવી હતી. રાજાને સિનીતના જેલમાં જવાની ખબર પણ ઘણી જ મોડા મળી હતી.

આ તસ્વીરોને સિનીતે જાતે જ લીધી હોવાનું પણ એક મીડિયા પ્રમાણે સામે આવી રહ્યું છે. સિનીતના ફોટોને રાજશાહી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા એક્ટિવિસ્ટોને પણ મોકલવામાં આવી છે. આ તસવીરો 2012થી 2014 દરમિયાન લેવામાં આવી હતી.

થાઈલેન્ડના 68 વર્ષના રાજા વજિરાલોંગ કોર્ને 2019માં સુથિડા સાથે લગ્ન કરીને તેમને રાણીનો દરજ્જો આપ્યો હતો. આ પહેલાં પણ રાજાએ ત્રણ લગ્ન કર્યાં હતાં અને તેમનાં સાત બાળકો છે. જોકે પાછલી ત્રણેય પત્નીઓ સાથે તેમના ડિવોર્સ થઈ ગયા છે.

થાઈલેન્ડની રાજાશાહીની આલોચના કરી રહેલા બ્રિટિશ પત્રકાર મેકગ્રેગર માર્શલને પણ સીનીતની તસવીરો મોકલવામાં આવી છે. સિનીત એક આર્મી નર્સ હતી. રાજાનું દિલ તેના ઉપર આવી ગયું હતું જેના બાદ તે થાઈલેન્ડના રાજાની ગર્લફ્રેન્ડ બની ગઈ હતી. તો રાજાની હાલની પત્ની સુથીડા પણ રાજાના મહેલમાં સિનિયર ઓફિસરના રૂપમાં કામ કરી ચુકી છે. સુથીડા પહેલા થઇ એરવેઝમાં ક્રૂના રૂપમાં કામ કરતી હતી. તેની ઉંમર હાલ 42 વર્ષની છે. જયારે સિનીતની ઉંમર 35 વર્ષની છે.

Niraj Patel