જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા પહેલાના CCTV આવ્યા સામે…જુઓ વીડિયો

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે અને 33 લોકો ઘાયલ થયા છે. જણાવી દઈએ કે આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કરીને તીર્થયાત્રીઓ પર હુમલો કર્યો હતો. ત્યારે હવે આ હુમલા પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઇ જઇ રહેલી બસ પર થયેલ આતંકી હુમલામાં જીવિત બચેલ લોકોએ ખૌફનાક પળને યાદ કરતા કહ્યુ કે- ઘાટીમાં પડવા છત્તા આતંકવાદીઓએ વાહન પર ગોળીબારી ચાલુ રાખી, કારણ કે સુનિશ્ચિત થઇ શકે કે બધા લોકો માર્યા જાય. તેમણે કહ્યુ- યાત્રી એ બતાવવા માટે ચુપ રહ્યા કે બધા મરી ચૂક્યા છે.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે તે 6-7 આતંકવાદીઓ હતા, તેમના ચહેરા ઢાંકેલા હતા. શરૂઆતમાં રસ્તા પર ચારે બાજુ બસને કવર કરી ગોળીબારી કરી, જ્યારે બસ ખાઇમાં પડી તો તેઓ એ સુનિશ્ચિત કરવા માટે ગોળીબારી કરતા રહ્યા કે બધા લોકો માર્યા જાય. અમે તેમને વિશ્વાસ અપાવવા ચુપ્પી સાધી કે અમે મરી ચૂક્યા છે.

Shah Jina