સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, કારણ દરેક માં-બાપે જરૂર સંભાળવું જ જોઈએ …

સુરતમાં કાપડના વેપારીના દીકરા મનને કરી લીધી આત્મહત્યા, કારણ છે ખુબ જ ચોંકાવનારું…મહેબાની કરીને દરેક માં-બાપ ચેતી જજો હવે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર લોકો પ્રેમ સંબંધમાં તો ઘણીવાર માનસિક કે શારીરિક ત્રાસને કારણે આપઘાત કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયમાં તો વિદ્યાર્થીઓના આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાઓ તેમજ રિઝલ્ટ બાદ અનેક વિદ્યાર્થીઓએ આપઘાત જેવું આત્મઘાતી પગલુ ભર્યુ છે. ઘણા વિદ્યાર્થીઓ પરિક્ષા સારી ન જવાને કારણે તો ઘણા સારુ રિઝલ્ટ ન આવવાને કારણે તો ઘણા નાપાસ થવાને કારણે આપઘાત જેવું પગલુ ભરતા હોય છે.

ત્યારે હાલ સુરતમાંથી એક વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા કાપડ વેપારીના દીકરાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. મૃતક લાન્સર આર્મી સ્કૂલમાં સીબીએસસી ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. 25 તારીખના રોજ રિઝલ્ટ આવવાનું હોવાથી ફેઇલ થવાના ડરને કારણે આપઘાત કર્યો હોય તેવી શક્યતા છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા અને ભટાર ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ ખાતે રહેતા મુકેશભાઇનો દીકરો મનન ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.

પ્રતિકાત્મક તસવીર

બુધવારના રોજ રાત્રે તેણે તેના રૂમમાં જ ગળે ફાંસો ખાઇ લીધો હતો. મનને પોતાના રૂમમાં ફાંસો ખાધો હોવાની જાણ થતા પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા ખટોદરા પોલિસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ તો પ્રાથમિક તપાસમાં કારણ પરીક્ષામાં નપાસ થવાનો ડર સામે આવી રહ્યુ છે. મનનની વાત કરીએ તો તે ધોરણ 9માં નપાસ થયો હતો જે બાદ તેણે ફરી પરીક્ષા આપી 9મું પાસ કર્યુ હતુ અને તે બાદ ધોરણ 10માં 72% અને ધોરણ 11માં 55% આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

હાલ તો તેણે ધોરણ 12ની પરિક્ષા આપી હતી અને 25 જૂનના રોજ પરીક્ષાનું પરિણામ આવવાનું હતુ. ત્યારે નાપાસ થવાને ડરને કારણે તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે. મૃતકને એક નાનો ભાઇ પણ છે, જે પણ લાન્સર આર્મી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

Shah Jina