મનોરંજન

નોરા ફતેહીને ખોટી જગ્યાએ હાથ અડાવવા પર આ વ્યક્તિ આવ્યો મેદાનમાં, જાહેરમાં કહ્યું કે…

નોરા ફતેહીના સોફ્ટ સોફ્ટ હિપ્સમાં ટચ કર્યું અને હવે મેદાનમાં આવીને કહી આ વાત

હાલમાં ડાન્સ રિયાલિટી શો “ઈડિયાઝ બેસ્ટ ડાન્સર” ખુબ જ ચર્ચામાં છે. ચર્ચામાં આવવાના પણ બે કારણો છે એક તો શોની જજ મલાઈકા અરોરાને કોરોના પોઝિટિવ આવતા શો છોડવો પડ્યો

Image Source

અને હવે મલાઈકાની જગ્યાએ શોમાં જજ બનેલી અભિનેત્રી નોરા ફતેહીને શોમાં બીજા જજની ભૂમિકા નિભાવી રહેલા કોરિયોગ્રાફર ટેરેંસ લુઈસનું ખોટી રીતે ખોટી જગ્યાએ સ્પર્શ કરવું.

Image Source

ટેરેંસ લુઇસનો નોરા ફતેહીને ખોટી રીતે ટચ કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો. જેમાં ટેરેંસ નોરાને તેના પાછળના ભાગ હિપ ઉપર ટચ કરે છે. આ વિડીયો વાયરલ થતા જ દર્શકોનો ગુસ્સો પણ જોવા મળી રહ્યો હતો.

Image Source

ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા ટેરેંસને ટ્રોલ પણ કરવા લાગી ગયા હતા. 12 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થયેલા આ ભાગના વાયરલ વિડીયો બાદ નોરા અને ટેરેંસની કોઈ પ્રતિક્રિયા આવી નહોતી પરંતુ હવે ટેરેંસ લુઇસે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Image Source

ટેરેંસ લુઇસે સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે જેમાં તેની સાથે નોરા ફતેહી નજર આવી રહી છે. આ ફોટોમાં ટેરેંસ લુઇસે નોરાને પોતાની ગોદમાં ઉઠાવી લીધી છે. આ ફોટો સાથે ટેરેંસ લુઇસે લાંબી લચક પોસ્ટ પણ લખી છે.અને એક કહાણી દ્વારા આ મામલામાં સફાઈ પણ આપી છે.

Image Source

આ પોસ્ટની અંદર ટેરેંસ લુઇસે લખ્યું છે: “એકવાર એક બૌદ્ધ ધર્મગુરુ પોતાના શિષ્યો સાથે હિમાલયમાં પોતાના મઠની અંદર પાછા ફરી રહ્યા હતા. આ વચ્ચે જ તેમને એક તેજ વહેણ વાળી ગંગા નદીને પાર કરવાની હતી. નદીના કિનારે તેમને એક છોકરીને જોઈ. તેની ઘર ગંગાની સામે પાર હતું.”

Image Source

“છોકરી નદી પાર કરવામાં ડરી રહી હતી. એવામાં ધર્મગુરુએ તે છોકરીને નદી પાર કરવામાં મદદ કરી. ધર્મગુરુએ પોતાના ખોળામાં ઉઠાવીને છોકરીને નદી પાર કરાવી અને પછી આરામથી તેને ઉતારી દીધી. છોકરી તેમનો આભાર વ્યક્ત કરીને પોતાના ઘરે ચાલી ગઈ. પરંતુ આ બધું જોઈને શિષ્યો હેરાન રહી ગયા. તેમાંથી એક શિષ્ય ખુબ જ ચીનીત હતો. તેના ઉપર ગુરુએ પૂછ્યું શું થયું ?”

 

View this post on Instagram

 

A post shared by Terence Lewis (@terence_here) on

“શિષ્યએ કહ્યું કે ગુરુજી આપણે કોઈપણ મહિલાને ના સ્પર્શ કરવાની કસમ ખાધી હતી. પરંતુ તમે તો તે છોકરીને ગોદમાં ઉઠાવી લીધી. તેના ઉપર ધર્મગુરુએ કહ્યું, હું તો તેને નદી પાર કરાવીને ત્યાં જ મૂકીને આવી ગયો હતો. અને તું તેને અહીંયા સુધી લઇ આવ્યો ?

શોની સૌથી સહજ અને સૌથી શાનદાર જજ બનવા અને મારા ઉપર વિશ્વાસ કરવા માટે આભાર નોરા ફતેહી.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.