ખબર

માછીમારને મળેલી ઉલ્ટીના કારણે બની ગયો પૈસાદાર, ઉલ્ટી વેંચીને મેળવ્યા આટલા કરોડ રૂપિયા

સામાન્ય રીતે આપણે કયારે પણ ઉલ્ટીનું નામ લઈએ ત્યારે કંઈક અજીબ પ્રકારનો જ અનુભવ થાય છે. પરંતુ કયારેક આ ઉલ્ટી જ આપણને માલામાલ કરી દે તો કેવું રહે? આવો જ એક કિસ્સો હાલમાં વિદેશમાં સામે આવ્યો છે. એક માછીમારને એક ઉલ્ટીના કારણે જ પૈસાદાર બની ગયો છે.

થાઈલેન્ડમાં એક માછીમારને સમુદ્ર કિનારેથી એક જીવની ઉલ્ટી મળી હતી. આ ઉલ્ટી વ્હેલની હતી અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3.20 લાખ અમેરિકી ડોલર એટલે કે, 2.27 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે જુમર્સ થાઇકોટ નામનો માછીમાર દક્ષિણી થાઈલેન્ડના કોઈ સમુદ્રના સમુદ્રી તટ પર થોડા દિવસ પહેલા આંટા મારી રહ્યા હતા. આ દરમિયાન તેને સમુદ્રકિનારે એક અજીબ વસ્તુનો ટુકડો મળ્યો હતો. ઝુમરસે લગભગ 7 કિલોના આ ટુકડાને ઉઠાવીને તેની પાસે રાખી દીધો હતો. આ ટુકડાને ત્યાર બાદ તેને ઘરે લઇ ગયો હતો.

ઘરે પાઇ ગયા બાદ તેને અજીબ દેખાવવાળી ચીજને પાડોસીઓને જણાવી હતી. પાડોશીએ આ વચ્ચે સંભાવના લાગી કે આ વ્હેલની ઉલ્ટી તો નથી ને? તેની શંકા દૂર કરવા માટે પાડોશીઓને તપાસવા માટે આપી હતી, પરંતુ પાડોશીઓએ તેને નિરાશ કરતા કહ્યું હતું કે, આ ઉલ્ટી નથી. ત્યારબાદ તેને સ્થાનીય અધિકારીઓની મદદની યોજના બનાવી હતી.

Image Source

દિવસની 940 રૂપિયાની કમાણી કરનાર માછીમાર સરકારી અધિકારીને ગોતવા લાગ્યો હતો જેથી એ વાતની પુષ્ટિ થાય કે આખરે આ છે શું ? થોડા દિવસ પહેલા તેના ઘરે સરકારી અધિકારીની ટિમ પહોંચીએ વસ્તુની તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ અજીબ વસ્તુ વ્હેલની ઉલ્ટી છે. ત્યારબાદ માછીમાર ખુશીથી નાચી ઉઠ્યો હતો.

જણાવી દઈએ કે, વ્હેલની ઉલ્ટી ઘણી મોંઘી હોય છે. તેને એનબરગ્રીસ કહેવામાં આવે છે. તેમાં ખાસ પ્રકારનો પદાર્થ હોય છે. જે પરફર્યુમ બનાવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઉલ્ટીથી બનેલો પરફ્યુમ ઘણો પસંદ કરવામાં આવે છે. આથી બનેલો પરફ્યુમનો ભાવ પણ વધારે હોય છે. પરફ્યૂમ બનાવનારી કંપની કંપનીઓ વ્હેલની ઉલટીને ઊંચા ભાવ પર ખરીદવા માટે તત્પર હોય છે. વ્હેલની ઉલ્ટીથી બનેલો પરફયુમ પણ લાંબા સમય સુધી સારો રહે છે.

Image Source

અધિકારીએ માછીમારને સમજાવ્યું હતું કે, આખરે આ વ્હેલની ઉલ્ટી ક્યાં અને કેટલા ભાવમાં વેંચી શકાય છે. અધિકારીઓને જણાવ્યા મુજબ આ ઉલ્ટીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 3.20 લાખ અમેરિકી ડોલર એટલે કે 2.27 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.