...
   

ગુજરાત માથે તોફાની વાવાઝોડાનું સંકટ, અંબાલાલની ઘાતક આગાહીને પગલે ફફડાટ ! જાણો સમગ્ર વિગત

ગુજરાત માથે એક મોટુ સંકટ તોળાઇ રહ્યુ છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી છે જેને લઇને લોકો વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે. અંબાલાલ પટેલ અનુસાર, શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે જેને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ પછી આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. 16-17 ઓગસ્ટની આસપાસ આ સિસ્ટમ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે, જેની અસર ગુજરાત પર પણ થશે.

અંબાલાલે જણાવ્યું કે, આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધશે તો ગુજરાતને પણ અસર કરશે. આ સિસ્ટમને મજબૂત થવા માટે દરિયાની સપાટી ગરમ હોવી જોઈએ, તાપમાન 26.5 c વધુ હોવું જોઈએ. 50 મીટર ઉડી ગરમ હોવી જોઈએ તો સિસ્ટમ અસર કરશે. અંબાલાલે કહ્યુ વેવ 15મી ઓગસ્ટથી મજબૂત બનશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલે આગાહી કરતા જણાવ્યુ- 16થી24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મહંદઅંશે સાર્વત્રિક વરસાદ થશે અને કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ઝોન વાઈસ વરસાદ વધશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદના સંકેત આપ્યાં છે. 20થી25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર, મહેસાણા, બેચરાજી તેમજ સાબરકાંઠાના ભાગો ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ, જેને કારણે 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે તેવી અંબાલાલે આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટાં રહેવાની શક્યતાઓ જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Shah Jina