રસોઈ

આ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ખાંડવી, ટેસ્ટ આવશે એવો કે નાના મોટા બધા જ ખાતા રહી જશે

આપણે ગુજરાતીઓ ખાવાના ખુબ જ શોખીન હોઈએ છીએ, સવારે નાસ્તાથી લઈને રાત્રે જમવા સુધી અલ અલગ વાનગીઓ ખાતા હોઈએ છીએ. ખાંડવી પણ આપણને ખાવી ખુબ જ ગમે છે, પરંતુ ઘરે કેવી રીતે બને તે ઘણા બધા લોકોને નથી ખબર, તો ચાલો આજે અમે તમને સ્વાદિષ્ટ ખાંડવી ઘરે જ બનાવવાની એકદમ સરળ રીત જણાવીશું.

Image Source

ખાંડવી બનાવવાની સામગ્રી:

 • બેસન-1 કપ
 • દહીં ફેંટેલુ- 1 કપ
 • આદુની પેસ્ટ
 • હળદર – 1/4 ચમચી
 • અડધી ચમચી રાઈ
 • લીલા મરચાં- એક ચમચી (બારીક કાપેલા)
 • તેલ- બે ચમચી
 • મીઠું- સ્વાદ અનુસાર
 • બે ડેબલ સ્પૂન બારીક કાપેલું નારિયેળ
 • ઝીણા બારીક કાપેલા ધાણા
Image Source

ખાંડવી બનાવવાની રીત:

 • ખાંડવી બનાવવા માટે સૌથી પહેલા બેસનનો ઘોલ તૈયાર કરી લેવો.
 • તેના માટે એક મોટા બાઉલની અંદર બેસન, દહીં, મીઠું, આદુની પેસ્ટ અને હળદર નાખીને સારી રીતે ભેળવો, જ્યાં સુધી બેસનના બધા જ ગાંગડા છુટ્ટા ના પડી જાય.
 • હવે તેમાં બે કપ પાણી ઉમેરીને ફરીથી ભેળવો.
 • હવે એક વાસણની અંદર બેસનનો ઘોલ નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે પોતાની સપાટી છોડવા ના લાગે.
 • એ વાતનું પણ ધ્યાન રાખવું કે એ દરમિયાન સતત ઘોલને હલાવતા રહેવાનું છે.
 • હવે આ ઘોલને જમાવવા માટે એક પ્લેટ કે ટ્રે લઈને તેના ઉપર તેલ લગાવી લેવી અને પછી ઘોલને તેની અંદર ફેલાવીને જમાવી લેવો.
 • લગભગ 5-10 મિનિટમાં તે જામી જશે.
 • હવે તેને ચાકુની મદદથી કાપી લેવા અને તેના ગોળ ગોળ રોલ વાળી એક પ્લેટમાં મુકતા જવું.
 • રોલ તૈયાર થઇ જાય ત્યારબાદ તેને વઘાર માટે તૈયાર કરી લેવા.
 • તેના માટે તમારે કઢાઈમાં બે નાની ચમચી તેલ નાખવું. ત્યારબાદ તેમાં રાઈ નાખવી. રાઈ તતડી ગયા બાદ તેને ખાંડવીની ઉપર નાખી દેવું.
 • છેલ્લે તેમાં લીલા ધાણા, બારીક કાપેલું નારિયેળ, અને લીલા મરચા અને ધાણા પણ નાખવા.
 • તૈયાર છે તમારી ખાંડવી
Image Source

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સરસ મઝાની ચટાકેદાર રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.